Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સખત પોલીસીની રચના કરતું અમેરિકા

અભ્યાસ માટે અમેરિકા જવા ઈચ્છુકો માટે માઠા સમાચાર સમાન ફાઈનલ પોલીસી અમેરિકન સરકારે જાહેર કરી છે. આ પોલીસીની અમલવારી બાદ યુ.એસ સ્ટે ગ્રાન્ટ મેળવનારાઓની અવધી પૂર્ણ થઈ નથી. તેઓ પણ ગેરકાયદેસર રહેવાસી ગણવામાં આવશે.

ઈમીગ્રેશન અંગે વિવાદો સર્જાતા નવી પોલીસીની રચના કરવામાં આવી છે. અનલોકુલ પ્રેસેન્સના નિયત અંતર્ગત વિદેશી રહેવાસીઓને ઝડપથી અમેરિકા છોડવા માટેની સુચના અપાઈ છે. આમ ન કરનારાઓને અમેરિકામાં ૩ થી ૧૦ વર્ષ સુધી પ્રવેશ નિશેધ કરવામાં આવશે.

ચીન બાદ સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરે છે. હાલ કુલ ૧.૮૬ લાખ વિદ્યાર્થીઓ અમેરિકામાં છે. નિશ્ચીત કરેલી સમય મર્યાદા મુજબ જ વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે જો વિદ્યાર્થી સંસ્થામાં પુરતો સમય નહીં આપે અથવા કોર્ષ પૂર્ણ થયા બાદ પણ અમેરિકામાં રહેશે તો તેના ઉપર પણ કડક પગલા લેવામાં આવશે.

જોકે ડ્રાફટ પોલીસીની સરખામણીએ થોડી હળવાશ રાખવામાં આવી છે. આ પૂર્વ અમુક વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા હિંસા ફેલાવવાના પ્રયાસો અને નિયમો ભંગ કરવાથી આ પોલીસીની રચના કરવામાં આવી છે. જે વિદ્યાર્થીએ પ્રેકટીસ ટ્રેનિંગમાં હોય છે તેઓ પણ હિંસાત્મક વર્તારો કરે છે. જેથી શિક્ષણ સંસ્થાઓના નામ પણ બદનામ થાય છે માટે અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પોલીસી સખ્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.