Abtak Media Google News

બુધવારે મોડી રાતથી facebook, Whatsapp અને instagramનું વૈશ્વિક સર્વર ડાઉન થયું છે.આ સાથે વિશ્વના કરોડો યુઝર્સ અટવાયા છે. facebook,Whatsapp અને instagram યુઝર્સ ફોટો વિડિયો અપલોડ કરી શકતા નથી અને લાઈક કોમેન્ટ સહિતના ફીચર્સનો ઉપયોગ પણ કરી શકતા નથી.

રાત્રે આશરે 9.30 વાગ્યાથી ફેસબુક ડાઉન છે. અમુક યૂઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે તેઓ કોઈ પણ પોસ્ટ પર ઇમોજી નથી મોકલી શકતા. ફેસબુક તરફથી કહેવામાં આવ્યું છે કે તેમને આ સમસ્યા અંગે જાણ છે તેમજ તેઓ આ સમસ્યાને ઝડપથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ ફેસબુક તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સાયબર અટેક નથી.એટલું જ નહીં અમુક યૂઝર્સે ફોનમાં તકલિફ હોવાનું માનીને એપ્લિકેશન રિમૂવ કરી હતી. આ લોકો ફરીથી તેમના એકાઉન્ટમાં લોગીન નથી ખરી શકતા.
ટ્વિટર પર ફેસબુક યૂઝર્સે જણાવ્યું કે તેઓ તસવીર અપલોડ નથી કરી શકતા, એટલું જ નહીં પહેલાથી હયાત હોય તેવી તસવીરો બદલી પણ નથી શકતા.


અમુક યૂઝર્સ કહી રહ્યા છે કે ફેસબુક,વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ બંને ડાઉન છે. સાથે અમુક યૂઝર્સે એવું પણ લખ્યું છે કે ટ્વિટર હંમેશા ચાલુ રહે છે તે ક્યારેય બંધ નથી થતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.