કમ્ફર્ટેબલ ગણાતા લેગિંગ્સમાં પણ ડિઝાઇનથી લઈને ફેબ્રિક સુધીના અઢળક ઑપ્શન્સ

238

ચૂડીદારની વાત આવે તો પર્ફેક્ટ ફિટિંગવાળો હોય તો જ સારો લાગે. લૂઝ ચૂડીદાર આખા ડ્રેસની મજા મારી નાખે. ગમે એટલો ભારે ડ્રેસ હોય અને ચૂડીદાર જો લૂઝ હોય તો ૫૦૦૦ રૂપિયાના ડ્રેસની વેલ્યુ ૫૦૦ની ઈ જાય અને જેટલી ચૂડી એટલે કે ચૂડીદારના બોટમમાં પડતી ચૂન વધારે હોય એટલું સારું લાગે. ચૂડીદાર પર લોન્ગ, શોર્ટ કે મીડિયમ એમ કોઈ પણ લેન્ગ્નાં ટોપ સારાં લાગી શકે અને ચૂડીદાર સો જો હાઈ હીલ્સ પહેરવામાં આવે તો લુક કાંઈક અલગ જ આવે.

. રેગ્યુલર લેગિંગ્સ

પહેલાં લાઇક્રા ફેબ્રિકનાં ટાઇટ્સ આવતાં જે તમે ઇનર તરીકે પહેરી શકો એટલે કે સ્કર્ટમાં, વનપીસમાં, કે ઘાઘરામાં એને થોડું મોડિફાય કરી હોઝિયરીના ચૂડીદાર બનાવવામાં આવ્યા. એ દેખાવમાં સાઇઝ પ્રમાણે એકદમ નાનાં લાગે છે, પરંતુ સ્ટ્રેચેબલ હોવાને કારણે બરાબર બેસે છે. લેગિંગ્સની એક ખૂબી હોય છે કે એ પર્ફેક્ટ ફિટિંગમાં જ બેસે અને સીવડાવેલા ચૂડીદારનું ફિટિંગ કેવું બેસશે એનાી છુટકારો મળી જાય. એને લીધે પ્રોપર લુક મેઇન્ટેન થાય.

. ઍન્કલ લેગિંગ્સ

જેમ-જેમ લેગિંગ્સની ડિમાન્ડ વધતી ગઈ એમ એમાં વેરિએશન આવવા માંડ્યું, જેમ કે ઍન્કલ લેન્ગ્ એટલે કે પગની ઘૂંટી સુધીની લેન્ગ્, જેમાં ચૂડી ની હોતી, માત્ર ઍન્કલ સુધી લેગિંગ્સ આવે છે.  આવા ઍન્કલ-લેન્ગ્ લેગિંગ્સ સો કોઈ પણ લેન્ગ્નું ટોપ કે કુરતી સારાં લાગી શકે. ઍન્કલ-લેન્ગ્ લેગિંગ્સ સો ફ્લેટ ચંપલ પહેરવાં. સ્લિંગ-બેગ અવા ઝોલા બેગ વાપરવી.

. શાઇની લેગિંગ્સ

શાઇની લેગિંગ્સ પહેલાં મોટા ભાગે ગોલ્ડ, કોપર અને સિલ્વરમાં જ મળતાં. આવાં લેગિંગ્સ તમે ફોર્મલ કે પાર્ટીવેઅર તરીકે પહેરી શકો. જો તમારે કોઈ ફંક્શનમાં જવાનું હોય અને તમારા હેવી ડ્રેસ સો તમારે ડ્રેસમાં આવેલો મેચિંગ ચૂડીદાર ન પહેરવો હોય તો આવા શાઇની લેગિંગ્સ પહેરવાં. એને લીધે ડ્રેસ પણ થોડો બ્રાઇટ લાગે. હવે તો બધા કલર શાઇન ઇફેક્ટમાં મળે છે, જેમ કે રેડમાં ગોલ્ડન ઇફેક્ટ વગેરે.

. નેટેડ

નેટેડ લેગિંગ્સ એટલે લેગિંગ્સમાં ઘૂંટણી નીચે નેટ ફેબ્રિક હોય છે, જે સ્ટ્રેચેબલ હોય છે અને સોફ્ટ નેટ હોવાને કારણે શરીરને ખૂંચતી ની. નેટેડ લેગિંગ્સમાં ઘૂંટણી નીચે નેટ આવે છે. એ માટે જ આવાં લેગિંગ્સ સો શોર્ટ કુરતી સારી લાગી શકે અવા હોલ્ટર કે સ્લીવલેસ કુરતી સારી લાગી શકે અવા તો શોર્ટ કલીહાર કુરતી હાઈ હીલ્સ સો પહેરી શકાય.

. એમ્બ્રોઇડરીવાળાં લેગિંગ્સ

એમ્બ્રોઇડરીવાળાં લેગિંગ્સ એટલે ઘૂંટણી નીચેના ભાગમાં આખા લેગિંગ્સમાં અવા તો નીચેી ૪ કે ૬ ઇંચમાં એમ્બ્રોઇડરી હોય છે. આવાં લેગિંગ્સ મલ્ટિપરપઝ વેઅર તરીકે કહી શકાય. જેમ કે કાળા લેગિંગ્સમાં જો મલ્ટિકલર વર્ક હોય તો કોઈ પણ પ્લેન કલરની કુરતી પહેરી એક કેઝ્યુઅલ લુક આપી શકાય. જો હેવી લુક જોઈતો હોય તો વર્કવાળાં લેગિંગ્સ સો પ્લેન કુરતી પહેરી એની સો દુપટ્ટો પહેરવો. વર્કવાળા લેગિંગ્સનો લુક ત્યારે આવે જ્યારે એને પ્લેન ટોપ સો પહેરવામાં આવે. પ્લેન ટોપને કારણે લેગિંગ્સનો ઉઠાવ આવે છે. વર્કવાળાં લેગિંગ્સ બધા જ કલરમાં વસાવવાને બદલે કોઈ પણ એક કે બે કલરમાં લેવાં, જેમ કે બ્લેક અવા વાઇટ જેને લીધે કોઈ પણ કલરનું પ્લેન ટોપ પહેરી શકાય.

Loading...