Abtak Media Google News

વિદેશી દારૂ  અને બીયર સહિત કુલ ૧૪.૫ લાખનો મુદામાલ જપ્ત: આરોપી નાશી છૂટયા

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ. ઉપરાંત, દારૂ જુગારની બદ્દી નાબૂદ કરવા માટે ખાસ પ્રકારની ડ્રાઇવ તથા ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે.789

લીંબડી પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ જે.ડી.મહિડા, સ્ટાફના મહેન્દ્રસિંહ રાણા, પો.કોન્સ વિજયભાઈ, ક્રીપાલસિંહ, ડ્રાઇવર નરેન્દ્રસિંહ, વિગેરે, સહિતની ટીમ દ્રારા ઉપરોક્ત જગ્યાએ જઇ, રેઇડ કરતા, પ્રોહિબિશન ની પ્રવૃત્તિ કરતા અને *એકદમ અચાનક પોલીસ આવી જતા, વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમોમા નાસભાગ મચી ગઈ  હતી. પોલીસ ટીમ દ્વારા સીમમાં પડેલ વાહનો આઇસર મેટાડોર નંબર – GJ-૦૪X-૬૩૪૫ તથા સેન્ટરો કાર નંબર GJ-૦૧HC-૧૪૩૫ તથા સ્વીફ્ટ ડિઝાઇર નંબર  GJ-૦૩-HR-૩૦૮૨ તયા પડેલ હોય અને તેમના ચાલકો તથા અન્ય માણસો પોલીસને જોઈ જતા, વાહન મૂકી, નાસી ગયેલ* હતા.

પોલીસ ટીમ દ્વારા ત્યાં પડેલ વાહનોમા ચેક કરવામાં આવતા, જુદી જુદી કંપની ની વિદેશી દારૂ ની પેટી ઓ તથા જુદી જુદી કંપની ના ટીન(બિયર) ભરેલ પેટીઓ તથા વાહનની બાજુમા જમીન પર જુદી જુદી કંપની ની વિદેશી દારૂની પેટીઓ તથા બિયરના ટીન થપપા મારેલ જોવામાં આવેલ. જે તમામ પેટીઓમાં *વિદેશી દારૂ રોયલ ચેલેલેન્જ કંપનીની કુલ પેટીઓ નંગ ૨૫ બોટલ નંગ-૩૦૦, જેની કિંમત રૂ. ૧,૨૦,૦૦૦/- તથા વિદેશી દારૂ મેકડોવેલ્સ  નંબર ૧ ની કુલ પેટીઓ નંગ ૧૧ બોટલ નંગ ૧૩૨ કિંમત રૂ. ૫૨,૮૦૦/-  જુદી જુદી કંપનીના બિયર ટીન કુલ પેટીઓ નંગ ૯૭, ટીન નંગ-૨૩૨૮ કિંમત રૂ. ૨,૩૨,૮૦૦/- તથા કુલ મુદામાલ કિંમત રૂ. ૪,૦૫,૬૦૦/- તથા ઉપરોક્ત ત્રણેય વાહનોની કુલ કિંમત રૂ. ૧૦,૦૦,૦૦૦/- મળી, કુલ કિંમત રૂપિયા ૧૪,૦૫,૬૦૦/- ના મુદામાલ*  મળી આવેલ હતો. આ રેઇડ દરમિયાન વિદેશી દારૂનું કટિંગ કરતાં આરોપીઓ તથા વાહન ચાલકો નાસી ગયેલ હતા.

8965 1

આ રેઇડ મા પકડાયેલ આઇશર મેટાડોરમાં આધારે રૂ. ૨,૦૦,૦૦૦/- નું લોખંડ ભરવામાં આવેલ હતું. જે નીચેથી ખુલ્લું રાખીને, ઉપર વિદેશી દારૂ તથા બિયર ભરી, તાડપત્રી થી ઢાંકીને સીમમાં પહોંચાડવામાં આવેલ હતો આમ, લોખંડની આડમાં વિદેશી દારૂ લીંબડી વિસ્તારમાં લાવવામાં આવ્યાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામેલ હતું.

લીંબડી પોલીસ સ્ટેશનના મોટા ટીંબલા ગામે પકડાયેલ વિદેશી દારૂ અને વાહનોના આશરે ૧૫ લાખ જેટલા મુદ્દામાલ બાબતે લીંબડી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. મહેન્દ્રસિંહ રાણાએ સરકાર તરફે ફરિયાદી બની, વાહન ચાલકો અને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ પ્રોહી. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી, વાહનોના નંબર આધારે વધુ તપાસ લીંબડી પીએસઆઇ જે.ડી.મહિડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.