એન્ટીબાયોટીક સહિતની ૧ર દવાઓની ‘તંગી’ નિવારવા નિકાસ પર પ્રતિબંધ મુકાશે!

618

ચીનમાં કોરોના વાયરસના હાહાકારના કારણે ભારતીય દવા કંપનીઓને રો-મટીરીયલ મળતું બંધ થઇ જતા તંગી સર્જવવાની આશંકાનો લઇને કેન્દ્ર સરકાર ટુંક સમયમાં નિર્ણય લે તેવી સંભાવના

ચીનમાં કોરોના વાઇરસની મહામારીના પગલે સમગ્ર વિશ્ર્વમાં ઉભી થયેલી આરોગ્ય કટોકટી જેવી પરિસ્થિતિમાં ભારતમાં જીવન જરૂરી દવાઓની અછત ઉભી ન થાય તે માટે દવાઓના નિકાસ પર કેટલાંક નિશ્ર્ચિત પ્રતિબંધો લાદવાની તૈયારી કરવામાં આવી રહી છે. ૧ર જેટલી દવાઓમાં મુખ્યત્વે એન્ટી બાયોટીકસ, વિટામીન અને હોર્મોન્સ આધારીત દવાઓની દવા ધારા અંતર્ગત જરુરી દવાઓની નિકાસ પર પ્રતિબંધ લગાવી દેવા તેમ સુત્રોઓમાં જણાવ્યું છે.

ચીનના ઉબેય વિસ્તારના  કોરોના વાયરસ અંતર્ગત લોક ડાઉનના પગલે ચીજવસ્તુઓના નિકાસકારો દવાઓની નિકાસ માટે એકાએક સક્રિય થઇ ગયા છે અને મોટાપાયે દવાના નિકાસના તખ્તો તૈયાર થઇ ગયો હોવાની સરકારના ઘ્યાને આવ્યું હતું. જેની સરકાર દ્વારા આ મુદ્દે આઠ સભ્યોની સમીતી રચવામાં આવી હતી.આ સમિતિએ એન્ટીબાયોટીક સહિતની દવાઓના નિકાસ પર પ્રતિબંધ મુકતાની હિમાયત કરી છે.

૧ર દવાઓમાં એન્ટિબાયોટીક જેવી કે મેટ્રોટીનીડા જનેલ, ઇકટ્રોબિનેઝોલ, વિટામીન-બી, બી-ર, બી-૩ અને હોમોન્સમાં ગર્ભાઅવશ્યા અને તેના સંલગ્ન તકલીફોમાં વાપરવામાં આવતી પ્રોજેસ્ટેશન જેવી દવાઓનો સમાવેશ થાય છે.

આ સમીતીએ કેન્દ્ર સરકારને તમામ રાજયો માટે પણ દવાઓની અછતની દહેશતને પગલે આ પ્રતિબંધનો અમલ કરવાની હિમાયત કરી છે.

એન્ટીબાયોટીક દવાઓની ઉભી થયેલી જરુરીયાતનો ગેરફાયદો ઉપાડીને સંઘરાખોરી અને ગેર ફાયદો લેવા માટેની કૃત્રિમ અછત ઉભી ન કરે તે માટે દવાઓના કારોબારને આવશ્યધારા અન્વયે નિકાસના પ્રતિબંધ ના અમલ કરાવવાં માંગ ઉઠવા પામી છે.

આ સમિતિએ મંગળવાર સુધીમાં આ અંગેનો સંપૂર્ણ અહેવાલ તૈયાર કરીને સરકારને સોંપી દેશે. આ અંગેના આંકડાકીય પૃથ્થકરણ કરીને  તો ૧પ દિવસમાં જ ર૦ થી રપ ટકા જેટલું મટીરીયલ પહોચ્યું હોવાનું નોંઘ્યું છે. જેઓ આ લોક ડાઉન ૧પ દિવસ વધુ થાય તો તેની અસર માર્કેટ પર પડવાની તંગવી સર્જાવાની સંભાવનાર જે ૧ર દવાઓની નિકાસ પર હંગામી પ્રતિબંધની હિમાયત કરી છે તે આ બન્ને પ્રાંતના નિકાસ પર મોટી અસર કરશે.

ભારત સરકાર સાંધાઇ અને અન્ય વિસ્તારોમાં સાથે સંપર્કમાં છે. આ વિસ્તારોમાં ૪૫ થી ૫૦ ટકા દવાઓ ચીનમાંથી આવે છે. ભારત ૮૦ થી ૮૫ ટકા દવાઓ ચીનમાં આયાત કરી . જેમ લુપીન સનફાર્મા, ડો. રેડ્ડી લેબોરેટરી કંપનીઓ જેવી મુખ્તત્વે છે. આ કંપનીઓ ચીનમાંથી   ૮૦ થી ૮૫ ટકા  દવાઓની આયાત કરે છે આ કમીટીએ અગ્રણી હાલની કંપનીઓ આઇડીએમએ જેવા સંગઠનો પાસેથી માહીતી મેળવી છે બજાર ની સ્થિતિ અને પુરવઠાના જથ્થા અંગયે સમિક્ષા કરીને વર્તમાન સ્થિતિને લઇને ૧ર દવાઓ પર નિયંત્રણની હિમાયત કરવામાં આવી છે.

Loading...