Abtak Media Google News

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી દ્વારા એમસીક્યુ ફોર્મેટમાં લેવાશે પરીક્ષા લેવાનો નિર્ણફ કરાયો છે. જેમાં ૩૦ જુલાઈ પહેલા ઓનલાઈન પરીક્ષા પૂર્ણ કરાશે. એમસીયુ ફોર્મેટમાં લેવાનારી પરીક્ષામાં ૭૦ માર્કની લેવાશે જે પરીક્ષા ૭૦ મિનિટની રહેશે. ઝડપથી વિદ્યાર્થીઓને પરિણામ આપી શકાય તે હેતુથી હવે એમસીયુ  ફોર્મેટમાં પરીક્ષા લેવાનું નક્કી કરાયું. જે વિદ્યાર્થી પાસે નેટની સુવિધા ના હોય તે કોલેજ પર જઈ વાય ફાઈના માધ્યમથી પણ પરીક્ષા આપી શકશે. મોબાઈલ, ટેબ્લેટ અને લેપટોપની મદદથી વિદ્યાર્થી આપી શકશે પરીક્ષા ઓનલાઈન પરીક્ષા ના આપી શકે તેવા વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા પણ યોજાશે.ઓફલાઈન પરીક્ષા પણ MCQ બેઝડ રહેશે, જેમાં ૭૦ મિનિટમાં ૭૦ માર્કની પરીક્ષા લેવાશેેે.ઓફલાઈન પરીક્ષા ૧૫ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટની વચ્ચે પરીક્ષાના આયોજનની થઈ રહી છે તૈયારીઓ ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા ના આપી શકે તેમની પાછળથી સ્પેશિયલ પરીક્ષા લેવાશે, જે સપ્ટેમ્બર મહિનામાં લેવાશે. જીટીયુ માં ડીગ્રી/ ડિપ્લોમા એન્જીનીયરીંગ અને ફાર્મસીના અંતિમ વર્ષ/ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા અંદાજે ૫૯,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.