Abtak Media Google News

ઉનાળાના પ્રારંભી લઈ ચોમાસાનાં પ્રારંભ સુધી શહેરના છેવાડાના અને ગ્રામ્ય વિસ્તારો ટેન્કર આધારિત બન્યા હતા: એક તબ્બકે દૈનિક ૨૦૦ ટેન્કરો દોડતા

જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર તાં જિલ્લા વહીવટી તંત્રને રાહત થઈ છે અને ખાસ કરીને પાણી પુરવઠા વિભાગે હાશકારો અનુભવ્યો છે. ઉનાળાના પ્રારંભી લઈ ચોમાસાના એક માસ સુધી રાજકોટ શહેરના છેવાડાના વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના ટેન્કરો સતત દોડતા રહ્યાં બાદ સારા વરસાદ બાદ હાલ અછતનું માળખુ વિખેરાયું છે. ઉલ્લેખનીય છે કે, એક તબકકે રાજકોટ જિલ્લામાં દૈનિક ૨૦૦થી વધુ ટેન્કરો મારફતે લોકોને પાણી પહોંચાડવામાં આવતું હતું.

સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ચાલુ વર્ષે ઉનાળાના પ્રારંભી જ રાજકોટ શહેરના છેવાડાના વિસ્તારો અને ઉપલેટા, ધોરાજી, કોટડા સાંગાણી, પડધરી સહિતના તાલુકાઓમાં પીવાના પાણી માટે બુમરાણ ઉઠતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રારંભીક તબકકે ૩૫ થી ૪૦ ટેન્કરો શ‚આતમાં દોડાવવામાં આવ્યા હતા. બાદમાં જેમ જેમ લોકોની માંગણી આવતી ગઈ તેમ તેમ પાણીના ટેન્કરો વધારાયા હતા. પાણી પુરવઠા વિભાગના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ઉનાળાના અંતિમ તબકકામાં રાજકોટના રૂડા વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ૨૦૦થી વધુ ટેન્કરો દોડતા હતા.

દરમિયાન જૂન માસ કોરા ધાકોડ ગયા બાદ તંત્રની ચિંતા વધી હતી અને અછત-રાહત વિભાગ દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી પ્રાંત કક્ષાએથી જે જે ગામોમાં પીવાના પાણીની માંગણી આવે તે ગામમાં પાણીના ટેન્કરો દોડાવવાનું શરૂ કર્યું હતું. જો કે, જુલાઈ માસ અડધો વિત્યા બાદ જિલ્લામાં સાર્વત્રીક વરસાદ થતાં અંતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અછતનું માળખુ વિખેરી નાખી ટેન્કર મારફતે અપાતુ પાણી બંધ કરાયું છે.

એક અંદાજ મુજબ રાજકોટ જિલ્લામાં પાણીની અછતને કારણે દૈનિક સરેરાશ ૧૦૦ થી લઈ ૨૦૦ ટેન્કરો દોડાવવા પડતા હોય પાણીની વ્યવસ પાછળ તંત્રને કરોડો રૂપિયાનું આંધણ કરવું પડયું હતું. આ સંજોગોમાં મેઘમહેર થતાં તંત્રને પાણીની પળોજળમાંથી મુક્તિ મળવાની સાથે આર્થિક ખર્ચ પણ બચવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.