Abtak Media Google News

જીઆઇડીસી વસાહતો અને કોમન ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાના ઝડપી વિકાસ માટે કર્યા સૂચનો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની ઔદ્યોગિક વસાહતો-જીઆઇડીસીમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલીટીઝ વિકસાવવાની ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમને જરૂરી વ્યવસ્થાઓ ત્વરાએ હાથ ધરવા સૂચન કર્યું છે. આવી મોડલ જીઆઇડીસી વધુ પ્રમાણમાં વિકસાવવાની નેમ તેમણે વ્યક્ત કરી હતી

• મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે રાજ્યની જીઆઇડીસી વસાહતો તેમજ અન્ય બાબતોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.

• આ બેઠકમાં જીઆઇડીસીના અધ્યક્ષશ્રી બળવંતસિંહ રાજપૂત, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવશ્રી અને ઉદ્યોગ અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ તેમજ જીઆઇડીસીના મેનેજિંગ ડિરેક્ટરશ્રી થેન્નારસન અને વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

• મુખ્યમંત્રીએ શહેરી વિસ્તારોમાં નાના-મધ્મમ ઉદ્યોગો વધુ પ્રમાણમાં કાર્યરત થઇ શકે તે હેતુસર મલ્ટિ સ્ટોરી બ્લિડિંગ શેડ બનાવવાની દિશામાં પણ કાર્યરત થવા માર્ગદર્શન આપ્યું હતું.

• રાજ્યમાં જે સ્થળોએ નવી ઔદ્યોગિક વસાહતો શરૂ કરવાની માંગણી આવે છે ત્યાં ડિમાન્ડ સર્વે કરવાની પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૂચનાઓ આપી હતી.

• હાલ જે જીઆઇડીસીમાં જમીન સંપાદનની કાર્યવાહી કોઇને કોઇ તબક્કે ધીરી પડેલી છે તેનો ત્વરિત નિકાલ કરવાનું પણ સૂચન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતુ.

• વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં રમકડાં ઉદ્યોગ-ટોય ઇન્ડસ્ટ્રીના વિકાસની સંભાવનાઓ સંદર્ભમાં ટોય પાર્ક માટે ફિઝિબિલિટી રિપોર્ટ જીઆઇડીસી તૈયાર કરે તેવુ પ્રેરક સૂચન પણ બેઠકમાં કર્યું હતું.

• જીઆઇડીસી દ્વારા ભરૂચ જિલ્લાના દહેજમાં જે ડિસેલીનેશન પ્લાન્ટ તૈયાર થયો છે તેની કામગીરી સમયબદ્ધ આયોજનથી સમયાવધિ પહેલાં પૂર્ણ થાય તેવી સૂચનાઓ પણ મુખ્યમંત્રીએ આપી હતી.

• ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જીઆઇડીસી દ્વારા વિકસાવવામાં આવી રહેલા આઇટી-પાર્કની કામગીરીમાં પ્લોટ ફાળવણી સહિત વગેરેમાં ગતિ લાવવાનું પણ મુખ્યમંત્રી સૂચવ્યું હતું.

• રાજ્યમાં મોટાપાયે નવા ઉદ્યોગો આવી રહ્યા છે ત્યારે તેમની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જીઆઇડીસી વધુ સજ્જ બને અને ઉદ્યોગકારો, રોકાણકારોને અંડર વન રૂફ બધી સુવિધાઓ પ્રાપ્ત થાય તે હેતુસર મુખ્મયમંત્રીએ આ બેઠકમાં વિશદ ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.