Abtak Media Google News

દેશમાં ૩૦ રીજીયોનલ ઇ-એસેસમેન્ટ કેન્દ્ર સ્થાપિત કરશે સીબીડીટી

નવા ફેરફારોથી અધિકારીઓ અસમંજસની સ્થિતિમાં: કરદાતાઓનું એસેસમેન્ટ દેશનાં કોઇ પણ અધિકારી કરી શકશે, જેની માહિતી કરદાતાઓથી ગુપ્ત રખાશે

આવકવેરા વિભાગ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેકસીસ દ્વારા આવકવેરા વિભાગમાં ઘરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે. બીજી તરફ ફેસલેશ એસેસમેન્ટની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. સંપર્ક સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આવકવેરા વિભાગમાં થઇ રહેલા ભ્રષ્ટાચાર ને નાથવા અને કરદાતાઓને પ્રોત્સાહીત કરવા માટે સીબીડીટી દ્વારા ફેસલેશ પ્રક્રિયા પ્રોજેકટને અમલી બનાવ્યો છે, અને તેની અમલવારી પણ શરૂ કરવામાં આવી છે. પાયલોટ પ્રોજેકટ તરીકે શરૂ કરાયેલી કામગીરીમાં સફળતા મળ્યા બાદ હવે સમગ્ર ભારત વર્ષમાં લાગુ કરવામાં આવી રહી છે. કરદાતાઓએ એસેસમેન્ટ માટે આવકવેરા વિભાગની કચેરી ખાતે આવવું પડતું હતું, જો કે હવે ફીઝીકલી આવવાની જરૂરીયાત કરદાતાઓને રહેશે નહીં.

નવી પઘ્ધતિ પ્રમાણે કરદાતાઓનો કેસ કયા અધિકારી લડી રહ્યા છે. તેનો ખ્યાલ હવે નહિ આવી શકે બીજી તરફ બોર્ડે રીજીયોનલ એસેસમેન્ટ સેન્ટરો પણ ઉભા કરશે, જયાં કરદાતાઓનાં કેસને સ્ફટીનાઇઝ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડ તથા આવકવેરા વિભાગ દ્વારા કોઇપણ માહીતી ફીઝીકલ નહિ, પરંતુ ઇમેલ મારફતે આપવામાં આવશે જે કરદાતાઓએ જવાબ મેલ થકી જ આપવાનો રહેશે. ગત વર્ષે ૮ મુખ્ય શહેરોમાં પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો હતો. જયા સીબીડીટીને સફળતા મળતા સમગ્ર દેશમાં ફેશલેશ પ્રક્રિયાને અમલી બનાવી છે. પાયલોટ પ્રોજેકટમાં કરદાતાઓ તરફથી સારો પ્રતિભાવ મળ્યો હતો. જેથી ફેસલેશ પ્રોજેકટ અંતર્ગત ઇમેલ દ્વારા કરદાતાઓને નોટીસ મોકલાશે, કરદાતાઓ દ્વારા આપવામાં આવેલા જવાબ બાદ ૪ અલગ અલગ વિભાગો દ્વારા તેની ચકાસણી હાથ ધરાશે. બીજી તરફ અપીલમાં પડતર પડેલા કેસોનો પણ ત્વરીત નિરાકરણ થઇ શકશે, અને કરદાતાઓને ઉદભવિત થતા રિફંડ પ્રશ્ર્નોનું પણ નિરાકરણ લાવાશે. ઉલ્લેખનીય છે કે, નવી પઘ્ધતિ પ્રમાણે કરદાતાઓનો કેસ કયા અધિકારી લડી રહ્યા છે. તેનો ખ્યાલ હવે નહિ આવી શકે બીજી તરફ બોર્ડે રીજીયોનલ એસેસમેન્ટ સેન્ટરો પણ ઉભા કરશે, જયાં કરદાતાઓનાં કેસને સ્ફટીનાઇઝ કરવામાં આવશે.

