Abtak Media Google News

 સામગ્રી

  • શિંગોડાનો લોટ ૩ ચમચી
  • ૩ કલાક પલાળેલો ક્રશ કરેલો ૧૦૦ ગ્રામ મોરૈયો
  • આદું-મરચાની પેસ્ટ
  • છીણેલી દુધી
  •  ખાવા નો સોડા

બનાવવાની રીત:

મોરૈયો લો, તેમાં શિંગોડા નો લોટ, શેકેલા અધકચરા સિંગ દાણા, જીરુ, તલ, નાખો. કાજુ ના ટુકડા નાખવા, બાફેલા સૂરણ-બટાકા નાખવા, ગાજર ની છીણ ૧ ચમચી, કાકડી ની છીણ ૧ ચમચી નાખવી, કોથમીર, આદું-મરચાની પેસ્ટ નાખવી.

મરચું પાવડર ૧ ચમચી, સિંધાલુણ ૧ ચમચી, ખાવાનો સોડા ચપટી નાખી મિક્ષ કરો. તેને ખાડા વાળી અપ્પમની કડાઈમાં ગ્રીસ કરી પાથરો. ૨ થી ૫ મિનીટ માં થઇ જશે. અપ્પમ ને દહીં સાથે પીરસવું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.