Abtak Media Google News

ગત વર્ષની સરખામણીમાં ચોખા, કપાસ, મગફળી, કઠોર સહિતના ખરીફ પાકોનું વાવેતર વધારે થયું હોય રેકોર્ડબ્રેક પાકનો કૃષિમંત્રીનો વિશ્વાસ

ખેતી પ્રધાન ભારતમાં સર્વત્ર શ્રીકાર વર્ષાની ખરીફ વાવેતરની પરિસ્થિતિ આ વર્ષે ખુબ જ સારી રહે. તેવી તમામ મૌલાત મબલખ પાક આપે તેવી આશા ઉજાગર થઇ છે. પુષ્કળ આ વખતે અનાજનું ઉત્પાદન બમ્પર થશે તેવો આશાવાદ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કર્યો છેે ગ્લોબલ માઇક્રોમિલ્ટ્રી ટ્રીયેન્ટ સેમીનારમાં ઇન્ટેશનેશનલ ઝિંક એસો. અને ફર્ટીલાઇઝર એસો.ના સંયુકત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે ઓગષ્ટ મહિનામાં ખુબ જ સારા વરસાદના કારણે ખરીફ પાકોનો વાવેતર વિસ્તાર વધવા પામ્ય છે.

૩૦ ઓગષ્ટ ની સ્થિતિએ જોવા જોઇએ તો અગાઉના વર્ષોના ચોખાના વાવેતરના વિસ્તાર ૩૭૨.૪૨લાખ હેકટર સામે આ વર્ષે ૩૫૪.૮૪ લાખ હેકટરમાં વાવણી થઇ છે. કઠોળમાં અગાઉન ૧૩૭.૫૪ લાખ હેકટર સામે આ વર્ષે ૧૭૭.૯૯ લાખ હેકટરમાં વાવણી થઇ છે. સાદા ચોખા ૧૭૧.૭૪ લાખ હેકટર, તેલીબીયા ૧૭૦.૭૮ લાખ હેકટર વિસ્તારમાં વાવવામાં આવ્યા છે. જયારે કપાસનું વાવેતર ૧૧૭.૬૬ લાખ હેકટર માંથી વધીને આ વર્ષે ૧૨૪.૯ લાખ હેકટરે પહોચ્યું છે. મંત્રીએ ખેડુતોને વાવણી પહેલા જમીન ચકાસણી અંગે જાગૃતિ કેળવી ખાતરના ખર્ચમાં નિયમન અને યોગ્ય પસંદગી કરવા આગ્રહ રાખ્યો હતો. સાથે સાથે તેમણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગની સવિનય કરવા જણાવ્યું હતું.

સરકાર દ્વારા ૧ર કરોડ ખેડુતોને ઓઇલ હેલ્થ કાર્ડ ઇસ્યુ કર્યા છે. પરંતુ ખેડુતોએ પણ વાવણી પહેલા જમીનના પૃથ્થકરણની કાળજી રાખવી જોઇએ તેના માટે જનજાગૃતિ અને ખેડુતો સુશિક્ષિત કરવાનું સરકાર અભિયાન ચલાવી રહી છે. દેશને અન્ન ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બનાવવા માટેના કેટલાક પડકારો ઉભા છે. ખેતીની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે ખાતર અને જંતુનાશકનો સવિનય ઉપયોગ આધુનિક ટેકનોલોજીના વપરાશ થકી ખેડુતોની આવક ઉંચે લઇ જવાનું સરકાર આયોજન કરી રહી છે.

સરકાર દ્વારા ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે લધુતમ ટેકાના ભાવો નકકી કરીને ખેડુતોને પડતર કિંમતથી દોઢ ગણો ભાવ મળે તે માટે સરકારે યોજનાનો અમલ શરુ કર્યો છે. ખેડુત પરિવારોના ત્રણ સરખા હપ્તે વાર્ષિક છ હજાર રૂપિયા આપવા માટે પીએમ કિશાન યોજના અંતર્ગત ૯૦ હજાર કરોડની ફાળવણી કરી છે. ખેતીમાં પાણીના સવિનય ઉયોગની મંત્રીએ હિમાયત કરી હતી

એફએઆઇના ડાયરેકટર જનરલ સતિષચંદ્રએ ખેતી માટે વપરાતા માઇક્રોન્યુરીયન્ટ પર જીએસટીને ૧૨ ટકા માંથી ૫ ટકા નીચે લઇ જવામાં આવ્યું નું જણાવ્યું હતું. ફુડ અને એગ્રીકલ્ચરના અજય કાંકરાએ જણાવ્યું હતું કે દેશની ખેતીને સમૃઘ્ધ બનાવવા માટે માઇક્રોન્યુટ્રીયન્ટ જરુરી છે આ જ રીતે એન્ડયુગ્રીન આઇઝેડએ જમીનની ચકાસણી આવશ્યક ગણાવી હતી.

એક અંદાજ મુજબ વિશ્વની અડધા ઉપરાંતની ખેતીમાં જસતની ઉણપ પ્રવર્તે છે. ભારત પણ તેમાંથી બાકાત નથી. ભારતમાં જમીનની ચકાસણીમાં ૩પ ટકા નમુનાઓમાં જસતની ઉણપ જોવા મળે છે. ગ્લોબલ માર્કેટ ડેવલોપમેન્ટ મેનેજર રીયોરીનટોએ બોરોનની ઉણપની વાત કરતાં જણાવ્યું હતું કે ભારતની જમીનમાં ર૩ ટકા આ ઘટ્ટનું પ્રમાણ જોવા મળે છે. આ તમામ બાબતોને જો ઘ્યાને લેવામાં આવે તેની સાથે ખેતી નિષ્ણાંતો અને ખેડુતો વાવણી પહેલો જ જમીન ચકાસણી કરાવી લઇ પાકની પસંદગીની સાથે સાથે ખાતર અને જંતુનાશક દવાઓનું પ્રમાણ સમયગાળો સુનિશ્ર્ચિત કરીને વાવણી કરે તો આવશ્ય પણે ખેતી અને ખેડુખ સમુઘ્ધ થઇ શકે છે.

આ વખતે ભારતમાં અને ખાસ કરીને ગુજરાત સહીતના ખેત ઉત્પાદનમાં મોખરે રહેલા રાજયોમાં ઉનાળાના અંતિમ દિવસોમાં જ વાગુ વાવાઝોડના વાયરા વચ્ચે પ્રીમોન્સુન વરસાદથી ચોમાસાની શરુઆત નક્ષત્રોમાં જ વાવણી થઇ ગઇ હતી. આ વખતે ચોમાસાના આગોતરા નક્ષત્ર ગણાતા અશ્ર્વિની, ભરાણી, કૃતિકા, રોણ, મરકા સર, આદરા, સહીતના નક્ષત્રોમાં સારો વરસાદ આવી જતા: દેશના મોટાભાગનો વિસ્તારોમાં ખરીફ ઉત્પાદન ખુબ જ સારો રહેશે અને આ વખતે અનાજનું ઉત્પાદન રેકોર્ડ સર્જે તેવો આશાવાદ સેવાઇ રહયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.