Abtak Media Google News

“કન્યા પરણીને આવી ત્યારે ભવ્ય ધામધૂમથી સામૈયુ… અને આજે ?… સૂમસામ પાદર… એક કુત‚ ખાખી ફોજને જોઈ ભસતુ ભસતુ નાશ્યુ!

સર્કલ પોલીસ ઈન્સ્પેકટર આપાભાઈએ સરકીટ હાઉસના રૂમમાં હજુ નવા જ હાજર થયેલા પોલીસ વડાને પોતાની મૃત્સદીગીરી અને કપટપૂર્વક વખાણ કરી ગરનાળા ગામની સામાજીક અને રાજકીય રીતે ખૂબજ વિવાદે ચડેલ તપાસ ફોજદાર જયદેવને જ સોંપાવી રૂમ બહાર આવ્યા અને જયદેવને સમજાવતા કહ્યું કે આમ તો આ મામલો અમારી નાતનો અધરો અને પેચીદો છે.પણ તમે મુંજાતા નહી હું તમારી સાથે જ છું.

પરંતુ પંચાળનો અનુભવી જયદેવ સમજતો જ હતો કે આપાભાઈ સાથે શું રહે? વધારામાં દોઢે ન ચડાવે તો સારૂ, તેમની મદદ નહી લેવામાં જ શાણપણ છે. જયદેવે આપાભાઈને કહ્યું ‘એ તોહવે થઈ રહેશે પણ એ તોકહો આ ભલામણ ચીઠ્ઠી કયા મીનીસ્ટરની લાવ્યા છે?’ જયદેવને મનમાં એમ હતુ કે હવે આતપાસ આપણી પાસે જ રહી છે. અને કેસની કાયદેસરતા તો શરદભાઈના પક્ષે જ હતી, આથી કાયદેસરની કાર્યવાહી થતા સામો પક્ષ (મીનીસ્ટર-રાજકારણી)ના રાજ થશે. જ આથી પોતાના બીસ્તરા પોટલા બાંધી તૈયાર રાખવા (બદલી માટે) કે કેમ તેની ખબર પડે. આપાભાઈએજે મીનીસ્ટરનું નામ આપ્યું તે સાંભળીને જયદેવ આશ્ચર્ય પામી ગયો, પોલીસ વડાને રજૂઆત કરવા જે પ્રતિનિધિ મંડળ આવ્યું તેને કયાંક જોયાનું લાગતુ હતુ તેનો તાગ પણ મળી ગયો.

વાત એમ હતી કે દીવાળી નવા વર્ષના જયદેવ વતનમાં કુટુંબને મળવા ગયો હતો. સાંજના વળતા બાબરા આવતા રસ્તામાં આ મીનીસ્ટરનું ગામ આવતા જયદેવનો મનમાં થયું કે કોલેજ કાળના સહાધ્યાયી છીએ તો મળતો જાઉ તેમ નકકી કરી મીનીસ્ટરના ગામમાં તેને મળવા ગયેલો. પોતે મીનીસ્ટરના ઘર બહાર ગાડી પાર્ક કરી ઘરમાં જતો હતો.

ત્યારે ત્યાં આજ પ્રતિનિધિ મંડળ મીનીસ્ટરના ઘરમાંથી બહાર નીકળી તેને સામા મળ્યા હતા તે બરાબર યાદ આવી ગયું! ત્યાર પછી તો જયદેવ મીનીસ્ટરને મળ્યો બંનેએ રાત્રે સાથે જ વાળુ પાણી કર્યા વાતચીતો કરી મોડેથી બાબરા જવા રવાના થયો ત્યાં સુધી મીનીસ્ટરે આ ગરનાળા ગામની બાબત એક શબ્દ પણ ઉચ્ચારેલો નહી જોકે બાબત જયદેવના જ તાબાના પોલીસ સ્ટેશનની હોવા છતા !

ડાહ્યા અને સમજુ માણસો ન્યાયીક બાબતમાં સરકારી અધિકારી અને આ કિસ્સામાં તો તેના જ સહાધ્યાયીને ધર્મ સંકટમાં મૂકવા માગતા ન હોય તે સહજ છે. સફળતા પ્રાપ્ત કરવાના અનેક રસ્તાઓ પૈકી ‘ન્યાયપ્રિયતા’ પણ એક ખૂબજ અગત્યનો રસ્તો છે.તેવું જયદેવ માનતો. આથી જ આપણા દેશના રાષ્ટ્રિયચિન્હમાં ‘સત્યમેવ જયતે’ શબ્દનો પણ સમાવેશ થયેલ હશે.

