ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સક્સેસ અને પર્સનલ લાઈફમાં ફેઇલ,, રેખાનો આજે 64મો જન્મદિવસ

76

રેખાનું સાચું નામ ભાનુરેખા ગણેશન છે. રેખાની પ્રોફેશનલ લાઈફ અંગે તો ચાહકોને ખ્યાલ જ છે પરંતુ તેનું અંગત જીવન ઘણું જ રહસ્યમય છે. રેખાના ઘરે પણ ઘણાં જ ઓછા લોકો જઈ શકે છે. રેખા માટે કેટલી સંપત્તિ છે, તેની જાણ પણ બહુ ઓછાને છે. રેખાનું અંગત જીવન ઘણું જ મુશ્કેલીથી ભરેલું છે. તેના પિતાએ ચાર લગ્ન કર્યાં હતાં. જોકે, રેખાની મોમ સાથે ક્યારેય લગ્ન કર્યાં નહોતાં. આ જ કારણથી રેખા તેના પિતાને ઘણી જ નફરત કરતી હતી. આ જ કારણથી રેખા તેના પિતાના અંતિમ સંસ્કારમાં પણ ગઈ ન હોતી.

 

View this post on Instagram

 

One of my best friend pass away last night.. The funeral will be held today RIP ?

A post shared by Bhanurekha (@rekha_the_actress) on


સાઉથ ઇન્ડિયન ભાનુરેખા ગણેશનને હિન્દી ફિલ્મોમાં ચાહકો ‘રેખા’ના નામે વધારે ઓળખે છે. આજે તેઓ 64 વર્ષનાં થયાં છે. તેમની ઉંમરની સરખામણીએ તેઓ ચાહકોના હૃદયમાં હજુ પણ યુવાન બનીને જ રહેવાનાં છે. તેઓને કારકિર્દીની શરૂઆતમાં ઘણી બધી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. રેખાએ 14 વર્ષની ઉંમરે કારકિર્દીની શરૂઆત કરી હતી.શરૂઆતમાં પોતાના વજન અને શ્યામવર્ણી ત્વચાને કારણે ખાસ્સી ટીકાઓના ભોગ બનવું પડ્યું હતું કારણ કે તે સમયે તેમની સાથેની અભિનેત્રીઓ તેમનાં કરતાં શ્વેત દેખાતી હતી.ફિલ્મની દુનિયામાં સક્સેસ અને વ્યક્તિગત જીવન શૈલીમાં નિષ્ફળ રહ્યા છે.

 

View this post on Instagram

 

Heartbreaking, miss this Days

A post shared by Bhanurekha (@rekha_the_actress) on

તેમણે આમ તો ઘણી બધી સફળ ફિલ્મોમાં અભિનય કર્યો છે, પરંતુ તેમનો સૌથી વધુ દમદાર અભિનય ‘ઉમરાવ જાન’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં ગણિકાના પાત્રમાં કરેલાં અભિનયને જોઇ દર્શકો તેમજ ટીકાકારો અવાક બની ગયા હતા. આ ફિલ્મ બાદ ઘણી બધી અભિનેત્રીઓ તેમને પોતાનો આદર્શ માને છે.

 

View this post on Instagram

 

A post shared by Bhanurekha (@rekha_the_actress) on

રેખાએ પોતાની ફિલ્મના કરિયરની શરૂઆત એક બાળ કલાકાર તરીકે તેલૂગુ ફિલ્મ રંગુલા રત્નમથી કરી હતી.રેખા નું પહેલું ફિલ્મ 1966માં બનેલું રંગુલા રત્નમ છે. તેણીએ 180થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે અત્યાર સુધીમાં ત્રણ વખત ફિલ્મફેર એવોર્ડસ મેળવ્યાં છે જેમાં બે વખત બેસ્ટ એક્ટ્રેસ અને એક વખત બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મેળવ્યો છે. ઉમરાવ જાન માટે બેસ્ટ એક્ટ્રેસ તરીકે નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

Loading...