Abtak Media Google News

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સતત ૧ર દિવસ દુંદાળા દેવની આરાધના બાદ આજે ઠેર ઠેર વિસર્જન કરાયું: બાપ્પા અગલે બરસ જલ્દી આનાના નાદ

સતત ૧ર દિવસ સુધી ભકિત ભાવ સાથે આરાધના કર્યા બાદ રાજકોટ સહિત સમ્રગ સૌરાષ્ટ્રમાં આજે વિઘ્ન હર્તા દેવનું ભકિતભાવ સાથે જિસર્જન કરવામાં આવ્યું હતું. ભાવિકોની આંખોના ખુણા ભીના થઇ ગયા હતા. સવારથી મોડી રાત સુધી વિસર્જનનું ધાર્મીક કાર્ય ચાલ્યું હતું. ગણેશ પંડાલો આજથી ખાલી ખમ્મ થઇ જતાં રાજ માર્ગો રીતસર સુમસામ થઇ ગયા હતા. અગલે બરસ બાપ્પા જલ્દી આનાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.

ઉપલેટામાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા ગણપતિને વિદાય અપાઇ

શહેરની વિવિધ સામાજીક સેવાકિય પ્રવૃત્તિ સંસ્થા ક્રિષ્ના ગ્રુપ શહેરમાં સૌથી વિશાળ કદની આકર્ષક ગણપતિની મૂર્તિનું ગોવિંદભાઇ સુવા માર્ગ પર સ્થાપન કરવામાં આવેલ હતું. દરરોજ મહાઆરતી બાદ ભાવિકોને અલગ અલગ પ્રસાદનું વિના મૂલ્ય વિસ્તરણ કરવામાં આવતું ગઇકાલે અંતિમ દિવસે ક્રિષ્ના ગ્રુપના યુવાનો દ્વારા ગણપતિ બાપાનું પુજન અર્ચન કરી મહાઆરતી ઉતારી ગણપતિ બાપાને ગણપતિ બાપા  મોરિયાના નાદ સાથે ભાવપૂર્વક વિદાય આપવામાં આવી હતી.

માણાવદર

માણાવદરમાં ગણેશ ચતુર્થી ના દિવસે અલગ અલગ જગ્યાએ દૂંદાળા દેવનુ સ્થાપન કર્યા બાદ નવ દિવસ સુધી પૂજાવિધિ, મહાઆરતી, મહાપ્રસાદ, બટુક ભોજન , સહિત ના જુદા જુદા કાર્યક્રમો યોજયા બાદ આજે બપોરે ગણેશ ભકતો એ મહાઆરતી બાદ ભારે હૈયે “અગલે બરસ તું જલદી આ” ગણપતિ બાપા મોરીયા નાદ સાથે અવસર ડી.જે.ના તાલે અને  અબીલ ગુલાલ ની છોળો વચે ગણપતિ બાપાની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઇ હતી

માણાવદરના રધુવીરદાસ બાપુ યુવક મંડળના ગણેશજીનુ  વિસર્જન કયું હતુ અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

સાવરકુંડલા

સાવરકુંડલા શિવાજી નગર વિસ્તારમા  નાના બાળકો દ્વારા બાળ મિત્ર ગ્રુપ બનાવવા મા આવ્યું હતુ આ ગ્રુપ ના બાળકો દ્વારા ગયા વર્ષે પણ ગણેશ મહોત્સવ નુ આયોજન કરવામા આવ્યું હતુ આ વર્ષે પણ  નાના બાળકો એ પૈસા ભેગા કરીને ગણેશ મહોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં બાળકો દ્વારા રોજ અવ નવા ગણેશજી ના  શણગાર કરાયા હતા તેમજ ગણેશજી ને છપ્પનભોગ ધરવામાં આવ્યા હતા ગણેશ મહોત્સવ ને લઈ ને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળીયો હતો ૧૦ દિવસ બાળકો દ્વારા ગણેશજી ની પૂજા અર્ચના કરીને શોભા યાત્રા કાઢીને ગણપતી નું વિસર્જન કરાયું હતું

ધોરાજી

ધાર્મિક કાર્યક્રમ તથા પૂજા અર્ચના જેવાં અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવતાં અને ગણેશ વિસર્જન પણ વાજતેગાજતે કરવામાં આવતું ત્યારે આજે ૧૧ માં દિવસે ધોરાજી નાં સ્ટેશન પર તથાં અન્ય વિસ્તારો ગણેશ પંડલ નાં ગણેશ જી નાં વિસર્જન કરવામાં આવેલ હતું ડીજે ઢોલ નગારા તથાં ગણપતિ બાપા મોરિયા નાં નાદ સાથે ગજાનન અગલે વર્ષે જલદી આનાં ગણપતિ બાપા મોરિયા ને વાજતેગાજતે વિસર્જન કરવામાં આવેલ અબીલ ગુલાલ ઉડાડી ને ગણેશજી ને વિદાય આપવામાં આવી હતી :

સૂત્રાપાડા

સુત્રાપાડામાં ધનેશ્ર્વર ગ્રુપના તેમજ ઉપપ્રમુખ સુત્રાપાડા શહેર યુવા ભાજપ રાજેશભાઇ વંશ હાજરી આપી હતી. તેમજ વિશેષ પૂજા અર્ચના સહિતના કાર્યકમો યોજાયા હતા. બાદમાં વાજતે ગાજતે ગણપતિ બાપાને વિદાય આપી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

ખંભાળીયા

ખામનાથ મહાદેવ મંદીર પાસે આવેલ ન્યુ શિવમ પ્રથમ વખત ગણેશ મહોત્સવનું ધામધુમપૂર્વક આયોજન કરેલ જેમાં સવાર-સાંજે મહાઆરતી કરેલ તેમજ ૫૬ થાળનો ભોગ ધરવામાં આવ્યો હતો.

ગણપતિ બાપાનું આયોજના શિવમ રહેવાસી સુરેશભાઇ જેન્તીલાલ જોગીયા, પંકજભાઇ રામભાઇ બાબરીયા, મનોભાઇ છગનભાઇ મિસ્ત્ર, ભરતભાઇ ચુડાસમા, ભરતભાઇ મકવાણા, બીપીનભાઇ જે. મકવાણા, લખમણભાઇ આંબલીયા તથા કાકુભાઇ જોગલ વિગેરે કાર્યકર્તાઓએ શ્રઘ્ધાપૂર્વક કામગીરી બજાવેલ હતી.

દામનગરમાં ગણેશજીના ભવ્ય અન્નકુટ દર્શન

દામનગર શહેર માં બહારપરા મહિલા મંડળ દ્વારા ગણપતિ મહોત્સવ માં અન્નકુટ દર્શન અગિયાર દિવસ ના ગણપતિ સમક્ષ દરરોજ ધાર્મિક કાર્યક્રમો યોજતી બહેનો એ આજે ભવ્ય અન્નકૂટ દર્શન અને સ્તવન કીર્તન કર્યા ભારતીબેન એ નારોલા મનીષાબેન એસ નારોલા.દક્ષાબેન ભરતભાઈ અનિતાબેન મનજીભાઈ લતાબેન વાવડીયા લતાબેન બોખા વર્ષાબેન સી હિરલબેન નિલેશભાઈ લિલીબેન વિપુલભાઈ બોખા સંગીતાબેન જયસુખભાઈ સહિત દામનગર બહારપરા મહિલા મંડળ ની બહેનો દ્વારા ગણપતિ પંડાલ માં ભવ્ય અન્નકુટ દર્શન નો શહેરભર ની બહેનો એ લાભ લીધો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.