Abtak Media Google News

પરિક્રમા દરમિયાન ૩૦ વધારાની બસો મુકાશે: ૧૫ ડિસેમ્બર સુધી વધારાની બસો દોડાવાશે

ગરીબ અને મધ્યમવર્ગક માટે આર્શીવાદ ગણાતી તેમજ છેલ્લા ઘણા સમયથી ખોટના ખાડામાં ગરકાવ એસ.ટી. ડેપોએ હાલ દિવાળીના તહેવાર નિમિતે વધારાની એકસ્ટ્રા બસો દોડાવીને કુલ rરૂ. ૭૦ લાખની આવક પ્રાપ્ત કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી તહેવાર અગાઉ એટલે કે ૧૪ ઓકટોબરથી જ વધારાની બસ દોડાવાનું ચાલુ કર્યું હતુ શરૂઆતમાં એસ.ટી. નિગમે ગોધરા-દાહોદ બાજુના મજૂરોને વતન મોકલવા માટે ૧૪૦ જેટલી એકસ્ટા બસ દોડાવી હતી. ત્યારબાદ સુરતથી હિરાઘસુને તહેવાર દરમ્યાન પરત વતન લાવવા ૧૪ જેટલી બસ ફાળવી હતી. અને દિવાળી તહેવાર બાદ મુસાફરોના ઘસારાને પહોચી વળવા માટે રોજની ૧૦-૧૨ બસો એકસ્ટ્રા ચલાવી હતી અને હજુ પણ લગ્નની સીઝન તેમજ પરિક્રમા નજીક છે. ત્યારે પણ એસ.ટી. ડિવિઝન વધારાની બસો દોડાવાનું ચાલુ રાખશે.૧૪ ઓકટોબરથી આજ દિન સુધીમાં એસ.ટી. નીગમે વધારાની બસો દોડાવી રૂ.૭૦ લાખની આવક પ્રાપ્ત કરી છે. રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્રમાં રાજકોટ એસ.ટી. એકમાત્ર સૌથી વધુ નફો કરતું ડીવીઝન છે. હાલમાં એસ.ટી. ડિવિઝનનો વિકાસ પણ વધુ ઝડપે થઈ રહ્યો છે. અને આગામી હજુ પરિક્ષાનો માહોલ છે તેમજ પરિક્રમાં અને લગ્નની સીઝનના લીધે એસ.ટી.ડીવીઝન દ્વારા મુસાફરોની સવલતોને ધ્યાનમાં રાખી વધુ બસો દોડાવાશે.

નવી ૭મીની બસ ડિવિઝનને મળી

રાજકોટ એસ.ટી. ડિવિઝનમાં મુસાફરોને વધુ સારી સવલતો આપવા પૈકી નવી ૭ મીની બસ આવી ગઈ છે. દિવાળી પૂર્વે ૩૦ મીની બસો રાજકોટને મળવાની હતી હાલની પ્રાપ્ત વિગત મુજબ હજુ બાકની ૨૩ બસો એકાદ મહિનામાં ડિવિઝનને મળશે ત્યારબાદ આ બધી મીની બસ નાના રૂટો પર દોડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.