Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધન કર્યું હતું. તેમણે સંબોધનમાં કહ્યું હતું કે દિવાળી-છઠ્ઠ પુજા એટલે કે નવેમ્બર સુધી 80 કરોડ લોકોને દર મહિને 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો ચણા મફત આપવામાં આવશે.

પીએમ મોદીએ કહ્યું કે અત્યારે આપણી એવી મોસમમાં પ્રવેશ કરી રહ્યા છીએ જેમાં શરદી, ખાંસી, તાવ વધી જાય છે. તેવામાં આપણે ઘણું જ ધ્યાન રાખીએ.ગામનો પ્રધાન હોય કે દેશનો કોઈ નિયમોથી ઉપર નથી,પીએમ મોદીએ કહ્યું કે સમય પર કરવામાં આવેલા લોકડાઉને લાખો લોકોનો જીવ બચાવ્યો છે.

લોકડાઉનનાં કારણે આપણી સ્થિતિ સારી છે. બીજા દેશો કરતા ભારતની સ્થિતિ સારી છે.જેવું અનલોક-1 જાહેર થયું લાપરવાહી વધી રહી છે. આજે જ્યારે વધારે સતર્કતાની જરૂર છે ત્યારે લાપરવાહી વધવી ચિંતાનો વિષય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.