ભારતીય ટીમ દ્વારા કરવામાં આવેલા પ્રયોગ મોંઘા પડશે?

230

ઈન્ફોર્મ બેટ્સમેન રોહિત શર્મા, બોલર મહમદ શામી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને આરામ આપી વોશિંગ્ટન સુંદર અને નવદિપ સૈનીને તક અપાઈ : ન્યુઝીલેન્ડની ૨૨ રને ૧ વિકેટ

પાંચ મેચની ટી-૨૦ સીરીઝ ભારતે ૩-૦થી જીતી લીધેલી છે. ત્યારે ચોથો ટી-૨૦ મેચ વેલિગ્ટન ખાતે રમાઈ રહ્યો છે જેમાં ન્યુઝીલેન્ડ ટીમે ટોસ જીતી ભારતીય ટીમને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતું. જેમાં ૨૦ ઓવરના અંતે ભારતીય ટીમે ૧૬૫ રન બનાવી ૮ વિકેટ ગુમાવી હતી. ભારતીય ટીમ તરફી સર્વાધીક મનિષ પાંડેએ ૫૦ રન નોંધાવ્યા હતા. ત્યારબાદ લોકેશ રાહુલ ૩૦ રન અને શાર્દુલ ઠાકુરે ૨૦ રનનું યોગદાન આપ્યું હતું. ઈન્ફોર્મ બેટ્સમેન રોહિત શર્મા, મહમદ શામી અને રવિન્દ્ર જાડેજાને આરાપ આપ્યા બાદ ટીમ મેનેજમેન્ટે વોશિંગ્ટન સુંદર અને નવદીપ સૈનીને તક આપી હતી. જેમાં બેટીંગમાં વોશિંગ્ટન સુંદર ઝીરોએ આઉટ થયો હતો જ્યારે નવદીપ સૈનીએ ૯ બોલમાં ૧૧ રનનું યોગદાન આપ્યુંં હતું.

ન્યુઝિલેન્ડ ટીમ તરફી ઈસ્ટ સોઢીએ ૩ વિકેટ, હેમીસ બેનેટે ૨ વિકેટ જ્યારે નીચલ સેન્ટનર, ટીમ સાઉધી અને સ્કોટ કગલીજેને ૧-૧ વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમ માટે ન્યુઝીલેન્ડ સામેની આ છેલ્લી ટી-૨૦ સીરીઝ માટે તૈયારી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હવે પછી ભારતીય ટીમ સીધો જ ઓસ્ટ્રેલીયા ખાતે ટી-૨૦ વિશ્ર્વકપ રમશે. ત્યારે ઓસ્ટ્રેલીયાના ગ્રાઉન્ડ મુખ્યત્વે મોટા હોવાી વોશિંગ્ટન સુંદર ટીમ માટે આશિર્વાદરૂપ સાબીત થઈ શકતો હોય તે હેતુસર તેને સમાવવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. હાલ ન્યુઝીલેન્ડને પ્રથમ ટી-૨૦ મેચ જીતવા માટે ૧૬૬ રનની જરૂર છે.

Loading...