Abtak Media Google News

ખેડુતોના દેવા માફ કરવામાં કર્ણાટક પણ યુપી, મહારાષ્ટ્ર અને પંજાબના રસ્તે

ખેડુતોના દેવામાફી માટે ગુજરાતમાં ઓબીસી એકતા મંચ દ્વારા ઠેર ઠેર રેલી અને આવેદન

યુપી, મહારાષ્ટ્ર અને પંજાબ બાદ કર્ણાટક ખેડૂતોના દેવા માફી મો ચોથુ રાજય બન્યું છે. કર્ણાટકના સીએમ સિદારામૈયા દ્વારા ગઈકાલે ખેડૂતોના પાક માટેની ટુંકાગાળાની લોન માટે ૫૦,૦૦૦ સુધી ના દેવા માફીની જાહેરાત કરવામાં આવી હતી. તો બીજી બાજુ ગુજરાતમાં ઓબીસી મંચ દ્વારા દેવા માફી માટે ૧૨ થી વધુ તાલુકામાં ખેડુતોના દેવામાફી માટે આવેદન પાઠવવામાં આવ્યું હતુ.

૨૨,૨૭,૫૦૬ ખેડુતોના ‚ા.૧૦,૭૩૬ કરોડના કોર્પોરેટર બેંકોના દેવા માફ કરાશે. જેના કારણે સરકારને ૮૧૬૫ કરોડનો બોજો પડશે દેવામાફી જાહેર કરીને કોંગ્રેસ સરકારે ખેડુતોના દિલ જીતવાની કોશીષ કરી હતી. રાષ્ટ્રીય અને કોમર્શિયલ બેંકો દ્વારા સમગ્ર દેશમાં દેવા માફી કરવામાં આવે તેવી ઈચ્છા સિદારમૈયા દ્વારા વ્યકત કરવામાં આવી હતી.જયારે ગુજરાતમાં ભાજપ સરકાર સામે ઓબીસી એકતામંચના કાર્યકરો દ્વારા મહેસાણા, તલોદ, કરજણ સહિત ૧૨થી વધુ તાલુકામાં રેલી યોજી આવેદન પાઠવવામાં આવતા ગુજરાત સરકારની મુશ્કેલી વધી છે.

બુધવારથી શ‚ થયેલા આ આંદોલનને પગલે આજે મેંદરડા, તલોદ, રાધનપુર, આમોદ, બરવાળા, ધ્રાંગધ્રા પાદરા અને મોરબી સહિતના વિસ્તારોમાં ખેડુતોના દેવા માફીની માંગ સાથે રેલીઓ યોજાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.