Abtak Media Google News

૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષથી ૫૦૦૦ થી ૧૦,૦૦૦નો દંડ ચુકવવો પડશે

ગત બજેટમાં સરકારે ઈન્કમટેકસ રીટર્ન મોડુ ફાઈલ કરવા બદલ ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ જાહેર કર્યો હતો. આ નિર્ણયથી કરદાતાઓમાં ભય છવાયો હતો પરંતુ સરકારે કરદાતાઓને રાહત આપવા જાહેરાત કરી છે કે ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષ માટે કરદાતાઓને આવક વેરાનું રીટર્ન મોડુ થાય તો પણ દંડ કરવામાં નહીં આવે. સરકાર દ્વારા ઈન્કમટેકસમાં ૨૩૪-એફ નામનું એક સેકશન ઉમેરવામાં આવ્યું હતું. આ સેકશન પ્રમાણે ૧૩૯ (૧) સેકશન પ્રમાણે જો ઈન્કમટેકસ રીટર્ન સમય મર્યાદા બાદ ભરવામાં આવે તો ૧૦,૦૦૦થી વધુની ફી વ્યકિતએ ભરવી પડશે. આ ફી ઉઘરાવવા માટેના પણ નિયમો નકકી કરવામાં આવ્યા હતા. જેમાં ગણતરીના વર્ષમાં ૩૧ ડિસેમ્બર પહેલા રીટર્ન ભરી દેવામાં આવે તો ૫૦૦૦ ‚પિયા દંડ અને જો ૩૧ ડિસેમ્બર બાદ રીટર્ન ભરાય તો ૧૦,૦૦૦ ‚પિયાની જોગવાઈ કરવામાં આવી હતી.

આ જોગવાઈનું મુખ્ય કારણ સમયસર આવકવેરા રીટર્ન ભરાય તે માટેનું હતું પરંતુ સરકારે એક વર્ષ માટે કરદાતાઓને છુટ આપતા હવે રીટર્ન બાબતે હિસાબોમાં ઘાલમેલ થવાની પુરેપુરી શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. કારણકે કરદાતાઓને હવે હિસાબો ગોઠવવા માટે એક વર્ષનો સમય મળી રહેશે. આ વર્ષ દરમિયાન કરદાતાઓ રીટર્ન બાબતે બીજા પણ ગોટાળા કરી શકશે. સરકારનો આ નિર્ણય કરદાતાઓ માટે ઘણી રીતે ફાયદાકારક બન્યો છે. કારણકે અગાઉ નાણાકીય વર્ષના સમયગાળામાં પણ ફેરફારનો નિર્ણય કરવામાં આવ્યો હોવાથી ઘણી મુંઝવણ જોવા મળી રહી હતી.

દંડના નિર્ણયમાં માત્ર એક જ વર્ષની છુટછાટ અપાઈ છે. જો કે આગામી નાણાકીય વર્ષથી લોકોને મોડા રીટર્ન બદલ દંડ ભરવો પડશે. જોકે દંડની રકમ હોવા છતાં તેમાંથી ટીડીએસ બાદ કરી દેવામાં આવશે. જેથી ૨૦૧૮-૧૯ના નાણાકીય વર્ષથી કરદાતાઓને મોડુ રીટર્ન ફાઈલ કરવા બદલ ૫૦૦૦ થી ૧૦,૦૦૦નો દંડ ભરવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.