કરીયાવર પરત લેવા બાબતે યુવાનને પૂર્વ પત્ની અને પ્રેમીએ આપી ધમકી

56

વિજયનગરમાં બે સંતાનની માતા પ્રેમી સાથે ભાગી ગયા બાદ પતિએ આપ્યા’તા છૂટાછેડા

નવા થોરાળા પાસે આવેલા વિજયનગમાં કરીયાવર પરત લેવા બાબતે યુવાનને તેની પૂર્વ પત્નિ અને તેના પ્રેમીએ ઘરે જઈ બખેડા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પૂર્વ પત્નિ અને તેના પ્રેમી સામે એટ્રોસીટી ક્લમની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવ અંગેની વિગત મુજબ નવાથોરાળા વિસ્તારમાં આવેલા વિજયનગર સોસાયટી શેરી.૭માં રહેતો ધર્મેન્દ્ર કેશુભાઈ સોલંકી ઉ.૩૮ નામના દલીત યુવાને તેની પૂર્વ પત્ની નિર્મળા અને તેના પ્રેમી સંદિપ અમીત રવી સાહેબ સામે એટ્રોસીટી એકટ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે ધર્મેન્દ્ર સોલંકીએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અગાઉ ૨૦૦૩માં થોરાળા મેઈનરોડ પર રહેતી નિમર્ળા સાથે તેના લગ્ન જ્ઞાતિના રીત રીવાજ મૂજબ થયા હતા.લગ્ન જીવન દરમ્યાન તેઓને સંતાનમાં બે પુત્રો અવતરીયા હતા હાલ મોટો દીકરો ૧૫ વર્ષનો છે અને ધો.૧૦માં અભ્યાસ કરે છે. નાનો દીકરો ૧૦ વર્ષનો છે અને તે ધો.૪માં અભ્યાસ કરે છે.ધર્મેન્દ્ર સોલંકી દરજી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હોય તે દરમ્યાન તેની પત્ની નિર્મળા અને સવોદય સોસાયટી શેરી ૬માં રહેતો સંદીપ અમીત રવિ સાહેબ નામનો સખસ સાથે પ્રેમ થઈ જતા બંને અગાઉ ભાગી ગયા હતા.બંને બંને પ્રેમી પંખીડાએ લગ્ન કરી લેતા પતિ ધર્મેન્દ્ર સોલંકીએ તેણીને છૂટાછેડા આપી બંને સંતાનો તેની પાસે રાખી જીવન જીવતો હતો તે દરમ્યાન ગઈકાલે યુવાનની પૂર્વ પત્નિ નિર્મળા અને તેનો પ્રેમી સંદિપ અમીક રવિ સાહેબ તેના ઘરે જઈ બખેડો કરી કરીયાવર પરત લેવા જાનથી મારી નાખવાની ધમકી આપી પરિવારને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા યુવાને પૂર્વ પત્નિ અને તેના પ્રેમી વિરૂધ્ધ થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ જી.એમ. હડીયા એ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Loading...