‘દિકરાનું ઘર’ વૃઘ્ધાશ્રમના પ્લાઝમા ડોનેટ અભિયાનને વ્યાપક પ્રતિસાદ

બેંક ઓફિસર રાજુભાઇ ડાંગર, રાજવી ડાંગર પિતા-પુત્રીએ પ્લાઝમાં ડોનેટ કરી માનવતા મહેકાવી

હાલ કોરોનાની વિકરાળ પરિસ્થિતિમાંથી રાજકોટ ભયજનક સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. છેલ્લા એક માસથી અંદાજે રોજ ૧૦૦ જેટલા કોરોનાના દર્દીઓ સામે આવે છે. લોકો ભયના ઓથાર નીચે જીવે છે. શહેરની હોસ્૫િટલો દર્દીઓથી ઉભરાઇ છે. અસંખ્ય લોકો મૃત્યુના મુખમાં હોમાતા જાય છે. ત્યારે સેવા નગરી રાજકોટના સેવકોએ માનવતાને મહેકાવી છે. કોઇના દુ:ખે દુ:ખે કોઇના સુખે સુખી આવી રાજકોટની સેવા નગરીના સેવકો ગમે તેવી આફતને અવસરમાં ફેરવી જાણે છે. ‘દિકરાનું ઘર’વૃઘ્ધાશ્રમ દ્વારા હાલ કોરોનાથી પીડીત જરુરીયાત મંદ દર્દીઓને પ્લાઝામાં સહેલાઇથી મળી રહે એ માટેની અદભુત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમરેલી જીલ્લાના વડીયા ગામના વતની અને ૧૯૯૨થી દેશની સૌથી મોટી વ્યવસાયીક બેંક સ્ટેટ બેંકમાં ઓફીસર તરીકે ફરજ બજાવતા સ્ૃટેટ બેંક ઓફ ઇનિડયા ઓફીસર્સ એસોસીએશનના રીજીનોયલ સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળતા રાજુભાઇ ડાંગર અને તેમની વહાલસોયી દીકરી કે જે હાલ રાજકોટ મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ.ના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. આ બન્ને પિતા-પુત્રીએ જરુરીયાતના સમયે દીકરાનું ઘર ની ટહેલ  જીલને પ્લાઝામા ડોનેટ કરી માનવતાને મહેકાવી છે. અમારે પણ પ્લાઝામા ડોનેટ કરવું છે. ઇશ્ર્વર કૃપાથી અમે સ્વસ્થ થયા છીએ ત્યારે અમારા પ્લાઝામાં ડોને કરવાથી કોઇને નવજીવન મળતું હોય તો આનાથી વધારે આનંદ બીજો કર્યો હોઇ શકે? આ શબ્દ હતા પિતા-પુત્રી રાજુભાઇ અને રાજવી ડાંગરના

દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમના સ્થાપક મુકેશ દોશી, ઉપેન મોદી, અનુપમ દોશી, સુનીલ વોરા, કીરીટ આદ્રોજા અને નલીન તન્નાએ આ પિતા-પુત્રીને નતમસ્તકે વંદન કરી તેમના ઉતમ કાર્યને બીરદાવ્યું હતું.

Loading...