ફેશલેસ એસેસમેન્ટ એટલે મોટાભાગની ’છટકબારીઓ’નો અંત: સીએ ટી આર દોશી

Vlcsnap 2020 08 18 17H22M09S505

સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ટી આર દોશીએ કહ્યું હતું કે અગાઉ તમામ કરદાતાઓ માટે એક ચોક્કસ જ્યૂરીડીકશન નક્કી કરવામાં આવ્યું હતું જેથી કરદાતાને ખ્યાલ રહેતો હતો કે તેમનું એસેસમેન્ટ ક્યાં અધિકારી કરી રહ્યા છે પરંતુ સરકારે સીબીડીટીને સાથે રાખીને એક નવી પદ્ધતિ ઘડી કાઢી છે જેમાં ફેસલેસ એસેસમેન્ટ પદ્ધતિ અમલી બનાવવામાં આખી છે કે જેના માધ્યમથી તમામ પ્રક્રિયા ફેસલેસ બનશે જેનાથી કોઈ પણ કરદાતાએ કોઈ પણ કચેરી ખાતે રિટર્ન ફાઇલ કરવા જવાની જરૂરિયાત રહેશે નહીં. કોઈ પણ સ્થળથી કોઈ પણ સમયે રિટર્ન ફાઇલની પ્રક્રિયાઓ કરી શકાશે જેની સામે હવે રાજકોટના કરદાતાનું એસેસમેન્ટ રાજકોટ કચેરીના જ અધિકારી કરે તે બાબત પણ રહેશે નહિ. હવે એવું પણ બની શકે કે રાજકોટના કોઈ કરદાતાનું એસેસમેન્ટ તામિલનાડુના અધિકારી કરતા હશે જેથી ઝીણવટભરી તપાસ થશે અને સંપૂર્ણ પ્રણાલી પારદર્શક બનશે. તેમણે કહ્યું હતું કે ફાયદાની સાથે ગેરફાયદો તો હોય જ છે તેવી જ રીતે હવે તમામ માહિતીઓ ઓનલાઇન જ મુકવાની છે અને જે અધિકારી એસેસમેન્ટ કરી રહ્યા છે તેઓ શું સમજ્યા છે તે અંગે કોઈ જ માહિતી નહિ હોય, તમામ બાબતો એકદમ ચોક્કસઈથી રજૂ કરવી પડશે અને જો તેમાં પણ અધિકારીને મુંજવણ થશે તો નોટિસનો જવાબ આપવા કરદાતા કે તેમના ચાર્ટર્ડ એકઉન્ટન્ટએ તૈયારી રાખવી પડશે. તેમણે અંતમાં કહ્યું હતું કે હવે અગાઉની જેમ છટકબારીઓ પણ રહેશે નહિ જે ફાયદાકારક સાબિત થશે અને નિર્ણયથી અધિકારીઓ તેમનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને કાર્યરત થઈ શકશે.

નવી પદ્ધતિ થકી આવકવેરા વિભાગમાં પારદર્શકતા આવશે: સીએ રાજેન્દ્રભાઇ રાવલ

Vlcsnap 2020 08 18 17H22M49S431

સીએ રાજેન્દ્રભાઇ રાવલે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સીબીડીટી અને સરકાર દ્વારા જે આવકવેરા વિભાગની પોલિસીમાં ફેરફાર કર્યા છે તેનાથી સાચા કરદાતાઓને પ્રોત્સાહિત કરાસે જ્યારે નવી પદ્ધતિ થકી આવકવેરા વિભાગમાં પારદર્શકતા આવશે . નવી પદ્ધતિ અનુસાર આવકવેરા વિભાગ ના બે તૃતિયાંશ અધિકારીઓ એસેસમેન્ટમાં રહેશે જ્યારે એક તૃતિયાંશ અધિકારીઓ આવકવેરા વિભાગની અન્ય કામગીરીમાં સંકળાયેલા રહેશે. નવી પદ્ધતિમાં સરકાર એ રાષ્ટ્રીય સ્તર પર એસેસમેન્ટ સેન્ટરો સ્થાપિત કરશે જ્યારે રેજીયોનાલ સ્તર પર ૩૦ સેન્ટરો ઉભા કરશે જેથી કામગીરીમાં સરળતા રહે. આ પદ્ધતિ મુજબ એસેસમેન્ટ કરતા અધિકારી અને કરદાતાઓ વચ્ચે કોઈ કોન્ટેક્ટ નહીં રહે. માત્ર ને માત્ર ઇન્ટરનેશનલ એસસેસમેન્ટ , સર્વે અને સર્ચની કામગીરી માજ કરદાતાઓ સીધાંજ અધિકારીઓ સાથે સંપર્કમાં રહેશે. આવકવેરા વિભાગમાં પારદર્શકતા ની સાથે સરકાર તરફનો ભરોસો પણ વધશે. ૨૫ સપ્ટેમ્બરથી સરકાર સીઆઇટી અપીલને પણ ફેસલેસ કરવા જઈ રહી છે, જેથી આવનારા સમયમાં ફેસલેસ થકી અપીલેટની કામગીરીમાં પણ વધારો નોંધાશે. આ નવી પદ્ધતિ થકી ઇન્વેસ્ટિગેશન વિંગને વધુ કર્મચારિયો અને અધિકારીઓ આપી તેમના કાર્યક્ષેત્રને વધુ વિકસિત કરી શકે છે. ચેલેન્જ એજ છે કે જો આ પદ્ધતિ યોગ્ય રીતે અમલી બનાવશે તો તેનો પૂરો ફાયદો મળી શકશે. ટેક્સ ક્ધસલ્ટન્ટ ની જગ્યા નહીં કપાયી પણ ટેક્સ ક્ધસલ્ટન્ટ એ ટેકનોલોજીનો ઉપયોગ પૂર્ણત: કરવો પડશે.

