પ્રખ્યાત જ્યોતિષ બેજાન દારૂવાલાનું નિધન

90 વર્ષની વયે પ્રખ્યાત જ્યોતિષ બેજાન દારૂવાલાનું નિધન

આજરોજ અમદાવાદથી 90 વર્ષની વયે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલાનું નિધન થયું છે. બેજાન દારૂવાલા છેલ્લા ઘણા સમયથી શ્વાસની બીમારીથી પીડાતા હતા. અને તેઓની હાલ સારવાર ચાલી રહી હતી. આજરોજ  હોસ્પિટલમાં બેજાન દારૂવાલાએ અંતિમ શ્વાસ લીધા હતા અને કોઈ ભવિષ્યવાણી કર્યા વગર પ્રાણ ત્યાગ કર્યો.

તેઓને થોડા દિવસો પહેલાં ન્યુમોનિયા અને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ખુબ જ ઓછું થઈ જતાં અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બેજાન દારૂવાલાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જે બાદ તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ઘણા દિવસથી વેન્ટિલેટર પર હતા.

સાથે જ થોડા દિવસો પહેલાં જ બેજાન દારૂવાલા કોરોનાથી સંક્રમિત હોવાની અફવા ઉડી હતી જે ખોટી હતી. તેમને ફેફસામાં ઇન્ફેક્શન હતું.

તેઓ પહેલા અંગ્રેજીના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ બેજાન દારૂવાલાએ પીએમ મોદી ફરીથી વડાપ્રધાન બનશે તેવી આગાહી કરી હતી જેથી ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા.

Loading...