Abtak Media Google News

બે ત્રણ દિવસે ગાડી આવે ને કલાકમાં વિતરણ પૂર્ણ !!

સરકાર ખાતરનો જથ્થો પૂરતો ફાળવે: ખેડૂતોની માંગ

દામનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં યુરીયા ખાતરનો જથ્થો અપૂરતો આવ્યો હોવાથી ખેડુતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખાતર કંપનીઓ તરફથી પરતો જથ્થો ફાળવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

યુરિયા ખાતર ઉત્પાદન કરતી ક્રિપ્કો ઇફકો નર્મદા સહિત ના ખાતર ઉત્પાદકો તરફ થી જ નિયમિત ખાતર નો જથ્થો નહિ મળવા થી અછત ઉભી થતી રહે છે જી એફ સી હજીરા વડોદરા પોર્ટ થી જોઈતા પ્રમાણ માં યુરિયા ખાતર નો જોઈતો પુરવઠો નહિ મળવા થી   ખેડૂતો ખાતર ની ભારે તંગી ભોગવી રહ્યા છે કલાકો સુધી વાહનો સાથે લાઈનો લાગે છે દામનગર શહેર માં અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘ ની દુકાન અને ગોડાઉન ઉપર ખાતર આવ્યા ની ખબર પડતાં જ ખેડૂતો ની લાંબી કતારો વાહનો સાથે લાગી જાય છે

ડેપો મેનેજર ના જણાવ્યા મુજબ ખાતર ઉપર થી બે દિવસે એકાદ ગાડી આવતી હોવા નું જણાવ્યું હતું ગાડી આવતા ની સાથે તુરંત વિતરણ કરી દેવાય છે પણ યુરિયા ખાતર ની અછત દૂર ઉત્પાદક કંપની ઓ થી છે અમો વિકેતા શુ કરી એ ?સરકાર તરફ થી મધ્યસ્થી કરી યુરિયા ખાતર ઉત્પાદક કંપની ઓ જોઈતા પ્રમાણ માં યુરિયા ખાતર ખાતર ડેપો ને ફાળવે અને ખેડૂતો ની મુશ્કેલી ઓ દૂર કરે તેવી માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.