Abtak Media Google News

વીવીપી એન્જીનિયરીંગ કોલેજમાં ‘ભારતીય શિક્ષણ ચિંતન’ નામના પુસ્તક વિમોચન પ્રસંગે નિષ્ણાંતોએ ભારતીય શિક્ષણ પ્રથા અંગે પ્રકાશ પાડયો

વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન દ્વારા વી.વી.પી. એન્જીનિયરીંગ કોલેજના ઝવેરચંદ મેઘાણી કલાભવન ખાતે “ભારતીય શિક્ષણ ચિંતન નામના પુસ્તકનું વિમોચન નવિનભાઈ શેઠ (કુલપતિ-ગુજરાત ટેકનોલોજીકલ વિશ્ર્વ વિદ્યાલય)ના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.

ભારતીય શિક્ષણ અંગે માર્ગદર્શન આપતા બાર લેખકોના લેખોને આ પુસ્તકમાં સમાવીને આ પુસ્તકનું સંપાદન કરવામાં આવ્યું છે. વી.વી.પી. એન્જી. કોલેજનાં મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતાએ ભારતીય શિક્ષણ અને મૂળ ભારતીય શિક્ષણ પધ્ધતિની તથા એને તત્ત્વોની છણાવટ કરતા જણાવ્યું હતું કે, આ પુસ્તક એ અભ્યાસુ લેખકોના ચૂંટેલા વિવિધ લેખોનો સંગ્રહ છે. ભારતીય શિક્ષણમાં ભારતીયતાનો આવિસ્કાર કરવા માટે આ પુસ્તકનું પ્રકાશન કરવાનો વિચાર ર્સ્ફૂયો હતો. જેને આજે મૂર્તિમંત્ર સ્વruરૂપે સમાજ સમક્ષ મુકી રહ્યાં છીએ.

૧૮૩૫માં મેકોલોએ ભારતમાં દાખલ કરેલી શિક્ષણ પધ્ધતિ આજે સાંપ્રાત સમાજમાં કેટલી બિન ઉપજાવ છે તેની છણાવટ કરતા પુસ્તકનાં મુખ્ય સંપાદક લલિત મહેતાએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીએ જીવનમાં પાયાના પરિવર્તનો કર્યા પણ સામાજિક જીવનનાં તાણાવાણાને ખતમ કર્યા, મૌલિકતા ખતમ કરી, સર્જનાત્મકતાનો લોપ થતો જાય છે, વ્યવહારીક જ્ઞાનનો લોપ કર્યો, આ પુસ્તક આ વિષયોને લઈને ચિંતન કરવા માટે સંપાદીત કર્યું છે. દેશમાં અકલ્પનિય આર્થિક અસમાનતા છે.

જયારે એક કરોડથી વધુ લોકો ભારતની મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલોમાં અત્યાધુનિક સારવાર મેળવે છે ત્યારે સામાપક્ષે છવ્વીસ કરોડ નાગરિકો પ્રાથમિક મેડિકલ સારવારથી વંચિત છે. વિદ્યાર્થીઓ ભારતમાંથી શિક્ષીત થઈને વિદેશ ચાલ્યા જાય છે. ભારતની યુનિ.માં અભ્યાસ કરતા ૨૫૨ વિદ્યાર્થીઓએ ડ્રગના વ્યસનને કારણે આત્મહત્યા કરી છે. આવા વાતાવરણમાં ભારતનું શિક્ષણ ચિંતન માંગે છે.

આ સમારંભનાં મુખ્ય વકતા પુનરૂત્થાન વિશ્ર્વ વિદ્યાલયનાં કુલપતિ ઈન્દુમતિબેન કાટદરે જણાવ્યું હતું કે, ભારતમાં નાલંદા, તક્ષશીલા, વલ્લભા જેવી વિદ્યાપીઠો સદીઓ પહેલા હતી. જયાં વિશ્ર્વભરમાંથી જ્ઞાન પિયાસુઓ વર્ષો સુધી રહીને અભ્યાસ કરતા મેકોલોએ ભારતીય શિક્ષર પ્રથાનું યુરોપિકરણ કર્યું અત્યારની શિક્ષણ પ્રથા ‘કામ’ પૂર્તિ માટે ‘અર્થ’ પ્રાપ્તિ સુધી સિમીત બની ગઈ છે.

હકીકતે ભારતની પૌરાણીક શિક્ષણ પ્રથા ધર્મ, કામ, અર્થ અને મોક્ષ આધારિત હતી. આજે આવાસોની જાહેરખબરો ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે, વ્યક્તિ, સમાજ ‘કામ’ને મહત્વ વધુ આપે છે. એથી જ જાહેરાતો એવી જોવા મળે છે કે, ૨-બીએચકે અથવા ૩-બીએચકે બેડરૂમને વધુ મહત્વ આપતી આવી વ્યવસ્થા શિક્ષણ પ્રથાની ખામી ભરેલી વ્યવસ્થામાંથી નિષ્પન થઈ છે.

આ કાર્યક્રમનાં અતિથિ વિશેષપદે ડો.બળવંત જાની (કુલાધિપતિ, સાગર યુનિ.), ડો.પ્રતાપસિંહ ચૌહાણ (કુલપતિ સૌ.યુનિ), ડો.મહેન્દ્ર પાડલીયા (કુલપતિ ગોવિંદ ગુ‚ યુનિ.), ડો.શૈલેષભાઈ ઝાલા (કુલપતિ ભાવનગર યુનિ.), ડો.જે.પી.મૈયાણી (કુલપતિ જૂનાગઢ યુનિ.) ડો.કાન્તિભાઈ લિખીયા (કુલપતિ, ચિલ્ડ્રન યુનિ.), ડો.કમલેશ જોષીપુરા (પૂર્વ કુલપતિ, સૌ.યુનિ.) ડો.સુભાષ દવે (અધ્યક્ષ વિદ્યા ભારતી, ગુજરાત પ્રાંત), ખાસ હાજર રહ્યાં હતા. કાર્યક્રમનું સમાપન સંજીવ ઓઝાએ આભારવિધિ સાથે પૂરું કર્યું હતું. આ પુસ્તકનાં પ્રકાશક પ્રવિણ પ્રકાશન, રાજકોટ છે. જયાંથી આ પુસ્તક જ્ઞાનભિયાસુઓ મેળવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.