Abtak Media Google News

ખેત સુધારણા કાયદો હટશે જ નહીં… નહીં ને નહીં જ

સરકાર અને આંદોલનકારીઓ વચ્ચેની મડાગાંઠ ઉકેલાય તેવો કોઈ આશાવાદ દેખાતો નથી. સરકાર દ્વારા દૂધનું દૂધ કરવા દેશભરના ખેડૂતોને વિશ્ર્વાસનો મત લેવા કવાયત હાથ ધરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમીતીએ ૨૧મી જાન્યુઆરીએ ૨૦ સંગઠનોને સાંભળવા માટેની સુનાવણીનું આયોજન કર્યું છે. ૧૦મી બેઠક કોઈ નિવેડો આવે તેવું દેખાતું નથી. સુપ્રીમ કોર્ટે હવે આ મામલો વ્યાપક ધોરણે મત લઈ સુલઝાવવાનો અભિગમ વ્યકત કર્યો છે અને સુપ્રીમ કોર્ટની સમીતીએ એક પોર્ટલ બનાવીને આંદોલનકારી સંગઠનો ઉપરાંત જે સંગઠનો આ મામલે જોડાયેલા નથી તેમને પણ સામેલ કરી વીડિયો કોન્ફરન્સથી ચર્ચા માટે આમંત્રીત કર્યા છે. સરકાર માટે કોઈપણ સંજોગોમાં આ કાયદો લાવવો અનિવાર્ય છે. હવે કાયદાની રચના થઈ ગઈ છે ત્યારે તેમાંથી પીછેહટ કરવી શકય નથી. સમીતીના એક સભ્ય અનિલ ઘણવટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, સમીતી આ મડાગાંઠને ઉકેલવા માટે પ્રયત્નશીલ છે પરંતુ કાયદો પાછો ખેંચવાની હઠ લઈ બેઠેલા પંજાબ અને હરિયાણા અને પશ્ર્ચિમ ઉતરપ્રદેશના કેટલાક સંગઠનોની માંગ આખા દેશ પર થોપી ન શકાય. કૃષિ કાયદો પાછો ખેંચવો અશક્ય છે. જો કાયદો પાછો ખેંચવામાં આવે તો કૃત્રષ ક્ષેત્રની કાયાપલટનો અભિયાન જ મરી પડે. અને આવનાર ૫૦ વર્ષ સુધી કોઈપણ સરકાર આ પ્રયત્ન નહીં કરે અને કૃષિ ક્ષેત્રમાં ક્યારેય બદલાવ નહીં આવે. ભુપેન્દ્રસિંહ માને એક દિવસ અગાઉ આ કમીટીમાં અગાઉથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી. તેની સામે સુપ્રીમ કોર્ટે એવી ટીપ્પણી કરી હતી કે, સમીતીમાં રહેવાથી કે ન રહેવાથી કોઈ ફર્ક ન પડે. બીજી તરફ આંદોલનકારીઓએ નવા કાયદાઓનો વિરોધ જારી રાખ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ વિરોધ કર્યો છે પરંતુ આ કાયદો પાછો ખેંચાય તેવી પરિસ્થિતિમાં નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.