Abtak Media Google News

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે અને કયાંક-હળવો વરસાદ વરસી જાય છે.આજે વહેલી સવારના સમયે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં જોરદાર ઝાકળવર્ષા થતા રસ્તાઓ ભેજના કારણે ભીના થઇ ગયા હતા અને વાહનોમાં લાઇટો ચાલુ રાખવી પડી હતી. જોકે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ ઝાકળવર્ષા અદ્રશ્ય થઇ ગઇ હતી.ઝાકળવર્ષા થતાની સાથે જ હવે શિયાળો નજીક હોવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

દરમિયાન એક જ દિવસમાં ત્રણ રૂતુનો એક સાથે અનુભવ થાય છે અને તેના કારણે બિમારીમાં વધારો થયો છે.લોકો મિશ્ર રૂતુના કારણે સ્વાઇનફલુ શરદી, ઉધરસ, તાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયાની ઝપટમાં આવી જાય છે અને દવાખાનાઓ પણ ઉભરાય રહ્યા છે.સવારે અને રાત્રીના સમયે ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે જયારે બપોરે ઉકળાટ અને સાંજના સમયે વરસાદી માહોલ સાથે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.