Abtak Media Google News

જામનગર જિલ્લાના પરડવા ગામે આવેલી બરડા સેન્ચ્યુરી પાસેની જંગલ ખાતાની આ જમીનમાં જંગલ ઉભુ હોવા ઉપરાંત સેંકડો વન્ય પ્રાણીઓનો વસવાટ છે: ગ્રામ્યજનોના વિરોધ છતાં આ સરકારી જમીન બાબુ બોખીરિયા અને તેના પરિવારજનોને ફાળવાઈ જતાં ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ

જામનગરના પરડવા ગામે જંગલની જમીનને નોન એગ્રીકલ્ચર લેન્ડમાં તબદીલ કરી અને તે જગ્યા પર નીકળતા લાઇમ સ્ટોન પર કબજો જમાવવાના હેતુથી ખરીદેલી જમીનના વિવાદ મામલે હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીના પગલે હાઈકોર્ટે પૂર્વ મંત્રી બાબુ બોખીરિયા ને નોટીસ ઇસ્યુ કરી છે. રાજ્ય સરકારે જંગલખાતા, મહેસૂલ ખાતા સહિતના વિભાગો માટે કોર્ટની નોટિસ સ્વીકારી. બાબુ બોખીરિયાના સગા સબંધીની ભાગીદારી પેઢી કોર્ટમાં સામેથી હાજર થઈ અને જવાબ રજૂ કરવા માટે સમય માંગ્યો છે. વિકસાવેલા જંગલને નાશ કરી અને જમીન ખાનગી પક્ષકારોને આપી દેવાના કથિત કારસાને ઉજાગર કરતી જાહેર હિતની અરજીમાં બાબુ બોખીરીયા બે અઠવાડિયામાં જવાબ રજુ કરવાનો રહેશે. પીટીશનરના એડવોકેટના જણાવ્યા અનુસાર ૨૦૦૦ની સાલમાં સરકારે પરડવા ગામમાં સરકારી સર્વેની ૨૦૦ હેકટર જમીન સરકારે જંગલ વિભાગને સુપ્રત કરી છે. કબજો તો પહેલાં લેવાઈ ગયો હતો પણ ૨૦૦૦ની સાલથી જંગલ વિભાગે તેને રિઝર્વ ફોરેસ્ટ ડિકલેર કરી એક ગાઢ જંગલનો ત્યાં વિકાસ કરેલ હતો અને વન્યજીવો વસેલા છે અને અત્યારે સંપૂર્ણ ગાઢ જંગલમાં પરિવર્તિત થઈ ગયું છે.

ભાજપ સરકારના પૂર્વ કૃષિ મંત્રી બાબુ બોખીરીયા અને તેમના પુત્રને બરડા સેન્યુરીની જંગલની અનામત જમીન એવી જામનગર જિલ્લાના પરવડા ગામની સરવે નંબર ૨૮૭ની જમીન સરકારે આપી છે. જે કાયદાથી ઉપર જઈને પગલું લેવામાં આવ્યું છે. ૨,૫૦૦ ગામની વસતી ધરાવતાં ગામની પંચાયતના ૭ સભ્યઓએ આ જમીન આપવા માટે વિરોધ કર્યો છે. તેની પાછળ આવું કારણ આપવામાં આવ્યું છે કે, આ જમીન વર્ષ ૨૦૦૦મા જંગલ ખાતા માટે અનામત જાહેર કરી છે. ૨૦૦૪મા તે અંગે સરકારે માપણી કરી હતી. જે બાદ ૨૦૦ હેક્ટર જમીન વન વિભાગના નામે સરકારે કરી આપી હતી. તેના ઉપર વન વિભાગે વૃક્ષો વાવીને ઉછેર્યા છે. તે પૈકીની ૭ હેક્ટર જમીન પાવર ઓફ એટર્ની બાબુ બોખીરીયા દ્વારા ઊભી કરવામાં આવી છે. તેના દ્વારા જમીનનું વેચાણ કરવામાં આવ્યું છે. અન્ય વ્યક્તિઓના નામે પણ પાવર ઓફ એટર્ની કરવામાં આવી છે. આવા કુલ ૨૯ જેટલાં વેચાણ બોખીરીયાની તરફેણમાં કરવામાં આવેલા છે. જે અંગે જામજોધપુર કોર્ટમાં સિવિલ કોર્ટમાં સ્યૂટ દાખલ કરવામાં આવી છે. એક લાખ વૃક્ષો ધરાવતી આ જમીન પર જંગલી પ્રાણીઓ રહે છે. વન વિભાગ દ્વારા જમીનને રિલોકેટ કરવાના બહાને ભાજપના નેતાને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાંનો આક્ષેપ યો છે. આ જમીનની કિંમત રૂ.૩૦૦ કરોડ જેવી થવા જાય છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 2