ઇન્કમટેક્ષમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા હેતુસર નિર્ણય આવકારદાયક: રણજીત લાલચંદાણી

Vlcsnap 2020 08 18 17H18M54S959

રાજકોટ ટેક્સ ક્ધસલ્ટન્ટ સોસાયટીના પ્રમુખ રણજિત લાલચંદાણીએ ફેસલેસ એસેસમેન્ટ પદ્ધતિની પરિભાષા આપતા કહ્યું હતું કે એક ખૂબ સારી પદ્ધતિ અમલમાં આવી છે. ઇ એસેસમેન્ટની પ્રક્રિયા તો ૩ વર્ષ પહેલા જ અમલી બની ગઈ હતી, જેમાં લોકલ અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવતી હતી. નવી પદ્ધતિમાં સરકારે એક સેન્ટ્રલ યુનિટનું ગઠન કર્યું છે જે દિલ્હી ખાતે રહેશે. સેન્ટ્રલ યુનિટ હેઠળ ૩૦ સબ યુનિટનું ગઠન કરાયું છે. દરેક સબ યુનિટમાં એક કમિશ્નર, જોઈન્ટ કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર અને ઇન્કમટેક્સ ઓફિસરની નિયુક્તિ કરવામાં આવનાર છે. જ્યારે કોઈ કરદાતા કર ભરવા માટે એપ્લિકેશન મુકશે તો તે પ્રથમ સેન્ટ્રલ યુનિટ પાસે જશે. ત્યારબાદ સેન્ટ્રલ યુનિટ સમગ્ર દેશ સ્તરે કોઈ પણ અધિકારીને તમારી એપ્લિકેશન મોકલશે. પછી જ્યારે કરદાતા કર ભરવા તમામ પ્રક્રિયા પૂર્ણ કરશે અને જે તે અધિકારી તેનું અવલોકન કરશે અને તેમાં જો કોઈ ત્રુટી જણાશે તો એ અધિકારી ફરીવાર શો કોઝ નોટિસ સેન્ટ્રલ યુનિટને મોકલશે અને યુનિટ કરદાતાને ખુલાસો કરવા જણાવશે જેથી કરદાતાને ખ્યાલ જ નહીં હોય કે તેનું એસેસમેન્ટ ક્યાં યુનિટ ખાતે થઈ રહ્યું છે અને કયો અધિકારી કરી રહ્યો છે જેથી સંપૂર્ણ પારદર્શિતા આવશે. કરદાતા પોતાની જે ઇન્કમ બતાવશે તેમાં તમામ માહિતીનું અવલોકન કરવામાં આવશે. કરદાતાએ કરેલા તમામ ખર્ચોની માહિતી અગાઉ જ તેમની પાસે ઉપલબ્ધ હશે. આ પદ્ધતિમાં એક ટેક્નિકલ યુનિટનું પણ ગઠન કરવામાં આવ્યું છે જે ટેક્નિકલ બાબતોનું ધ્યાન રાખશે. કરદાતાઓ માટે આ પદ્ધતિ આશીર્વાદરૂપ સાબિત થશે પરંતુ ટેક્સ ક્ધસલ્ટન્ટ તેમજ એડવોકેટ્સે હવે અપગ્રેડેડ રહેવું પડશે કેમકે જો કોઈ નવો નિયમ આવે તો તરત જ તેનું જ્ઞાન મેળવી તેમના કરદાતાઓને તે અંગે જાગૃત કરવા પડશે.  તેમણે પડકાર વિશે કહ્યું હતું કે અગાઉ કોઈ પણ એસેસમેન્ટ ફિઝિકલ રજૂ થતા હતા જેથી અધિકારીને જે કોઈ પણ શંકા હોય તે તરત જ પૂછીને નિવારણ કરી શકતા હતા પરંતુ હવે એ બાબત શક્ય નહિ બને કેમકે જે અધિકારી એસેસમેન્ટ કરતા હશે તે અંગેની માહિતી કરદાતા પાસે નહીં હોય જેથી લેખિત વ્યવહારમાં અસમંજશ ઉભી થવાની સંપૂર્ણ શક્યતાઓ છે પરંતુ ટ્રીબ્યુનલ ફેસલેસ નહિ હોવાથી તેમાં રાહત મળી શકશે. તેમણે કહ્યું હતું કે અગાઉ જે રીતે ઇ એસેસમેન્ટમાં ફિઝિકલ એસેસમેન્ટનો વિકલ્પ આપવામાં આવતો હતો તે જ રીતે આ પદ્ધતિમાં આ પ્રકારનો વિકલ્પ આપવો અનિવાર્ય છે જેથી જે તે અધિકારીને મૌખિક સમજાવી શકાય અને અસમંજસ ઉભી થાય નહીં.

