Abtak Media Google News

રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરનો વેધક સવાલ

રાજુલના ધારાસભ્ય અંબરીશ ડેરે રાજુલા ખાતેના તેમના ફાર્મ હાઉસ ખાતે વર્તમાન પત્રોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજી હતી.

ધારાસભ્ય અંબરીશ ડેરે કહ્યું હતું કે રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકામાં ખેડુતોને ૮ કલાક તો શું ૪ કલાક માટે પણ ખેત પાક બચાવવા માટે સમયસર વિજ પુરવઠો મળતો નથી. જગતના તાતને તેની જરુરીયાતના સમયે નહી પણ પીજીવીસીએલની અનુકુળતાએ વિજ પુરવઠો અનિયમીત અપાય રહ્યો છે.

આમ પ્રજા અને ખેડુત સમાજમાં ભારી નારાજગી ફેલાએલ છે. હવે તો લોકો મને એમ કહે છે કે અમે તમને મત આપ્યા એટલે પીજીવીસીએલ વાળા મોટા માથાઓના કહેવાથી આવુ કરી રહ્યા છે આ શહેરીજનોને વિજપુરવઠો નિતમીય મળી રહે અને ખેડુતોને સમયસર વિજપુરવઠો મળે તે માટે મે સરકારમાં રજુઆતો કરી છે પણ પરીણામ શુન્ય જ છે. સ્થાનીક શિક્ષીત બેરોજગારોને સ્થાનીક ઉઘોગ ગૃહોમાં ૮૫ ટકા જેટલા કર્મચારીઓ સ્થાનીક ને જ લેવાનો નિયમ હોવા છતાં આ વિસ્તારના ઉઘોગગૃહો આ નિયમોનો ઉલાળીયો કરી રહ્યું છે. જી.એચ.સી.એલ. કંપનીને સ્થાનીક અગરીયાઓને નોકરીમાં રાખવાની શરતે સોલ્ટ વર્કસ માટેની પરવાનગી મળી હતી પરંતુ આ કંપનીના સંચાલકોએ ત્રણ હજાર થી વધુ ગરીબ પરીવારોની રોજીરોટી છીનવી લીધી છે આના વિરોધમાં આંદોલનો ધરણાઓથયા છે. તેમ છતાં કોઇ પગલા લેવાયા નથી.

રાજુલા-જાફરાબાદ તાલુકો મહાકાય ઉઘોગોથી ધમધમે છે પરંતુ શિક્ષીત બેરોજગાર હોય કે મજુર વર્ગ હોય કયાંય રોજગારી મળતી નથી આ માટે જવાબદાર કોણ? કંપનીના રખોયા કોના દ્વારા થાય છે તે પણ ઉજાગર પાય તે જરુરી છે. રાજુલા રેલવે સ્ટેશન હતુ તે હવે શહેરથી ૧ાા કીમી જેટલું દુર થઇ ગયું છે. રોજથી ર૦ થી પણ વધુ રેક ટ્રેક અપાવવા પોર્ટમાં આવે છે અને આવી જ જોઇએ ઉઘોગોને પ્રોત્સાહન મળવું જ જોઇએ પરંતુ અહિ પેસેજન્ર ટ્રેઇનની સુવિધાઓ નથી આ સમગ્ર વિસ્તારા ઔઘોગિક ક્ષેત્રમાં ફેરવાય ગયેલ હોય અહી પરપ્રાંતિયની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જો રાજુલાથી સુરત અને મુંબઇથી પેસેન્જર ટ્રેઇન અઠવાડીયામાં ચાર પાંચ દિવસ ફળવાય તો પુરતા પ્રમાણમાં પેસેન્જરો પણ રેલવેને મળી શકે તેમ છે પણ આ સુવિધા અહી મળે તે માટે ના સત્તાધારી પક્ષે જે પ્રયત્નો કરવા જોઇએ તે કરતા નથી માત્રને માત્ર રેલવે મંત્રી સાથે રજુઆત કર્યા ના ફોટા સેસન કરી કરાવી સંતોષ માનતા હોય તેવું સૌ કોઇ અનુભવી રહ્યા છે.

શિક્ષણની બાબતની ચર્ચા કરતાં ધારાસભ્ય અંબરીશ ડેરે કહ્યું હતું કે ગુજરાતમાં ૪૪ તાલુકાઓ અતિ પછાત તાલુકાની વ્યાખ્યામાં આવે છે આ ૪૪ તાલુકાઓમાં મારા મત વિસ્તાર જાફરાબાદ અને ખાંભા તાલુકાનો સમાવેશ થાય છે. સરકાર શાળા પ્રવેશો ના તાયફાઓ યોજી આમ જનતાને ગેર માર્ગે દોરી રહી છે. વાસ્તવિકતા તો એ છે કે જાફરબાદ તાલુકાના ૪રગામોમાં  જેટલી સરકારી શાળાઓ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે પણ આ તાલુકમાં જ ૮૫ થી ૯૫ વચ્ચે શિક્ષકોની ધટ છે. તાલુકાના ધારાબંદર ગામે ૮૦થી વધુ વિઘાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. પરંતુ ને સ્કુલમાં શિક્ષણ માત્રને માત્ર એક જ છે. તે સીધી આડઅસર થાય છે જો સરકાર શિક્ષકો મુકી ન શકે તો ઉઘોગ ગ્રહો ને સુચના સુચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.