Abtak Media Google News

ફેસબુક સીઇઓ માર્કઝુકરબર્ગ આવતીકાલે યુરોપની સંસદમાં હાજર થશે

કરોડો યુઝર્સના ડેટા લીક થયા બાદ ફેસબુક ભારે વિવાદોમાં સપડાઇ છે.  ફેસબુક કંપનીના સીઇઓ માર્ક ઝુકર બર્ગે આ ડેટા લીક મુદ્દે ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકાની સંસદમાં ડેટાલીક મુદ્દે માર્ક ઝુકર બર્ગનું પરીક્ષણ થયા બાદ હવે, યુરોપની સંસદમાં પરીક્ષણ થવાનું છે. યુરોપીયન પાર્લામેન્ટમાં માર્ક ઝુકરબર્ગ હાજર રહેશે અને આ દરમિયાનની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

એક અધિકારીએ આ વિશે માહીતી આપતા જણાવ્યું હતું કે ફેસબુક સીઇઓ માર્ક ઝુકર બર્ગને યુરોપીયન સંસદમાં હાજરી આપવા આમંત્રણ અપાયું છે. તેઓ મંગળવારના રોજ સંસદમાં હાજર રહેશે અને ડેટા લીંક મુદ્દે સંસદના વરીષ્ઠ સભ્યોના પ્રશ્ર્નોના જવાબ આપશે. આ માર્ક ઝુકરબર્ગ સાથેની આ મુલાકાત પહેલા બંધબારણે યોજવાનું નકકી થયું હતું. પરંતુ ફેસબુકના ડેટા ચોરી મામલે લોકો પર માહીતી મેળવે એ પર સંસદીય સભ્યોએ ભાર મુકતા હવે માર્ક ઝુકર બર્ગ સાથેની વાતચીતનું લાઇવ સ્ટીમીંગ થશે.

યુરોપીયન સંસદના સભ્ય એન્ટોનીયો તજાનીએ ટવીટર પર માહીતી આપી જણાવ્યું કે મેં ફેસબુક સીઇઓ માર્ક ઝુકર બર્ગ સાથે વાત કરી છે અને સંસદમાં વાતચીત દરમિયાનનું જીવંત પ્રસારણ કરવામાં તેઓ સહમત થયા છે મને એ જણાવતા સુખી થાય છે કે માર્ક ઝુકર બર્ર્ગે આ નવી શરત પણ માની લીધી છે. જે યુરોપીયન લોકો માટે સારા સમાચાર છે.

ઉલ્લેખનીય છે કે થોડા માસ અગાઉ ફેસબુકનું ડેટા ચોરી કૌભાંડ પ્રકાશમાં આવતા સમગ્ર વિશ્ર્વમાં ખળભળાટ મચી ગયો હતો. ફેસબુક કંપનીની બેદરકારીને પગલે કરોડો યુઝર્સના ડેટા લીક થતા અનેક પ્રશ્ર્નો ઉભા થયા હતા. જો કે, આ મામલે માર્ક ઝુકરબર્ગ માફી પણ માંગી હતી અને આ પ્રકરણ ફરી પાછું ન દોહરાય તે માટે યોગ્ય પગલા લેવા પણ કહ્યું હતું.

યુરોપીયન સંસદ માર્ક ઝુકરબર્ગ સાથે મંગળવારે સાંજના સમયે ૬.૧૫ વાગ્યાથી ૭.૩૦ વાગ્યા સુધી વાતચીત કરશે અને યુઝર્સના ડેટા સુરક્ષીત મુદ્દે માર્ક ઝુકરબર્ગ પાસે વિગતો માંગશે. આ ઉપરાંત સંસદીત લીડર એન્ટોનીયો તજાની માર્ક ઝુકરબર્ગ સાથે ખાનગી મુલાકાત પણ કરશે.

ગુગલ અને ફેસબુકને સેક્સ અબ્યુસ વીડિયો બદલ દંડ ફટકારાયો

સોશ્યલ મિડીયા (સાઇટો) પર યૌન અપરાધ, સેકસ અલ્યુસ વિડીયોને લઇ સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ અપનાવ્યું છે. ગુગલ, ફેસબુક જેવી મોટી કંપનીઓને સુપ્રીમ કોર્ટે આવા અભદ્ર વિડીયો હટાવવા આદેશ કર્યો હતો અને આ મુદ્દે જવાબ આપવા કહ્યું હતું પરંતુ ગુગલ, ફેસબુકે જવાબ ન આપતા દરેકને સુપ્રીમ કોર્ટે રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે.

ન્યાયાધીશ મદન બી. લોકુર અને યુયુ લલીતની ખંડપીઠે કહ્યું કે, યાહુ, ફેસબુક  આયલેન્ડ, ફેસબુક ઇન્ડિયા, ગુગલ ઇન્ડિયા, ગુગલ ઇન્ક, માઇફોસોફટ અને વોટસઅપને નોટીસ ફટકારાઇ  હતી અને વિશેષ આદેશ અપાયા હતા. તેમ છતાં આ કંપનીઓએ અભદ્ર વિડીયોની સંબંધમાં ઉપાયોની કોઇ  જાણકારી કે જવાબ આપ્યો નથી.

ન્યાયાધીશોની ખંડપીઠે આ તમામ કંપનીઓને ૧પ જુન સુધીમાં એફીડેવીડ દાખલ કરવા જણાવ્યું છે અને અભદ્ર વિડીયો બ્લોક કરવા તેઓએ શું કર્યુ છે ? તેને લઇ જવાબ માંગ્યો છે આ ઉપરાંત નીયત સમયમાં ફિકસ રાશિ  જમા કરાવ પણ આદેશ કર્યો છે.

ઉલ્લેખનય છે કે  ૧૬ એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે ફેસબુક, ગુગલ, માઇક્રોસોફટ, વોટસઅપને અભદ્ર વિડીયો હટાવવા મામલે આદેશ કર્યો હતો. અને સમીતી રીપોર્ટમાં જણાવેલ ભલામણો વિશે કંપનીઓ પાસેથી તેમની રાય માંગી હતી. પરંતુ એકેય કંપનીએ આદેશનું પાલન કરતા દરેક કંપની પર કોર્ટે ૧ લાખ ‚પિયાનો દંડ ફટકાર્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.