Abtak Media Google News

મુખ્યરથ સાથે જોડાયેલી સુશોભિત બગીઓ તેમજ ગરબા સાથે અવનવા કરતબ કરતા કલાકારોએ જમાવ્યું આકર્ષણ: અઢી કિલોમીટરની ભવ્ય શોભાયાત્રામાં હજારો ભાવિકો જોડાયા: ૧૦ હજારથી વધુ જૈન શ્રાવકોએ સંઘ જમણનો લાભ લીધો

જૈનમ જયંતિ શાસનમ્નાં ગગનભેદી નાદ સાથે ૧૯૧ વર્ષ પ્રાચીન સુપાર્શ્ર્વનાથ દાદાની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. પાલિતાણાના સુપર બેન્ડના સાંજીદાઓ સંગીતમય સવારે વહેલી સવારે મણીયાર જિનાલયેથી દાદાની ભવ્ય રથયાત્રા તથા તપસ્વીઓના વરઘોડાએ પ્રસ્થાન કર્યું હતું. આ દિવ્ય અવસરે રાજકોટ જૈન તપગચ્છ મૂર્તિપૂર્જક સંઘના હજારો શ્રાવકો-શ્રાવિકાઓ ગુરુભગવંતના દર્શનાર્થે ઉમટી પડયા હતા.જૈન સમુદાયના અતિ પાવન ગણાતા પર્યુષણ મહાપર્વ સંપન્ન થયા બાદ ભગવાનની જલયાત્રા વરઘોડો યોજવાની ધન્ય ઘડીનો અનેરો લ્હાવો લેવા અને કર્તવ્યના ભાગ‚પે જૈન તપગચ્છ મૂર્તિપૂજક સંઘ દ્વારા પર્યુષણ બાદ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ૧૯૧ વર્ષ પ્રાચીન સુપાર્શ્ર્વનાથદાદાની રથયાત્રાનું મૂતિપૂર્જક જૈન સમુદાયમાં અનેરુ મહત્વ રહ્યું છે. મણિઆર જિનાલયેથી મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના ધર્મપત્ની અંજલિબેન ‚પાણી તેમજ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયની હાજરીમાં રથયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. આ પાવન પ્રસંગે રાજકોટના સહિતના તમામ જૈન સમાજના પ્રમુખો, કારોબારી સભ્યો તેમજ આગેવાનો દ્વારા ભવ્ય આંગી કરી રથયાત્રામાં બિરાજમાન થયેલા ભગવાન સુપાર્શ્ર્વનાથ દાદાના રથને ચોખા, સોનાના બાદલો અને ગુલાબની પાંદડીઓ વડે વધાવવામાં આવ્યા હતા. જેમાં જોડાઈને હજારો જૈન શ્રાવકો ભાવવિભોર થયા હતા.આચાર્ય ભગવંતોની માંગલિક વાણી બાદ ગુજરાતના ૧ માત્ર સોના-ચાંદીના મૂલ્યવાન રથમાં બિરાજી સુપાર્શ્ર્વનાથ દાદા નગરચર્યાએ નિકળ્યા હતા. જુદા જુદા સમાજના આગેવાનો દ્વારા રથયાત્રાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથની આગળ દુધ અને પાણીની ધારાવળી કરવામાં આવી હતી. શુભ સ્તવનોના ગાન સાથે રથયાત્રા રાજકોટના સોની બજાર, માંડવી ચોક સહિતના માર્ગો ઉપરથી પસાર થઈ હતી. અઢી કિલો મીટરના ‚ટમાં ભગવાનને ફુલડે વધાવવામાં આવ્યા હતા. રથયાત્રામાં ૩ હજારથી વધુ ભાવિકો જોડાયા હતા. મુખ્ય રથ સાથે જોડાયેલી સુશોભિત ૧૧ બગીઓ તેમજ ગરબા સાથે અવનવા કરતબ કરતા કલાકારોએ આકર્ષણ જમાવ્યું હતું.  રાજકોટના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરી ભગવાન સુપાર્શ્ર્વનાથ દાદાની ભવ્ય રથયાત્રા માંડવી ચોક દેરાસર પધારતા પ્રભુજીના પોખણા કરવામાં આવ્યા હતા. દિવ્ય શોભાયાત્રા તેમજ તપસ્વીઓના પારણા બાદ સંઘ જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. સંઘ જમણમાં ૧૦ હજારથી વધુ જૈન શ્રાવિકોએ લાભ લીધો હતો. સમગ્ર રથયાત્રા દરમિયાન રાજકોટ શહેર પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.