દૂર ઉભેલા પ્રતિનિધિ મંડળને જોઈને જયદેવે અનુમાન કર્યું કે આ લોકો આ તેમની રજૂઆત અંગે તપાસ માટે આખરી હુકમ શું થાય છે તે આપાભાઈ પાસેથી જાણવા અને સીપીઆઈ આપાભાઈ જોડે કાંઈક ચર્ચા કરવાના ઈરાદે ઉભા લાગે છે. આથી હવે તપાસ જ જયદેવ પાસે હોય તેણે આપાભાઈને કહ્યું ‘તમે જ આ લોકોને કહી દો ને કે કરીયાવર દીકરીનો છે તો તેને પાછો આપવામાં શું વાંધો છે?’ આથી કાબેલ આપાભાઈએ જવાબદારી ઠેલવતા તુરત જ કહ્યું ‘નાભાઈના, નાત (જ્ઞાતી)ની વાતમાં સાચુ કહેવાનું ડહાપણ પણ ન કરાય, કયાંક આપડુ નામ ‘ગધેડે ચડાવી દે’ કહીને જવાબદારી તો ખંખેરી નાખી પણ પોતે સરકારી અધિકારીની રૂએ પણ જે કાયદા મુજબની અને નાતભાઈઓ માટે ભલાઈની વાત હતી તે પણ કહી નહી! આથી જયદેવે કહ્યુંં ‘સીપીઆઈ સાહેબ આપ તો જાણો છો કાયદેસરની બાબતમાં આપણે બાંધછોડ કરતા જ નથી.

હા બંને પક્ષોને સમજૂતી અને સમાધાન થઈ જતુ હોય તો વાંધો નથી જેથી પ્રતિષ્ઠીત અને પીઢ વ્યકિતને જેલ લોકઅપમાં જવું પડે નહી! કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ ગયા પછીતો તમારી પણ ભલામણ કામ નહી આવે તે તો આપ જાણો છો’ આપાભાઈએ તુર્ત જ કહ્યું ‘મારૂ તો આ લોકો માનશે પણ નહી અને આમતો આ લોકો તે લાગ ના પણ છે, મારી પાસે લાડ કરશે, તમ તમારે જે થતુ હોય તે કરજો ને? હમ!’

આમ કહીને આપાભાઈએ જવાબદારી અને જોખમ બંને ખંખેરી નાખ્યા તો સાથે જયદેવે પણ પાછળથી આપાભાઈ કાંઈ પણ ભલામણ કરવા જેવા ન રહે તેની આગોતરી પાળ બાંધી લીધી. જયદેવ સરકીટ હાઉસના પગથીયા ઉતરતા ઉતરતા જોતો હતો કે પેલુ પ્રતિનિધિ મંડળ ફરીથી આપાભાઈને મળ્યું અને ગંભીરતાથી ચર્ચા કરી રહ્યા હતા.

જયદેવ સમજી જ ગયો કે મુત્સદી આપાભાઈ એ તેમની જ જ્ઞાતીના પ્રતનિધિ મંડળને શું વાત કરી હોય. જયદેવના ગયા પછી આપાભાઈએ ઠાવકાઈથી તેમના જ્ઞાતી જ પ્રતિનિધિ મંડળને કહ્યું, એમ કહોને કે ‘ડબલ ડાકલી વગાડી’ને કહ્યું કે જુઓ આ જયદેવ કાયદાની પૂછડી અને દરબાર છે લીધી વાત મૂકશે નહી તેણે નવા પોલીસ વડાને પણ બેધડક કહી દીધું કે સુપ્રિમ કોર્ટના લેટેસ્ટ રૂલીંગ મુજબ આ બાબત ફોજદારી ગુન્હો બને જ છે. વળી તમે જે મીનીસ્ટરની ભલામણ ચીઠ્ઠી લાવ્યા તે અને જયદેવ તો કોલેજ કાળના સહાધ્યાયી છે. તમે તો ભલામણ ચીઠ્ઠીમાં જ ઉંધુ માર્યું. તમારે પોલીસ વડાને બદલે મીનીસ્ટરની જયદેવ ઉપર ભલામણ ચીઠ્ઠી લાવવાની જરૂરત હતી.

