Abtak Media Google News

ડેટા ચોરી અને ફેક ન્યુઝ દેશની સૌથી ગંભીર સમસ્યા બની ચુકી છે ત્યારે કરોડો યુઝર્સ પ્રાઈવસીના પ્રશ્નો વિના ઓનલાઈન ડેટા ટ્રાન્સફર કરી શકે તે માટે ફેસબુક, ગુગલ, માઈક્રોસોફટ અને ટવીટર જેવી સોશિયલ મિડીયા જાયન્ટ કંપનીઓએ હાથ મિલાવ્યા છે. ડેટા ટ્રાન્સફર પ્રોજેકટ અંતર્ગત યુઝર્સ ઈન્ક્રીપ્શનની મદદથી એક સર્વિસથી બીજી સર્વિસમાં આસાનીથી ડેટા ટ્રાન્સફર કરી શકશે.

કેમ્બ્રીજ એનાલીટીકા બાદ ડેટા ટ્રાન્સફર ખુબ જ ચર્ચાસ્પદ મુદ્દો રહ્યો હતો ત્યારે ડેટા ટ્રાન્સફર પ્રોજેકટથી દરેકના યુનીક ડેટાને સેટીંગ્સ અને પ્રાઈવસી કંટ્રોલ મળશે જેવી રીતે તમે કોઈપણ એપ્લીકેશનમાંથી સોશિયલ મિડીયા નેટવર્કમાં ડેટા મોકલી શકો છો એ રીતે ફિટનેસ એપથી તમારા વર્કઆઉટ પણ ટ્રેક કરી શકો છો. પ્લેટફોર્મ પરની તમામ માહિતી સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરી શકાશે.

વોટસએપમાં એક મેસેજ પાંચને જ ફોરવર્ડ કરી શકાશે

Untitled 1 54ફેસબુક ઈનકોર્પોરેશન વોટસએપ ફોરવર્ડીંગ મેસજની સંખ્યાને મર્યાદિત કરવા માટે ટેસ્ટીંગ કરી રહ્યું છે. ફેક ન્યુઝ જેવા દુષણો સામે વોટસએપ હવે ચેટબાંધણું કરશે. સૌપ્રથમવાર ભારતીય વોટસએપ યુઝરો માટે નવી સિસ્ટમ ડેવલોપ કરવામાં આવી છે. જેથી એક મેસેજ ફકત પાંચ લોકોને જ ફોરવર્ડ કરી શકાશે. કારણકે વિશ્વના કોઈપણ દેશોની સરખામણીએ ભારતીય લોકો સૌથી વધુ મેસેજ ફોરવર્ડ કરે છે.

ભારતમાં ઉશ્કેરણીજનક મેસેજોના કારણે ટોળા દ્વારા મારપીટ અને હત્યાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ૨૦ કરોડ યુઝર્સ સાથે ભારત સૌથી મોટુ માર્કેટ છે ત્યારે સરકારે પણ અફવાઓ અને સોશિયલ મીડિયાને લોકશાહીની જવાબદારી ગણાવી છે ત્યારે ફેક ન્યુઝને વાયરલ કરતા વાયરસને અટકાવવા વોટસએપ ચેટબાંધણું કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.