જૂનાગઢના એસપી સૌરભ સિંઘને ભાવભેર અપાઈ વિદાય

જુનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની કચ્છ ખાતે બદલી થતા, જૂનાગઢ પોલીસ પરિવાર દ્વારા હાલના સંજોગોને ધ્યાને લઇ, સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો. આ વિદાય સમારંભમા જિલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા વિદાય લેતા એસપી સૌરભ સિંઘની સિદ્ધિઓ તથા કુશળ લિડરશિપની સરાહના કરવામાં આવેલ હતી.

વિદાય લેતા એસપી સૌરભ સિંઘે  સમગ્ર જૂનાગઢ પોલીસના ટીમ વર્કની સરાહના કરી, જૂનાગઢ પોલીસ દ્વારા ટીમ વર્કથી કામગીરી કરતા, પ્રજામાં પોલીસની એક અલગ છાપ ઉભી કરવામાં સફળતા મળી હોવાનું જણાવેલ હતું.

Loading...