બુધ્ધીશાળી અને ખમતીધર પ્રતિનિધિ મંડળ પાછુ ગાડીઓ લઈ મીનીસ્ટરના ગામે ગયા પણ ધકકો થયો. મીનીસ્ટર તો ગાંધીનગર જતા રહ્યા હતા. પ્રતિનિધિ મંડળ વળી પાછળ પાછળ ગાંધીનગર ગયું પણ મીનીસ્ટર કેવડીયા કોલોની જવા નીકળી ગયા હતા. પ્રતિનિધિમંડળ કેવડીયા કોલોની પહોચ્યું તો મીનીસ્ટર ત્યાંથી ગાંધીધામ (કચ્છ) જવા નીકળી ગયા હતા. ‘ગરજવાન ને અકકલ ન હોય’ પ્રતિનિધિ મંડળ ગાંધીધામ (કચ્છ) પહોચ્યું તો મીનીસ્ટર ગાંધીનગર પરત ફરી ગયા હતા!

આ બાજુ ફોજદાર જયદેવે બાબરા આવી શરદભાઈને ટેલીફોન કરી કહ્યું કે આવતીકાલે કરીયાવર (મુદામાલ) લેવા ગરનાળા ગામે જવાનું હોય દીકરીને લઈ ને આવી જવા જણાવ્યું. શરદભાઈના સાળા બાબરામાં જ રહેતા હોય બીજે દિવસે ત્યાં આવી ગયેલા તેમના સાળાને ટ્રાન્સ્પોર્ટનો વ્યવસાય હોય તેમનો જ ટ્રક લઈને પોલીસ સ્ટેશને આવી ગયા. જયદેવે જ‚રી પોલીસ બંદોબસ્ત સાથે ગરનાળા ગામે પ્રસ્થાન કયુર્ંં.

જયદેવે જાણતો હતો કે આરીતે ગુન્હો દાખલ કરી કરીયાવર કે સ્ત્રિધન પાછુ મેળવવાની આ પધ્ધતી કાર્યવાહી તે પોતે જ સૌ પ્રથમ પહેલીવાર શરૂ કરી રહ્યો હતો. અને તે પણ મીનીસ્ટરની ભલામણ પોલીસ વડાની અનિશ્ચીતતા અને સીપીઆઈ આપાભાઈની ના મરજી છતા કરવા જઈ રહ્યો હતો. સદીઓથીસમાજમાં સામાજીક રૂઢી મુજબતો કન્યાનો કરીયાવર તો શું પણ ક્ધયા ખુદ પણ વરપક્ષની મીલ્કત ગણાતી હતી.

તેમાં પણ આવા શાહી પરિવાર અને સામાજીક પ્રતિષ્ઠીત કુટુંબનો મામલો હોય તો તેમની માનસિકતા તો ઠીક પણ તેમની પાસે તમામ પ્રકારનું પૂરતુર પીઠબળ પણ હોય જ. વળી સંબંધીત સમાજને પણ આ પરંપરાગત પુરૂષ પ્રધાન પણુ એટલે કે પુરૂષનો માલીકી હકક છીનવાઈ જતો જોઈને તો ઠીક પરંતુ વધારામાં લટકામાં ધરપકડ થાયતે અતી આઘાતજનક્અને વસમુ લાગે અને આઘાતના પ્રત્યાઘાત પણ પડે તેવી શકયતા હતી.

ટુંકમાં કાર્યવાહી દરમ્યાન બબાલ થવાની પુરી સંભાવના હતી. વળી ગરનાળા ગામતો અંતરીયાળ ગામડુ હતુ. પોલીસ સ્ટેશનમાં બાબરા ખાતે જુના ખડુસ જમદારો આ બાબતે ગુસપુસ કરતા હતા પરંતુ જયદેવની જો હુકમી શાનદાર હોઈ કોઈ ખુલ્લુ બોલી શકયું નહી પણ પોલીસ દળના સાથે બંદોબસ્તમાં જવાવાળા જવાનો મનમાં હચુ ડચુ હતા પરંતુ જયદેવે મકકમતાથી કોઈ તરફ લક્ષ જ આપ્યું નહી.