સરકાર અને કરદાતા બંને તરફથી સંપૂર્ણ પારદર્શિતા રહેશે તો જ પદ્ધતિ કારગર નીવડશે: જતિનભાઈ ભટ્ટ

Vlcsnap 2020 08 18 17H20M27S604

ટેક્સ ક્ધસલ્ટન્ટ જતીનભાઈ ભટ્ટે કહ્યું હતું કે ફેસલેસ પદ્ધતિ એટલે સામાન્યથી સામાન્ય માણસે આઈટી રિટર્ન માટે કોઈ પણ સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે કે કોઈ હેરાનગતિનો સામનો નહીં કરવો પડે. આઇટી રિટર્નની તમામ પ્રક્રિયાઓ હવે ઓનલાઇન જ થશે. કોઈ પણ કરદાતા તેની અનુકૂળતાએ ગમે તે સ્થળેથી રિટર્ન ફાઇલ કરી શકશે. તેમજ કોરોના મહામારી સમયે જ્યારે સોશ્યલ ડિસ્ટન્સની તાતી જરૂરિયાત છે ત્યારે આ નિર્ણય ખૂબ હિતાવહ સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે અગાઉ અમે જ્યારે રિટર્ન ફાઇલ કરતા હતા ત્યારે અમારું થોડું ધ્યાન ઓનલાઈનમાં હોય અને થોડું ધ્યાન ઇન્કમટેક્સ કચેરી ખાતે હોય કેમકે ખબર જ ન રહેતી કે ક્યારે કચેરી ખાતે જવું પડશે જેથી ધ્યાન કેન્દ્રિત કરી શકાતું ન હતું પરંતુ હવે અમે અમારું કામ સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરીને કરી શકીશું અને તેમાં પણ હવે કોઈ સમય મર્યાદા નથી. અગાઉ સાંજે ૬ વાગ્યાની ડેડલાઇન રહેતી કે એ પહેલા કચેરી ખાતે પહોંચવાનું રહેતું હતું પણ હવે કોઈ ડેડલાઈન નથી. ગમે તે સમયે રિટર્ન ફાઇલ કરી શકાશે જે ખૂબ મોટું હકરાત્મક વલણ છે. તેમણે પડકાર વિશે કહ્યું હતું કે અગાઉ જે રીતે અમે અમુક મુદ્દા અધિકારીને સમજાય નહિ તો મૌખિક રીતે સમજાવી શકતા હતા તે હવે થઈ શકશે નહીં કેમકે ક્યાં અધિકારી એસેસમેન્ટ કરી રહ્યા તેની કોઈ પણ જાતની માહિતી અમારી પાસે હશે જ નહિ. કોઈ જટિલ મુદ્દો હશે તો કરદાતાએ સચોટ માહિતી રજૂ કરવી પડશે અને અધિકારીએ પણ તટસ્થ રહીને એસેસમેન્ટ કરવું પડશે અને તેમાં સરકાર તરફથી સંપૂર્ણ પારદર્શિતા રાખવી પડશે અને કરદાતા તરફથી પણ સંપૂર્ણ પારદર્શિતા રહેશે તો જ ખરું એસેસમેન્ટ થઈ શકશે.

