Abtak Media Google News

સૌથી મોટી સોશિયલ મીડિયા વેબસાઈટ ફેસબુક પર સુસાઈડનો લાઈવ બ્રોડકાસ્ટ થતો હોવાની કેટલીક ઘટનાઓ બાદ ફેસબુકએ જાહેરાત કરી છે કે, તે ૪,૫૦૦ લોકોની રીવ્યુ ટીમમાં ૩,૦૦૦ નવા લોકોને ભરતી કરશે. આ પ્રકારે ટીમ વધીને ૭,૫૦૦ લોકોની થઇ જશે. આ મુદ્દા પર રીવ્યુ ટીમ કાયદો લાગુ કરનાર એજન્સીઓ સાથે મળીને કામ કરશે. ફેસબુક કો-ફાઉન્ડર તેમજ સીઈઓ માર્ક ઝુકરબર્ગે પોતાનાં સ્ટેટ્સમાં લખ્યું, ‘છેલ્લા કેટલાક સપ્તાહમાં, અમે જોયું છે કે ફેસબુક પર લોકો ખુદ અને બીજાને નુકસાન પહોંચાડી રહ્યા છે.’ આ ઘટનાઓને લાઈવ અથવા વિડીયો દ્વારા બતાવવામાં આવ્યો છે. આ ઘણું જ પીડાદાયક છે અને હું જણાવું કે, અમે સમાજ માટે શ્રેષ્ઠ કરવા માંગીએ છીએ.

ઝુકરબર્ગે આગળ લખ્યું છે કે, ‘આગામી એક વર્ષમાં અમે દુનિયાભરમાં હાજર પોતાની કમ્યુનિટી ટીમમાં ૩,૦૦૦ નવા લોકોને ભરતી કરશે. આ ટીમ અમે દરેક સપ્તાહમાં મળતા લાખો રીપોર્ટનો રીવ્યુ કરશે. વર્તમાનમાં તેની સંખ્યા ૪,૫૦૦ છે.’ તેઓએ કહ્યું છે કે, અમે સ્થાનીય કમ્યુનિટી ગ્રુપ અને વિધિ-પ્રવર્તન એજન્સીઓની સાથે જરૂરિયાતમંદોની મદદ માટે કામ કરતા રહેશે. છેલ્લા એક વર્ષમાં કેટલીક હિંસક ઘટનાઓ અને સુસાઈડ ફેસબુક પર લાઈવ બ્રોડકાસ્ટ થયું છે. ભારતમાં જ ગયા વર્ષે એપ્રિલમાં એક યુવકે મુંબઈમાં તાજ લેન્ડ હોટલના ૧૯મા ફ્લોર પરથી છલાંગ લગાવી હતી અને આ ઘટનાને ફેસબુક પર લાઈવ કરી હતી. એપ્રિલમાં જ અમેરિકા અને થાઈલેન્ડથી પણ આ પ્રકારની ખબરો આવી હતી.

છેલ્લા કેટલાક દિવસોમાં થાઈલેન્ડમાં એક વાત સામે આવી હતી. હોટલની છત પર ફેસબુક લાઈવ કરતા સમયે એક પિતાનાં હાથથી તેની ૧૧ માસની પુત્રી સરકી ગયા બાદ તેનું મૌત થઇ ગયું હતું. આ અકસ્માત થયા બાદ પિતાએ પણ સુસાઈડ કરી લીધું હતું. તે બાળકીની મૃત્યુવાળો ફેસબુક લાઈવ વિડીયો પિતાની પ્રોફાઈલ પર લગભગ ૨૪ કલાક સુધી રહ્યો હતો, જોકે, ઘટનાનાં એક દિવસ બાદ તેને ફેસબુક પરથી હટાવવામાં આવ્યો હતો. ૨૦ વર્ષના પિતા વુટ્ટીસન વોન્ગ્ટેલ સાથે થયેલ અકસ્માતની ૪ મિનીટનો આ વિડીયો ઝડપથી સોશિયલ મીડિયા પર ફેલાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.