Abtak Media Google News

કોઇપણ ચાર્જિસ વગર એડ્રેસ પરથી ચશ્મા મેળવી રીપેર કરી પરત પણ કરી અપાશે

હાલના સમયમાં સમગ્ર વિશ્ર્વ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે આ સમયે ગુજરાતની પ્રખ્યાત એચએનકે બ્રાન્ડના સહયોગથી આઇપોસ્ટ દ્વારા વિનામૂલ્યે કોરોના વોરિયર્સ માટે જેમને નજીકના નંબર હોય અથવા બેતાલા ચશ્માની જરુર હોય તેવા તમામ વિનામૂલ્યે નવા ચશ્માં આપવામા આવશે.

તેમજ આઇપોસ્ટ દ્વારા નાગરીકો માટે ચશ્માની ભાંગતૂટ થઇ હોઇ, ચશ્માની સર્વિસ ની જ‚રીયાત હોઇ તો આ સંજોગોમાં પણ કલેકટરની મંજુરીથી ચાર્જીસ વિના એડ્રેસ પરથી ચશ્મા લઇ જશે તથા રીપેર કરીને પરત પણ આપી જશે.

આઇપોસ્ટના સંચાલક મુકેશભાઇ કામાણી ના જણાવ્યા અનુસાર હાલના લોકડાઉન ના સમયગાળામાં લોકો મોબાઇલ, ટી.વી., નો ઉપયોગ વધુ કરતા હોઇ છે આથી આંખને નુકશાન થવાની સંભાવના રહે છે આથી લોકોની આંખના રક્ષણ માટે ર૪ કલાક કામ કરવા તૈયાર છીએ. કોઇપણ વ્યકિતને ચશ્મા રીપેર કરાવવાના હોઇ અથવા કોરોના સામેની જંગમાં ઝઝુમી રહેલા આપણા પોલીસ સાથી, હોસ્૫િટલના સ્ટાફ, કલેકટર કચેરી, કોર્પોરેશન સેવાકીય સંસ્થા, ન્યુઝ મીડીયાના કર્મચારીઓ જેમને નજીકના નંબર અથવા બેતાલાની જરુર હોઇ તો આઇપોસ્ટ ના હેલ્પલાઇન નં. ૮૦૦૦ ૬૦૦૦ ૪૧ અને ૮૦૦૦ ૪૦૦૦ ૧૦ ઉપર વિગતો જણાવવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.