અમેરિકામાં આઈટી ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે રોજગારીની ઉત્તમ તક

ભારતીય મુળની ટીસીએસ ૧૦,૦૦૦ નોકરીઓ આપશે

ભારતની સૌથી મોટી સોફટવેર સર્વિસ કંપની ટાટા ક્ધસલટન્સી સર્વિસીસ (ટીસીએસ)એ બુધવારે કરેલી એક મોટી જાહેરાતમાં કંપની ૨૦૨૨ સુધીમાં અમેરિકામાં એકલા હાથે ૧૦,૦૦૦ જેટલા આઈટી ક્ષેત્રના વિદ્યાર્થીઓને રોજગારી આપશે. મુંબઈ સ્થિત કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકામાં જ ૨૧,૫૦૦થી વધુ રોજગારીનું સર્જન કર્યું છે. ટીસીએસ અમેરિકાની ટોચની બે આઈટી કંપનીઓ પૈકીની એક બની છે જેણે ૨૧,૫૦૦ રોજગારીનું સર્જન છેલ્લા પાંચ વર્ષમાં એકલા હાથે કર્યું છે. અમેરિકન કંપનીઓ સાથે ખંભેખભો મિલાવીને વિકાસ સાધતી ટાટા ક્ધસલટન્સી સર્વિસીસ દ્વારા કોરોના કટોકટીના આ કપરા કાળમાં જ્યારે બેરોજગારીનો મુદ્દો દરેક નાની મોટી કંપનીઓ અને વૈશ્ર્વિક મહાસત્તાઓને નડી રહ્યો છે ત્યારે ટીસીએસએ જારી કરેલા ૧૦,૦૦૦ આઈટી ક્ષેત્રના વિદ્યાર્થીઓને રોજગારી માટેના આ અહેવાલે વધુ એકવાર ભારતીય કંપનીઓનો દબદબો વિશ્ર્વમાં પુરવાર કરી દીધો છે. અમેરિકામાં ૨૦૨૨ સુધીમાં ટીસીએસ તેના વિકાસ સાથે સંલગ્ન વધારાના ૧૦,૦૦૦ આઈટી ક્ષેત્રના વિદ્યાર્થીઓને નોકરીની ઉતમ તકો આપશે. છેલ્લા પાંચ વર્ષની ત્વારીખમાં ટીસીએસએ અમેરિકા સહિતની આંતરરાષ્ટ્રીય આઈટી ક્ષેત્ર અને વિશ્ર્વના અનેક દેશોમાં નામના મેળવી છે. ટીસીએસ દ્વારા સપ્ટેમ્બર ૩૦ ૨૦૨૦ની સ્થિતિમાં કુલ ૪,૫૩,૫૪૦ આઈટી ક્ષેત્રના નિષ્ણાંતોને ૧૪૭ દેશોના નાગરિકોના રૂપમાં નોકરીઓ આપી છે. કંપનીએ ૪૧ ટકાનો વિકાસ દર પ્રાપ્ત કરીને ૨૦૨૦ના સપ્ટેમ્બર સુધીમાં ૨.૭ બીલીયન અમેરિકન ડોલરનું નેટવર્થ ઉભુ કરીને ઉત્તર અમેરિકાના બજારમાં ત્રિમાસીક સમયગાળામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ટીસીએસ દ્વારા અમેરિકાની ટોચની બ્રાન્ડ અને બિઝનેશ પરર્ફોમન્સ, ઔદ્યોગીક રોજગારીનું સર્જન અને આઈટી ક્ષેત્રના નિષ્ણાંતો તૈયાર કરવાનું બીડુ ઝડપીને ખુબજ સારૂ પરર્ફોમન્સ આપ્યું છે. સુપર બ્રાન્ડના નેજા હેઠળ ટીસીએસ ૯૦ ઉદ્યોગો અને ૩૫ શાખાઓ અને અમેરિકાની સુપર બ્રાન્ડમાં એમેઝોન, ગુગલ અને ટેકનોલોજી ક્ષેત્રે રોજગારીની તકો ઉભી કરી છે. ટીસીએસએ જણાવ્યું હતું કે, ટેકનોલોજી કેમ્પસ ન્યુયોર્ક અને કેરનેજ મેલ્ટન યુનિવર્સિટીમાં યુવા વિદ્યાર્થીઓને ૨૦૧૯માં ૧૮,૫૦૦ રોજગારી પૂરી પાડી હતી.

ઉત્તર અમેરિકાના ટીસીએસના ચેરમેન સૂર્યકાંતે જણાવ્યું હતું કે, અમેરિકન કંપનીઓ ટીસીએસના માધ્યમથી પારદર્શક વિકાસ અને નિષ્ણાંત આઈટી ક્ષેત્રના યુવા ઈજનેરો દ્વારા અમેરિકામાં આર્થિક તેજીનો લાભ લઈ રહ્યાં છે. ભારત મુળની ટીસીએસ અમેરિકામાં આઈટી ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે રોજગારીની ઉત્તમ તક પૂરી પાડતી કંપની બની ગઈ છે.

Loading...