Abtak Media Google News

માણાવદરનાં બાંટવા ગામેથી ગૌવંશને ગેરકાયદેસર રીતે વાહનમાં લઈ જતા શખ્સોને અટકાવતા ગૌસેવકો સામે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હોય તે મુદે ગૌસેવકોએ સબ ઈન્સ્પેકટરને આવેદન પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

દેવાભાઈ રમેશભાઈ ગરચર તથા રાજુભાઈ કારાભાઈ ગરચર જેઓ બાંટવા ગામના રહેવાસી છે. જેઓને ટાટા ૪૦૭ ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે એક ગાય તથા બે નાના વાછડા તથા એમ મોટો ઘણખુંટ ભરી જતા હતા તે દરમિયાન ટેમ્પો ઉભો રખાવી તેમની તપાસ કરતા તેમની પાસે કોઈ દાખલો ન હોય જેથી પોલીસે તેમની સામે ગુનો દાખલ કરેલ છે. દેવાભાઈ તથા રાજુભાઈ પોલીસ તથા રાજપુત સમાજના યુવાનો ઉપર ખોટી ફરિયાદ કરવા માટે ખોટી રીતે દવાખાનામાં સારવાર માટે દાખલ થયેલ છે.

ત્યારબાદ દેવાભાઈ તથા રાજુભાઈએ બાંટવા પોલીસ ઉપર તથા રાજપુત સમાજના યુવાનો ઉપર ખોટા આક્ષેપ કરી, બાંટવા પોલીસ સ્ટેશનમાં પોલીસ વિરુઘ્ધ તથા રાજપુત સમાજના યુવાનો ઉપર ખોટી ફરિયાદ કરવા અરજી કરેલ છે. આ મામલે યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.