Abtak Media Google News

અંગદાન થકી અનેક લોકોને નવજીવન બક્ષવામાં નિમિત બનવા ઇન્ડિયન મેડિકલ એસો.ની અપીલ: વેબિનાર થકી દેશભરના જાણીતા તબીબોએ અંગદાન સંબધી વિસ્તૃત માહિતી આપી

ભારતમાં આજે કિડની, લીવર, હ્રદયના અનેક દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ છે અને અનેક દર્દીને દ્રષ્ટીહીન દશામાં જીવી રહ્યા છે ત્યારે લોકોએ જાગૃત બની અંગદાન ક્ષેત્રે આગળ આવવુ પડશે, ઇન્ડીયાન મેડીકલ એસો. રાજકોટ દ્વારા તાજેતરમાં ઓર્ગન ડોનેશન અંગદાન વિશે તબીબોના ખાસ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં દેશભરમાં અંગદાન સાથે જોડાયેલા નિષ્ણાત તબીબોએ અંગદાન વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. અંગદાન કોણ કરી શકે?  અંગદાન શા માટે જરુરી છે? અંગદાન માટે જરુરી પ્રક્રિયા વગેરે બાબતો પર નિષ્ણાત તબીબોએ ગહન ચર્ચા દ્વારા તબીબોને અંગદાન સંબંધી વિસ્તૃત માહિતીની આપ-લે કરી હતી અને સમાજમાં અંગદાન અંગે જાગૃતિ આવે એ માટે તબીબો જરુરી પ્રયાસ કરે એ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એમ ઇન્ડીયન મેડીકલ એસો. રાજકોટના પ્રમુખ ડો. જય ધીરવાણી તથા સેક્રેટરી ડો.રૂકેશ ઘોડાસરાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે. અંગદાન દ્વારા અનેક લોકોને નવજીવન બક્ષવામાં સમાજ નીમીત બને એવી તેમણે અપીલ કરી છે.

ડો. જય ધીરવાણીના જણાવ્યા અનુસાર અંગદાન વિશે લોકોને જાગૃત કરી સમાજના અનેક દુ:ખીયારા લોકોના જીવનમાં નવા રંગ પુરવા,  નવજીવન બક્ષવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જે અંતર્ગત તાજેતરમાં તબીબો માટે ખાસ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદની કિડની હોસ્પિટલના ટ્રાન્સ પ્લાન્ટ વિભાગના વડા ડો. પ્રાંજલ મોદી, ચેન્નઇના ડો. આનંદ ખખ્ખર, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના નિષ્ણાંત ડો. ધીરેન શાહ, ડો. ધર્મેશ શાહ,  ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારા,  ડો. ચેતન લાલસેતા, ડો. તેજસ કરમટા વગેરે તબીબોની ટીમ દ્વારા અંગદાન વિશે માહીતી આપવામાં આવી હતી.

ઇન્ડીયન મેડીકલ એસો. રાજકોટના સેક્રેટરી તરીકે ડો. રૂકેશ ઘોડાસરાએ જણાવ્યું છે કે,  ભારતમાં લાખો લોકો કિડનીની તકલીફના કારણે ડાયાલીસીસ કરાવી રહ્યા છે. જેમને કિડનીની જરુર છે. હજારો લોકો લીવર ખરાબ હોવાના કારણે તકલીફ ભોગવી રહ્યા છે જેમને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરુર છે. હ્રદય ટ્રાન્સપ્લાન્ટ માટે હજારો લોકોનું વેઇટીંગ લીસ્ટ છે ત્યારે આવા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા અનેક લોકો માટે એક માત્ર અનિવાર્ય સારવાર ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટ છે. અને માનવીના અંગોના દાન વગર આ સારવાર શકય નથી. એ જ રીતે અનેક લોકો દ્રષ્ટિહીન જીવન જીવી રહ્યા છે એમના માટે ચક્ષુદાન ખૂબ  જ જરુરી છે. કોઇપણ વ્યકિતનું અવસાન થાય ત્યાર બાદ અમુક કલાકો સુધી મૃતકના ચક્ષુનું દાન કરી શકાય છે એના માટે સમાજના દરેક નાગરીકે જાગૃત બનવાની જરુરી છે. સગા-સંબંધી, પરિવાર કે આસપાસમાં કોઇ વ્યકિતનું મૃત્યુ થાય ત્યારે તેમના પરિવારજનોને ચક્ષુદાન વિશે માહિતગાર કરો અને શકય એટલા જલ્દી તબીબનો સઁપર્ક કરી મૃતકના ચક્ષુનું દાન કરાવશો તો સમાજમાં માટે એક સારું કાર્ય કર્યાનો સંતોષ આપને મળશે. ચક્ષુદાન દ્વારા આપ બે દ્રષ્ટિહીન વ્યકિતના જીવનમાં નવા રંગ પૂરવામાં આપ નિમિત બનશો.