ફેશલેસ થકી કેસની પેંડેન્સીમાં ઘટાડો જોવા મળશે: સીએ વિનય સાકરીયા

Vlcsnap 2020 08 18 17H23M21S705

કેન્દ્ર સરકાર દ્વારા જે અવકવેરામાં ધડમૂળ થી જે ફેરકાર કર્યા છે તેનાથી જે કેસ લાંબા સમયથી પડતર હતા તેમાં ઘટાડો જોવા મળશે. લિટીગેસન કેસોનો પણ ત્વરિત નિકાલ જોવા મળશે. અપીલના કેસો જે બે વર્ષ નો સમય લાગતો હતો તેમાં પણ ઘટાડો જોવા મળશે.ફેસલેસ થતા ટેક્સ ક્ધસલ્ટન્ટ, કરદાતાઓએ ટેકનોલોજી નો ઉપયોગ પણ કરવો પડશે. નવા નિયમો થકી યોગ્ય કરદાતાઓ ને ખૂબ સારો ફાયદો પહોંચશે. અને કોઈ પણ ખોટા લિટીગેસનમાં ફસાસે નહીં. ખોટા કર થી કરદાતાઓ મુંજાયેલા હતા તેમાંથી પણ તેવોને મુક્તિ મળશે. નવી પદ્ધતિ ટેક્નિકલ ગ્રાઉન્ડ ઉપર ચાલશે જે થી સરકાર જો ટેકનીકલી કોઈ પ્રસન્ન ઉદ્ભવીત નહીં થવાદે તો આ નવી પ્રણાલી અત્યંત કારગત નીવડશે. બેકહેન્ડ સપોર્ટ પણ એટલોજ જરૂરી છે. આ નવી નીતિમાં જે ખરા અર્થમાં કરદાતાઓ તેમનો કર નિયત રીતે ભરતા હતા તેવો ને કોઈ તકલીફ નહીં પડે જેથી હોવી ખોટા કે પોતાની ઓછી આવક બતાવતા હોઈ તેવા કરદાતાઓ છટકી નહીં શકે. સરકાર આ નવી નીતિ થકી કારદાતાઓનો ભરોસો પણ જીતશે. પરંતુ નવી પદ્ધતિ પ્રમાણે જે અધિકારી કરદાતાઓને અસેસ કરતો હોય અને જો ભાષા વર્ણક્યુલર ભાષામાં અનુવાદ નહીં કરાયી તો તે તકલીફ ઊભી કરી શકે છે. ટેક્સ ક્ધસલ્ટન્ટ ની ભૂમિકામાં ફેર પડશે અને તે હવે એડવાઇસરી ભૂમિકામાં આવશે જેથી તેમના કાર્યક્ષેત્રમાં ઘટાડો જોવા મળશે. અંત માં સરકાર દવારા અમલી બનાવામાં આવેલી નવી પદ્ધતિ અત્યંત ફાયદારૂપ સાબિત થશે કરદાતાઓને.

કરદાતા દુનિયાના ગમે તે છેડેથી રિટર્ન ફાઇલ કરી શકશે: નિકુંજભાઈ ધોળકિયા

Vlcsnap 2020 08 18 17H20M11S566

ટેક્સ ક્ધસલ્ટન્ટ નિકુંજભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું કે હાલ સુધી કરદાતાએ કચેરી ખાતે જઈને, અધિકારીનો સમય લઈને રિટર્ન ફાઇલ કરવાનું રહેતું હતું જેમાં અધિકારીને સમજાવવા, વિસંગગતાઓ વર્ણવવી, સમય મર્યાદા સહિતની સમસ્યાઓ હતી પરંતુ હવે જે પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે તેમાં કોઈ મર્યાદા નથી કેમકે કરદાતા ગમે તે સમયે, દુનિયાના કોઈ પણ છેડેથી રિટર્ન ફાઇલ કરી શકશે. નાની નાની બાબતો માટે જ્યારે કરદાતાઓને કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા તે ધક્કા હવે નહિ ખાવા પડે કેમકે તમામ પ્રક્રિયા હવે ફેસલેસ કરી દેવામાં આવી છે. અગાઉ કોઈપણ કેસમાં જે તે અધિકારી તેમની સમજણ તેમજ તેઓ જે સમજ્યા તેને કેન્દ્રમાં રાખીને વ્યક્તિગત નિર્ણય કરતા હતા પરંતુ હવે કોઈ વ્યક્તિ નિર્ણય નહિ કરે પરંતુ સમગ્ર યુનિટનો નિર્ણય હશે જેથી વિસંગગતા રહેવાની શકયતા ખૂબ ઓછી રહેશે. તેમણે કહ્યું હતું કે આ પદ્ધતિ અમલી બનાવવા પાછળ હેતુ અંગે કહ્યું હતું કે નાના નાના કરદાતાઓને સમસ્યા પડતી હતી તે સમસ્યા દૂર થાય તે આશયથી નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ જે ભ્રષ્ટાચાર થતો હતો તે ભ્રષ્ટાચાર દૂર થાય તે હેતુ પણ આ નિર્ણય પાછળ જવાબદાર હોય શકે જેથી સંપૂર્ણ વ્યવહાર પારદર્શી બની શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.