પોલીસ જીપ આગળ કરી ટ્રકને પાછળ આવવાનું કહીને રાજકોટ હાઈવે ઉપર આવી કોટડાપીઠાથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશ કર્યો. નદી નાળા, ટેકરીઓ વટાવતા અને ગરણી, પાનસડા ગામો વટાવીને ગરનાળા ગામની સીમમાં આવી પહોચ્યા.

દૂરથી ગરનાળા ગામના પાદરને જોઈને જયદેવ વિચારવા લાગ્યો કે હજુ બે ત્રણ વર્ષ પહેલા જ જસદણથી પરણીને જાન રંગે ચંગે આજ પાદરમા આવી હશે. ગરનાળા ગામ આખુ સજીધજી ને જાનને આવકારવા હલકયું હશે ઢબુકતા ઢોલ, ગુંજતી શરણાઈઓના સુર સાથે ફટાકડાનાઅવાજો સાથે સીંગલ ડબલ બેરલ મજલ લોડ બંદૂકોના ભડાકાઓથી સામૈયાની તૈયારીઓ થઈ હશે.

જયારે વેલડામાં બેઠેલી ક્ધયા અનેક અરમાનો સાથે વેલડાની ઓજલમાં બેઠી બેઠી ભવિષ્યનાં સોનેરી સ્વર્ગ સમા સ્વપ્નોમાં રાચતી બેઠી હશે અને મનમાં ઉમંગ અને હરખની હેલી ચડી હશે ! જાનમાંની જાનડીઓ અને સામૈયામાં આવેલ સ્ત્રીઓ સ્વાગતના મંગળીયા ગીતોથી, ઢોલ શરણાઈના સૂરથી ગામનું પાદર જીવંત બની ગુંજી ઉઠ્યું હશે.

તેની જગ્યાએ આજે ? ગામનું પાદર સુમસામ ભાસતુ હતુ. ગામના પાદરના ઝાડ નીચે એક કૂતરૂ સુતુ હતુ જે વાહનોના અવાજ સાંભળતા પ્રથમ કાન ઉંચા કરી જોયા બાદ એકદમ ઉભુ થઈ ગયું અને વાહનોને ધસમસતા આવતા જોઈને ગામની બજાર તરફ દોડતા દોડતા ભસવા લાગ્યું. જયદેવને મનમાં એવો આભાસ થયો કે કુતરાને પણ ગામમાં આ રીતે પોલીસ આવી તે બરાબર નથી તેવો સંકેત કરતુ હોય તેમ લાગ્યું.

જયારે ટ્રકમાં આવી રહેલી ક્ધયા અત્યારે શું વિચારતી હશે? કેવા કેવા અરમાનો અને આશાઓ સાથે પરણીને વરરાજા સાથે આજ પાદરમાં જાન સાથે આગમન થયેલું ધામધૂમથી અને આનંદ મંગલથી સામૈયા થયેલા, સ્વાગત થયેલ… અને… અને… થોડા સમયમાં જ જીંદગીમાં સેવેલા સ્વપ્નાઓ અને કલ્પનાઓ ચકનાચૂર થઈ ગઈ…. પહેર્યે કપડે પીયર વાટ…. અને માતા પિતાએ આપેલ કરીયાવર માટે આજે પણ આ ખાખી ફોજ સાથે ….! આતો જયદેવની કલ્પના હતી પરંતુ ખરેખર જેની ઉપર આવી આપત્તિ, મુશ્કેલી પડી હોય તેને ખરેખર શું વેદના હોયતેની ખબર તેને જ હોય. વળી જીવન જીવવું કેટલુ દોહ્યુ છે તેની ખબર તેને અને તેના માવતરને જ હોય.

