Abtak Media Google News

રાજકોટ જિલ્લાની ૮ બેઠકોના ઉમેદવારોના ભાવી નકકી કરતા ઈવીએમને કણકોટ એન્જી.કોલેજ ખાતે રખાયા: કોલેજ બીએસએફની બે કંપનીઓના હવાલે: ૧૮મીએ મતગણતરી

સૌરાષ્ટ્ર-કચ્છમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પુરુ થયા બાદ દરેક જિલ્લા મથકો ઉપર ઈલેકટ્રોનિક વોટીંગ મશીન લાવવામાં આવ્યા હતા જયાં સ્ટ્રોંગ‚મમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તા.૧૮ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી માટે કર્મચારીઓની ફાળવણી કરવા સહિતના કામો આજરોજથી થશે.

વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબકકાનું મતદાન પૂર્ણ થઈ ચુકયું છે ત્યારે સર્વત્ર જગ્યાએ હાર-જીતના દાવા સાથે રાજકીય ઉતેજનાનો માહોલ છવાયો છે. ૮૯ વિધાનસભા બેઠકોના ઉમેદવારોનું ભાવી ઈવીએમ મશીનમાં સીલ થઈ ચુકયું છે ત્યારે આગામી ૧૮મીએ મતગણતરીના દિવસે ઉમેદવારની હાર-જીતનું પરિણામ જાહેર થશે.

મતદાન બાદ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા મતગણતરી કેન્દ્રો ખાતે ઈવીએમ મશીનો લાવવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લામાં સરકારી ઈજનેરી કોલેજ-કણકોટ, મોરબી જિલ્લામાં પોલીટેકનીકલ કોલેજ-મહેન્દ્રનગર, જૂનાગઢ જિલ્લામાં કૃષિ યુનિવર્સિટી કેમ્પસ, ગીર-સોમનાથ જિલ્લામાં સોનેચા કોલેજ-ચાંડુવાવ, પોરબંદર જિલ્લામાં પોલીટેકનીકલ કોલેજ, જામનગર જિલ્લામાં ગોકુલનગરમાં ઈન્દિરામાર્ગ પાસે આવેલી હરીયા કોલેજ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલેકટર અમરેલી જિલ્લામાં લાઠી રોડ ખાતે આવેલી એ.કે.પારેખ કોમર્સ કોલેજ, સુરેન્દ્રનગર જિલ્લામાં એમ.પી.શાહ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ, ભાવનગર જિલ્લામાં સરકારી ઈજનેરી કોલેજ-વિદ્યાનગર, બોટાદ જિલ્લામાં પાળીયાદ રોડ ખાતે આવેલ જૈન દેરાસર અને કચ્છ જિલ્લામાં ભુજની સરકારી ઈજનેરી કોલેજ ખાતેના સ્ટ્રોંગ‚મમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ મશીનો રાખવામાં આવ્યા છે.

આ સ્થળોએ મતગણતરી થશે.  મતદાન બાદ દરેક જિલ્લામાં હાર-જીત માટે પ્રતિસ્પર્ધીઓ દ્વારા દાવા થઈ રહ્યા છે. હાલ તો ઉમેદવારોનું ભાવી જે ઈવીએમ મશીનોમાં સીલ થયું છે તે મશીનો જિલ્લાના મતગણતરી કેન્દ્રાે ખાતે સ્ટ્રોંગ‚મમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યા છે ત્યારે ૧૮મીએ યોજાનાર મતગણતરી બાદ ઉમેદવારોની હાર-જીત જાહેર થશે. ૧૮મી સુધી ભારે સસ્પેન્સનો માહોલ છવાયેલો રહેશે.

રાજકોટ જિલ્લાની ૮ બેઠકોના ઈવીએમ મશીનોને કણકોટ ખાતે આવેલી સરકારી ઈજનેરી કોલેજમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ‚મમાં રાખવામાં આવ્યા છે. આ કોલેજ ખાતે ૧૮મીએ મતગણતરી થશે. બીએસએફની બે કંપનીઓના હવાલે સંપૂર્ણ બિલ્ડીંગ સોંપી દેવામાં આવ્યું છે. અહીંના ઈલેકટ્રોનિક કોમ્યુનિકેશન વિભાગમાં ત્રણ અને આઈસી વિભાગમાં પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી કરવામાં આવશે.

કોલેજના વિશાળ ઓડિટોરીયમમાં મતગણતરીના જુદા-જુદા રાઉન્ડમાં પરીણામ દર્શાવવા માટે વિશાળ સ્ક્રીન મુકવામાં આવશે. જે મીડિયા‚મ તરીકે કાર્યરત રહેશે. કોમ્પ્યુટર બિલ્ડીંગ, વહિવટી કાર્યાલય અને વર્કશોપ સંકુલ સિવાયના તમામ વિભાગો મતગણતરી કામગીરી માટે ફાળવવામાં આવ્યા છે. અહીંના સ્ટ્રોંગ‚મમાં ૮ દિવસ માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જયાં રાઉન્ડ ધ કલોક જવાનો પહેરો ભરી રહ્યા છે.

સરકારી એન્જીનીયરીંગ કોલેજ ખાતે પરીક્ષાઓ પૂર્ણ થઈ જતા અત્યારે વિદ્યાર્થીઓનું વેકેશન હોવાથી હોસ્ટેલ બિલ્ડીંગ ખાલી છે. તેથી બીએસએફ જવાનોના નિવાસ સ્થાનની વ્યવસ્થા પણ અહીં જ કરવામાં આવી છે. કોલેજ સહિત હોસ્ટેલનો મોટાભાગનો હિસ્સો સંપૂર્ણપણે લશ્કરના હવાલે કરી દેવામાં આવ્યો છે. વિવિધ વ્યવસ્થાઓ માટે ૪ અધ્યાપકોને નોડલ ઓફિસરોની જવાબદારી સોંપવામાં આવી છે. વધુમાં મતગણતરીની કામગીરી દરમિયાન વધુ જ‚ર પડે તો અન્ય ચાર અધ્યાપકોના ઓર્ડર પણ કરવામાં આવશે. અહીં બીએસએફના જવાનોને શુદ્ધ પાણી મળી રહે તે માટે પાંચ આર.ઓ. પ્લાન્ટ, ન્હાવાના ગરમ પાણી માટે ગીઝર, લાઈટ-પંખા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.