Abtak Media Google News

દ્વારા ઈએફસીએસ યોગ્ય કાર્યરત ન થતા મામલતદારને આવેદન

ફેબ્રુઆરી ૨૦૧૮ થી અમલમાં લાવવામાં આવેલ આધાર આધારીત વિતરણ વ્યવસ્થા ઊઋઙજ (ઠઊઇ) આધેરીત રાશન કાર્ડ ધારકોના બાયોમેટ્રીક લઇ તેમને મલતો જથ્થો ઓનલાઇન ઇસ્યુ કરવાની પધ્ધતિ અમલમાં આવી છે. પરંતુ આ પધ્ધતિ ખુબ જ ધીમી તથા વારંવાર એરર આવતી હોવાથી વેપારીઓ ધારકોને અનાજનો જથ્થો આપી ન શકવાથી, વેપારી તથા ધારકો વચ્ચે અવારનવાર ધર્ષણ પેદા થાય છે.

હાલમાં જ ગોપી/ સામળાસર ના વ્યાજબી ભાવની દુકાન ચલાવતા લક્ષ્મીદાસ કેશવલાલ તથા તેના ગ્રાહક વચ્ચે ફિંગરપ્રિન્ટ મેચ ના થવાથી તકરાર થયેલ, જેમા વેપારીને મારકુટ કરેલ જેની ફરીયાદ દાખલ કરવામાં આવી. અને તેની જાણ પુરવઠા શાખામાં પણ કરવામા આવી અને જણાવવામાં આવ્યું કે જો યોગ્ય કરવામાં નહી આવે તો રાજીનામાની વાત પણ કરવામા આવી. જો આ રીતે બનતુ રહેશે તો શુ કરવુ તેવા પ્રશ્નો સાથે વ્યાજબી ભાવની દુકાનદારો એ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું. અને યોગ્ય કરવા વિનંતી કરવામાં આવી અને આવા સમયે મેન્યુઅલી રજીસ્ટર માં એન્ટ્રી કરી અનાજ વિતરણ કરી શકાય કે કેમ તેવી પરવાનગી આપવા જણાવાયુ હતુ.

વ્યાજબી ભાવની દુકાનદાર ચીરાગભાઇએ જણાવ્યુ હતું કેપોણા બે લાખ ગ્રાહકો વચ્ચે ફક્ત ૫૬ વ્યાજબી ભાવની દુકાનો આવેલી હોય, અને આવા પ્રશ્ર નો ઉભા થતા ધંધો કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. તંત્ર દ્વારા વહેલી તકે આ પ્રશ્ર નો ઉકેલ લાવવામાં આવે તો વેપારીઓ ની સાથેસાથે મીટી સંખ્યામાં જરૂરતમંદોને પણ સમયસર અનાજનું વિતરણ કરી શકાય..

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.