Abtak Media Google News
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા મોટી કુંકાવાવમાં નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો
ર૮૦ દર્દીઓએ લાભ લીધો, ૩પ દર્દીઓના મોતીયાના ઓપરેશન અને નેત્રમણી આરોપણ તા.૩ અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિના ઉપક્રમે અને નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલીત સુદર્શન નેત્રાલય અમરેલી તથા લાયન્સ ક્લબ ઓફ અમરેલી (રોયલ)ના સહયોય થી આજે મોટી કુંકાવાવમાં નેત્રનિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો હતો.
કેમ્પની શરૂઆત વસંતભાઇ મોવલીયા હસ્તે દીપ પ્રાગટ્યથી કરાઇ હતી. જેમાં ર૮૦ જેટલા દર્દીઓનું નિદાન કરવામાં આવ્યુ હતું જ્યારે ૩પ જેટલા દર્દીઓને મોતીયાના ઓપરેશનની જરૂર જણાતા સુદર્શન નેત્રાલય અમરેલી ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
સવારે ૮ વાગ્યા થી બપોરના ૧ર વાગ્યાથી વ્રજ વિદ્યાલયમાં કેમ્પ યોજાયો હતો નિષ્ણાંત ડોક્ટરોએ દર્દીઓની તબીબી ચકાસણી કરી હતી. ઓપરેશનની જરૂર વાળા તમામ દર્દીઓને અલગ તારવવામાં આવ્યા હતાં. નિદાન, સારવાર તથા ઓપરેશનની તમામ તબીબી સવલતો વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે. નેત્ર મણી પણ વિના મૂલ્યે બેસાડવાની સેવા કરવામાં આવી છે. જે દર્દીઓને જરૂર છે તેને નંબરવાળા ચશ્માં પણ રાહત ભાવે બનાવી આપવામાં આવશે તેમ લાયન્સ કલબના હિતેષ એમ. આગોલાએ જણાવ્યુ હતું.
નેત્ર નિદાન અને સારવાર કેમ્પને સફળ બનાવવા લાયન્સ ક્લબ ઓફ અમરેલી (રોયલ)ના હિતેશ આગોલા, જયસુખ ઢોલરીયા, અરવિંદ ઢોલરીયા, અશ્વિન ખુંટ, ભીમજી વાડદોરીયા, મનિષ ભેંસાણીયા, કૌશિક મકવાણા, નિરવ સખવાલા, મનસુખભાઈ સોરઠીયા, હિરલબેન કાનપરીયા, વૈશાલીબેન લાખાણી અને રિધ્ધીબેન રામાણી, જયદિપભાઇ વાળા, ભૂપતભાઇ, મયુરભાઇ તેમજ વ્રજ વિદ્યાલયના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.