Abtak Media Google News

૧૧મીએ માર્કેટીંગ યાર્ડમાં યોજાશે સેમિનાર: ઇ-ટ્રેડીંગના ફાયદા સમજાવાશે

તાજેતરમાં રાજકોટ માકેટીંગ યાર્ડમાં કમીશન વધારવા બાબતે કમીશન એજન્ટો હડતાલ પર ઉતર્યા હતા. પરંતુ રાજકોટ માકેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયા તથા વાઇસ ચેરમેન હરદેવસિંહ અને સેક્રેટરી બી.આર. તેજાણીની આગેવાનીમાં આ હડતાલનો સુખદ અંત આવ્યો હતો. હાલ યાર્ડોમાં ઇ ટ્રેડીંગની શરુઆત કરવાની તૈયારીઓ શરુ થઇ ચુકી છે. ત્યારે યાર્ડના કમિશન એજન્ટોને ઇ-ટ્રેડીંગ વિશેની વત્તા-ઓછા અંશે ગેરમાન્યતોઓ છે જેના કારણે તેઓ ઇ-ટ્રેડીંગની શરુઆત ઈચ્છતા ન હતા. આ અનુસંધાને યાર્ડ ખાતે આગામી તારીખ ૧૧ સપ્ટેમ્બરના રોજ ઇ- ટ્રેડીંગ વિશેની સમજણ આપવા નિષ્ણાતો દ્રારા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.ઇ-ટ્રેડીંગ વિશે પુછતાં બી.આર. તેજાણીએ અતબતક સાથેની ખાસ  વાતચીતમાં જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો ઇ-ટ્રેડીંગની શ‚આત એ કોઇ નવી વાત નથી. હાલ પણ ઇ-ટ્રેડીંગ થઇ જ રહ્યું છે. પરંતુ હાલ બેક ડેટા એન્ટ્રી થઇ વહી રહી છે. હવે આગળના સમયમાં સંપૂર્ણપણે ઇ-ટ્રેડીંગ થાય તેવી વ્યવસ્થા ગોઠવાય તે એક નવી વાત છે.તેમણે ઇ-ટે્રડીંગના ‚પરેખા જણાવતાં કહ્યું હતું કે જયારે ઇ-ટ્રેડીંગની શરુઆત થશે ત્યારે કમિશન એજન્ટો ગમે તે સ્થળથી સોફટવેર ના માઘ્યમથી ટ્રેડીંગ કરી શકશે. તે વિશે વધુ જણાવતાં તેમણે કહ્યું હતું કે જયારે માલ ભરીને ગાડી યાર્ડના ગેઇટમાંથી પ્રવેશ કરશે ત્યારે તે ગાડીમાં રહેલ પદાર્થ, વજન વગેરે વસ્તુઓની એન્ટ્રી સોફટવેરમાં કરી દેવામાં આવશે જે એજન્ટો સોફટવેર ના માઘ્યમથી જોઇ શકશે. ત્યારબાદ જે રીતે તેઓ પ્લેટફોર્મ પર હાજર રહી હરાજી કરતા હોય છે તે જ રીતે હવે સોફટવેરમાં ભાવ નાખી તેઓ હરાજી કરી શકશે.બી.આર. તેજાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઇ-ટ્રેડીંગની શરુઆત કરવાથી કમિશન એજન્ટોનું કામ હળવું થશે તથા કામમાં સફળતા આવશે જેની સમજણ આપવા માટે આગામી તા. ૧૧ સપ્ટે. ના રોજ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.