કોટડા પીઠાના જમાદારને જીપમાં સાથે લીધા હતા. તેથી ગરનાળા ગામની બજારમાં જતી જીપને આ જમાદારે ઉભી રાખવા કહ્યું ‘ગજુ બાપુની ડેલી આવી ગઈ.’ જીપ ઉભી રહેતા જયદેવ નીચે ઉતર્યો. ટ્રક પાછળ આવ્યો પણ ટ્રકમાં શરદભાઈ દેખાયા નહી પરંતુ કન્યા ટ્રકમાં હતી. વાત એમ હતી કે શરદભાઈના સાળા બાબરાથી આવેલા દીકરીનો ભાઈ સાથે હતો. પરંતુ અગમ્ય કારણસર શરદભાઈ સાથે આવેલા નહી!

જમાદારે ડેલી ખખડાવી એટલે એક કડેધડે એવા માજીએ ડેલી ખોલી બહાર જોયું તો પોલીસ, વેવાઈ વેલાનું કમઠાણ જોયું પરંતુ તેઓ કાંઈ બોલ્યા સિવાય ઘરમાં પાછા ચાલ્યા ગયા. જયદેવ ડેલીમાંથી ફળીયામાં દાખલ થયો. એક વિશાળ ફળીયું અને ત્યારબાદ ઉંચા પડથારના ચાર ઓસરી ઉતાર ઓરડાઓ હતા. ઓસરીમાં સોફા ખુરશીઓ ટીપોઈ ગોઠવેલા હતા.

જયદેવ પોલીસ અધિકારી તરીકે અત્રે આવવાનું કારણ માજી (ક્ધયાના સાસુ)ને કહ્યું; આથી માજી મોઢુ ચઢાવીને બોલ્યા એતો ખબર પડી જ ગઈ પરંતુ દરબારો ઉઠીને આવું કરે તે કેટલુ વ્યાજબી કહેવાય? જયદેવે પણ દ્વિઅર્થી શબ્દોમાં ધીમેથી કહ્યું ‘હા બા સાચી વાત છે દરબારો જ આવો વ્યવહાર કરે તે જરા પણ શોભાસ્પદ નથી ને?’ માજી બહુ સારા ઘરાનાના હતા અને નજીકના એક પ્રખ્યાત જુના દેશી રજવાડાના માસીબા પણ થતા હતા.

તેઓ જયદેવનો કહેવાનો મર્મ સમજી ગયા આથી ગુસ્સે થયા અને બોલ્યા ‘સાહેબ તમને તો કન્યાનો કોઈ દોષ વાંક દેખાશે નહી, તેને જ પુછોને અંહિ શું કાંટા વાગતા હતા?’ દીકરી ઓસરીની ધારે પેઢલીને અઢીને નીચુ જોઈ ઉભી હતી અને રડી પડવાની તૈયારીમાં જ હતી.

જયદેવે વિચાર્યું કે અત્યારે આ સંજોગોમાં ફોજદાર, દીકરીના ભાઈ મોસાળીયા તથા અન્ય પોલીસ વિગેરેની હાજરીમાં પણ માજીની ભાષામાં આટલી આક્રમકતા હોય તો જયારે દીકરી એકલી હશે ત્યારે શું પરિસ્થિતિ હશે? આમ વિચારતો હતો તેવામાં ગજુભાઈદરબાર ખડકીમાંથી ફળીમાં દાખલ થયા, સફેદ પહેરણ અને લેંધોતેની ઉપર કથ્થાઈ રંગની બંડી, સફેદ મોટી મોટી મુછો મોટી મોટીઆંખો અને માથામાં વચ્ચે પેંથો પાડી ખાસ પ્રકારે બંને તરફ ઓળાવેલા સફેદ વાળ અને હાથમાં ચાંદીની મુઠ વાળી લાકડી હતી.

ઓંસરીમાં આવી જયદેવને જય માતાજી કહી બીજાઓ તરફ વારાફરતી નજર ફેરવતા ફેરવતા મુછો ઉપર પણ હાથ ફેરવતા જતા હતા. થોડી વાર આ રીતના શૂન્ય શાંત માહોલમાં ગજુભાઈ બોલ્યા ‘આખરે જ્ઞાતીની પ્રતિષ્ઠાનો ધજાગરો જસદણવાળાએ કરાવ્યો જ એમને?’તમામ સ્તબ્ધ હતા પરંતુ ઓંસરીની ધારે ઉભેલી દીકરીની હાલત અવર્ણનીય હતી!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.