શોલેના ‘સુરમા ભોપાલી’ની ચિર વિદાય

ઉત્કૃષ્ટ અભિયન આપનાર જગદીપનું ૮૧ વર્ષની ઉંમરે નિધન

શોલે ફિલ્મમાં ‘સુરમા ભોપાલી’નું મશહુર પાત્ર ભજવનાર અભિનેતા જગદીપનું ૮૧ વર્ષની ઉમરે નિધન થયું છે. જો કે હજી મૃત્યુનુ કારણ બહાર પાડવામાં નથી આવ્યું.

જગદીપનું સાચું નામ સૈયદ ઇરતિયાક અહમદ જાકરી હતું. તે જાણીતા બોલીવુડ અભિનેતા જાવેદ જાફરી અને ટી.વી. નિર્દેશક નાવેદ જાફરીના પિતા છે.

જગદીપએ ઘણી જાણીતી ફિલ્મો જેવી કે ‘અબ દિલ્હી દુર નહી’, કે.એ. અબ્બાસની ફિલ્મ ‘મુન્ના’, ગુરૂદતની ફિલ્મ ‘આર પાર’, બિમલ રોયની ફિલ્મ ‘દો બિધા જમીન’માં ઉત્કૃષ્ટ અભિયન કરીને નામના મેળવી હતી. તેમણે પોતાના ફિલ્મી કેરીયર દરમિયાન ૪૦૦ થી વધારે ફિલ્મોમાં કામ કયુૃ છે. ખાસ વાત એ છે કે ‘હમ પંછી એક ડાલડે’ ફિલ્મોમાં જગદીપનો અભિયન જોઇને પંડિત જવાહરલાલ નહેરૂએ પોતાનો પર્સનલ સ્ટાફ ભેટતરીકે આપી દીધો હતો. જગદીપ છેલ્લે ૨૦૧૨માં આવેલી ફિલ્મ ‘ગલી ગલી ચોર હૈ’માં જોવા મળ્યા હતા. દુનિયા જગદીપને સદાબહાર અભિયન આપવા બદલ હંમેશા યાદ રાખશે.

Loading...