Abtak Media Google News

ફેસબુકે પોતાના યુઝર્સને વધુ ને વધુ સારી સર્વિસ મળે તે માટે રોજ નવા નવા બદલાવ કરી રહ્યું છે. ફેશબૂક પર અત્યાર સુધીની સૌથી મોટી સમસ્યા હતી કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ યુઝર્સનો ડિસ્પ્લે પીકચર ડાઉનલોડ કરી શકતા હતા. પરંતુ હવે આ નહીં થઈ શકે કેમકે ફકબૂકે યુઝર્સની પ્રોફાઇલ ફોટોને સિકયોર કરવા માટે એક નવું ટુલ લોન્ચ કર્યું છે. આ ટુલથી યુઝર્સ પોતાના ફોટો પર પ્રાઈવસી લગાવવાનો ઓપ્શન મળે છે એટ્લે કે તમારી પ્રોફાઇલ ફોટો તેમજ કવર ફોટો માટે યુઝર્સ સેટિંગ તમે સેટિંગ કરી શકો છો કે તમારો ફોટો કોણ ડાઉનલોડ અને શેર કરી  શકે છે કોણ નહીં. પરંતુ ટૂક સમયમાં દુનિયાભરના તમામ દેશોમાં લોન્ચ કરવામાં આવશે. આ ખાસ ટુલને કેટલીક સંસ્થાઓની મદદથી ડેવલપ કરવામાં આવ્યું છે. જેથી ફકબૂક યુઝર્સ સેફ રહી શકે અને તેમના ફોટોઝ કોઈ મિસયુઝડ ના કરી શકે. ફેસબુકના બીજા યુઝર્સ તમારી પ્રોફાઇલ ફોટો ડાઉનલોડ નહીં કરી શકે અને મેસેંજર પર શેર પણ નહીં કરી શકે. જે યુઝર્સ તમારા ફ્રેન્ડ નથી તે તેમણે પોતાની સાથે ટૅગ નહીં કરી શકે. આ સિવાય પ્રોફાઇલ ફોટોનો સ્ક્રીનશૉટ લેનારને પણ ફેસબુક રોકશે. ફેકબૂક આ ફીચર્સને એંડરોઈડ ડિવાઇસ પર ટ્રાય કરી રહ્યું છે. સાથે જ ફેસબુક તમારી પ્રોફાઇલ પર બ્લૂ બોર્ડર શિલ્ડ પણ લગાવશે તેથી ફોટો સિકયોર રહી શકે અને દૂર ઉપયોગ ન થઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.