તબીબો માટે ના આ વેબીનારમાં અમદાવાદની આઇ.કે.ડી. આર.સી. (કિડની હોસ્પિટલ) ના ટ્રાન્સ પ્લાન્ટ વિભાગના વડા અને જેમણે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે પોતાનું જીવન અર્પણ કર્યુ છે. આવા ડો. પ્રાંજલ મોદીએ અંગદાનના નિયમો, કાયદા, પ્રક્રિયા વિશે હોસ્પિટલ તબીબોની માર્ગદર્શન આપ્યું હતું. તેઓ સ્ટેટ ઓર્ગેનાઇઝેશન ફોર ટીસ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ‘સોટો’ ના ક્ધવીનર છે. તેમના જણાવ્યા અનુસાર અંગદાનની કામગીરી  સંપૂર્ણ પારદર્શક છે. દર્દીઓનું લીસ્ટ ઓનલાઇન હોય છે અને વેઇટીંગ લીસ્ટ અને દર્દીની જરુરીયાત પ્રમાણે જ પ્રાયોરીટી નકકી કરીને અંગદાન અપાય છે. સોટોની કમીટીના આ બાબતનું મોનીટરીંગ કરે છે.

વેબીનારમાં મૂળ રાજકોટ એવા અમદાવાદ- ચેન્નઇની જાણીતી હોસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંત ડો. આનંદ ખખ્ખરે જણાવ્યું હતું કે લીવલ ટ્રાન્સપ્લાન્ટમાં ગુજરાત વિશ્ર્વની સાથે છે. લીવર નબળુ  પડે ત્યારે વહેલાસર ટ્રાન્સપ્લાન્ટથી ઘણો ફાયદો થઇ શકે છે. હવે લીવર ખરાબ થવાની મૃત્યુ થવાનો દર ઘણો ઘટયો છે. તેમણે કયા પ્રકારના દર્દીને લીવર બદલવાથી ફાયદો થાય, કયા સ્ટેજમાં લીવલ બદલવું જોઇ વગેરે બાબતો પર માર્ગદર્શન આપ્યું હતું.

અમદાવાદના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન અને સોટોના મેમ્બર ડો. ધીરેન શાહ ગુજરાતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના પાયોનીયર છે. તેમણે જણાવ્યું હતું કે નાની ઉંમરે હાર્ટટ્રાન્સપ્લાન્ટથી ખુબ ફાયદો થાય છે. અને આપણે ત્યાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં ખુબ સારી સફળતા મળી છે. તેમના જણાવ્યા અનુસાર કિડની કે લીવર જીવીત વ્યકિત ડોનેટ કરી શકે પણ હાર્ટ તો ફકત બ્રેઇન ડેડ વ્યકિતનું જ ડોનેટ થઇ શકતું હોઇ લોકોમાં મરણોપ્રાંત અંગદાન વિશે જાગૃતિ આવવી ખુબ જરુરી છે.

છેલ્લા ૧૪ વર્ષમાં રાજકોટમાં થયેલ અંદાજે ૮૦ જેટલા અંગદાનમાં મહત્વની ભૂમિકા ભજવી છે એવા રાજકોટના નેફોલોજીસ્ટ ડો. દિવ્યેશ વિરોજાએ કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિત અંગોના ટ્રાન્સપ્લાન્ટ વિશે તબીબોને માર્ગદર્શન આપ્યું હતું.

આઇ.એમ.એ. ના પૂર્વ પ્રમુખ અને જાણીતા સ્કીન રોગ નિષ્ણાંત ડો. ચેતન લાલસેતાએ જણાવ્યું હતું કે ગંભીર રીતે દાઝેલા દર્દીની સારવારમાં સ્કીન ગ્રાફટીંગ થી દર્દીના બચવાના ચાન્સ વધી જાય છે. કોઇપણ વ્યકિતના મૃત્યુ બાદ છ કલાક સુધીમાં તેને સ્કીન ડોનેટ કરી શકાય છે. સ્કીન ટ્રાન્સપ્લાન્ટથી અનેક દાઝેલા દર્દીને નવજીવન મળી શકે છે. રાજકોટમાં ટુંક સમયમાં સ્કીન બેન્કની સ્થાપના કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આઇ.એમ.એ. ની ઓર્ગન ડોનેશ ઝુંબેશના ક્ધવીનર અને ક્રિટીકલ કેર નિષ્ણાત ડો. સંકલ્પ વણઝારાએ અંગદાનની જરુરીયાત સમજાવાતા કહ્યું હતું કે એક બ્રેઇન ડેડ વ્યકિતના વિવિધ અંગોનું દાન કરવાથી અનેક વ્યકિતને નવજીવન મળે છે તેમના મતે એક બે્રઇન વ્યકિતની બે કિડની, બે લીવર, હાર્ટ, બે ફેફસા, સ્વાદપિંડુ, આંતરડા, બે આંખ, ચામડી, હાડકાનું દાન કરી અંદાજે ૧૧ વ્યકિતને નવજીવન બક્ષી શકે છે.

આઇ.એમ.એ રાષ્ટીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડયા, આઇ.એમ.એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો. હિરેન કોઠારી, રાજકોટના પ્રમુખ ડો. જય ધીરવાણી, સેક્રેટરી ડો.રૂ‚કેશ ઘોડાસરાની આગેવાની હેઠળ આઇ.એમ.એ. રાજકોટના તબીબોની ટીમ આ વેબીનાર માટે કાર્યરત હતી. વેબીનારના ડો. ઓડીનેટર કો. મયંક ઠકકર, સાથે ડો. હેતલ વડારાએ વેબીનારનું સંચાલન કર્યુ હતું. આઇ.એમ.એ. ના મિડિયા ડો. ઓર્ડિનર તરીકે વૈભવ ગ્રાફિકસના વિજય મહેતા સેવા આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.