Abtak Media Google News

આઉટ સોર્સીંગ એજન્સી દ્વારા ૬૦૦૦ થી ૭૦૦૦ જેટલું તોતીંગ કમિશન લેવાતું હોવાનો આક્ષેપ: ૧૧ માંગણી સંદર્ભે આવેદન અપાયું

રાજકોટ સહિત રાજયભરની હોસ્પિટલોમાં આઉટ સોર્સીંગ મારફતે નર્સીંગ સ્ટાફ પૂરો પાડવામાં આવી રહ્યો છે. ત્યારે નર્સીંગ સ્ટાફ દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદન પાઠવી કોન્ટ્રાકટરો દ્વારા તેમનું શોષણ કરી પગારમાંથી ૬ થી ૭ હજાર રૂપિયા કમિશન પડાવવામાં આવતો હોવાનો આરોપ લગાવી નર્સીંગ સ્ટાફને ઓછામાં ઓછો ૨૦ હજાર પગાર, રહેવા માટે સુવિધા, પરિવહનની સુવિધા સહિત જુદી જુદી ૧૧ માંગણીઓ મુકવામાં આવી હતી અને જો ૩૦ એપ્રિલમાં નર્સીંગ સ્ટાફનો પ્રશ્ર્નો નહીં ઉકેલાય તો નર્સીંગ સ્ટાફ અને સ્ટુડન્ટ દ્વારા ઉગ્ર આંદોલનના મંડાણ કરવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી હતી.

નર્સીંગ છાત્ર સંગઠન ભારતના નેજા હેઠળ આજે રાજકોટ જિલ્લા કલેકટરને નર્સીંગ સ્ટાફ અને સ્ટુડન્ટ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આવેદન પત્રમાં જણાવ્યા મુજબ નર્સીંગ સ્ટાફને સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ પગાર ધોરણ આપી ઓછામાં ઓછો ૨૦ હજાર પગાર ચૂકવવા માંગ કરી હતી. સો સો નર્સીંગ સ્ટુડન્ટને સ્ટાઈપમાં વધારો કરવો, પ્રાઈવેટ નર્સીંગ સ્કૂલમાં ફી ઘટાડવી, હોસ્પિટલ અને મેનેજમેન્ટ દ્વારા નર્સીંગ સ્ટાફ પર તું માનસીક અને શારિરીક શોષણ અટકાવવું અને આવા શોષણખોરો સામે કડક પગલા ભરવા માંગ કરી હતી.

વધુમાં પીએચસી સેન્ટરો ઉપર ડોકટરો દ્વારા નર્સીંગ સ્ટાફનું ખુબજ શોષણ તું હોવાનો આરોપ લગાવી આઉટ સોર્સીંગ એજન્સી અને કોન્ટ્રાકટરો દ્વારા નર્સીંગ સ્ટાફને પુરતો પગાર ન આપવામાં આવતો હોવાનું જણાવી પ્રત્યેક નર્સ દીઠ ૬ થી ૭ હજાર જેટલુ કમિશનર વસુલાતુ હોવાનું પણ જણાવ્યું હતું.આ રજૂઆતમાં નર્સીંગ સ્ટાફ અને સ્ટુડન્ટ દ્વારા જો ૩૦મી એપ્રિલ સુધીમાં તેઓની જુદી જુદી ૧૧ માંગણી પ્રશ્ર્ને આરોગ્ય વિભાગ દ્વારા પગલા લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.