જામનગર જિલ્લાની પરવડા ગામની આ જમીન બરડા વન્ય પ્રાણી અભયારણ્ય માટે રક્ષિત જાહેર કરી છે, તેની નજીક જ છે. અહીં ગીર બાદ સિંહનો વસવાટ શરૂ કરાવવામાં આવ્યો છે. ૧૨૫ ચોરસ કિમી વિસ્તારમાં સિંહ લાવીને તેને વસાવવામાં આવ્યા છે. જેના પર ૩,૦૦૦થી વધુ હરણ છે અને ૨૭ જેટલાં દિપડા છે. ૩૦થી ૪૦ વર્ષ સુધી કાઢી શકાય એટલો અહીં ચૂનાનો પથ્થર છે જે સિમેન્ટ માટે વાપરી શકાય તેમ છે. જામનગર કલેક્ટર દ્વારા આ અંગે ગામ લોકોની ફરિયાદને દાદ પણ આપવામાં આવી ની. ઉલ્લેખનીય છે કે, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ તત્કાલીન પાણી પુરવઠા પ્રધાન બાબુ બોખીરીયા સામે પોરબંદર અને આસપાસની જમીન પર ચૂનાનો સિમેન્ટ અને સોડા એસ માટેનો પથ્થર કાઢવા માટે ખાણો ખોદી કાઢી હોવાથી તેમની સામે તથા બીજા ૨૧ લોકો સામે રાજ્યની વડી અદાલતે નોટિસ ઇશ્યૂ કરી હતી. આ જગ્યાએ રૂ. ૨૫૦ કરોડથી વધારે રિકવરી થઈ શકી નથી. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ ભાજપના નેતા બાબુ બોખીરીયા, તેમના પુત્ર અને જમાઈને રૂ. ૧૫૦ કરોડનો દંડ ગુજરાતની વડી અદાલતે કર્યો હતો. ખનીજ ચોરી કરવા બદલ તેમને આટલો દંડ કરાયો હતો. ગુજરાતના કોઈ એક રાજકીય નેતાને આટલો મોટો દંડ ક્યારેય કરાયો નથી. પોરબંદર કલેક્ટરે આ દંડ કર્યો હતો પણ તે ભરવામાં આવતો ન હતો.

બાબુ બોખીરીયા તથા ભાજપના અન્ય ત્રણ આગેવાનો સામે સને ૨૦૦૬મા રૂ. ૫૪ કરોડની ખનિજ ચોરી મામલે પોરબંદર અદાલતમાં કેસનો ચૂકાદો ૧૫ જૂન, ૨૦૧૩ના રોજ આપવામાં આવ્યો હતો. જેમાં તેમને રૂ. ૫,૦૦૦નો દંડ તથા ત્રણ વર્ષ જેલની સજા થયેલી હતી. ચુકાદાના પગલે મંત્રી બાબુ બોખીરીયાએ સરકારમાંથી રાજીનામાં આપવું જોઈએ એવી માંગણી ઈ હતી. તેમની સામેના તમામ કેસની લોકાયુક્ત દ્વારા તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી. બાબુ બોખીરીયા અને તેની કંપનીઓ પાસેથી રૂ. ૧૩૦ કરોડની વસુલાત કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો હતો. સમગ્ર કૌભાંડ રૂ. ૧,૨૦૦થી ૧,૫૦૦ કરોડનું હોવાનો આરોપ હતો. પરંતુ સરકારના દબાણને કારણે માત્ર રૂ. ૫૫ કરોડનાં ખનીજ ચોરીનાં કેસમાં પોલીસ કેસ કરાયો હતો. ૨૦૦૬મા પોરબંદરના કલેક્ટરે બાબુ બોખીરીયાની તથા તેના પરિવારજનો કે ભાગીદારોની ૧૧ કંપની સામે રૂ. ૨૫૦ કરોડની ખનીજ ચોરીની રિકવરીના કેસ કર્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ કર્યો હતો. આમ છતાં એક તબક્કે સૌરાષ્ટ્ર કેમિકલની લીઝ વાળી જમીનમાંથી રૂ. ૫૫ કરોડની ખનીજ ચોરી કરવા બદલ બાબુ બોખીરીયા સામે પોલીસ કેસ થયો હતો. એ સિવાયની રૂ. ૨૫૦ કરોડની ખનીજ ચોરી કરી હતી. જેની રિકવરીનાં આદેશો ત્યારે જ થઈ ગયા હતા. ખનીજ ચોરીનાં કિસ્સામાં બાબુભાઈને એક તબક્કે ૬ મહિના જેલમાં જવું પડ્યું હતું. બગવદર પોલીસ સ્ટેશનમાં ૫ ઓક્ટોબર, ૨૦૦૬ના રોજ સૌરાષ્ટ્ર કેમિકલ્સના માઈન્સ મેનેજરે નોંધાવેલી ફરિયાદ આધારે બાબુ બોખીરીયા સહ્તિ ચાર સામે ગુન્હો નોંધાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.