Abtak Media Google News

કારગીલ વોરના ‘હીરો’ મેજર દીપેન્દ્ર સિંઘ સેંગારના જીવન પર આધારિત ‘જીત કી જીદ’માં આત્મવિશ્વાસ, મજબુત મનોબળની ગાથા!!

‘જીત કી જીદ….’ જીદ કર યે જહાન તેરા હૈ, ના હો ઉદાસ યે આસમાન તેરા હૈ…. બઢ ચલ અપની મંજીલ કી ઔર, ના ડર ઇન રાસ્તો સે યે સફર તેરા હૈ… ઘણાં લોકો હઠીલા અને જીદ્દી હોય છે. પરંતુ જો તેમની આ જીદ સાચા રસ્તે હોય, તો નાની અમથી જીદ મોટી જીત અપાવી શકે છે. જીંદગીમાં કંઇક કરી ગુજરવાની ભાવના ‘જીદ’માં પરિણમેને ત્યારે સમજવું કે, જીત નકકી જ છે પરંતુ કોઇ જીદ કે હઠ અમથી નથી કરાતી તેની પાછળ સ્પષ્ટ ઉદ્દેશ્ય હોવો જોઇએ, જીદ ને જીતમાં બદલવા કઠિનમાં કઠિન પરિશ્રમ કરવા તૈયાર રહેવું પડે અને આ વાતને ખુબ નજીકથી સમજાવે છે, તાજેતરમાં લોન્ચ થયેલી વેબસીરીઝ ‘જીત કી જીદ’ જેના ડાયરેકટર છે વિશાલ માંગલોરકર. વર્ષ ૧૯૯૯માં થયેલા કારગીલ વોરના ‘હીરો’ મેજર દીપેન્દ્ર સિંઘ સેંગારના જીવન પર આધારિત આ વેબસીરીઝને ખૂબ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળી રહ્યો છે. ઝી -૫ પર પ્રસારીત થઇ રહેલી આર્મી જવાનોની ફરજ અને કામગીરી સાથે સંકળાયેલ આ વેબસીરીઝ આજની યુવા પેઢી માટે મોટા પ્રોત્સાહન બળ સમાન છે. નકિક કરેલા ઘ્યેયોને પાર પાડવા ‘આત્મ વિશ્ર્વાસ’ ની શું ભૂમિકા છે,

એ આ વેબસીરીઝ ‘જીત કી જીદ’ પરથી સમજી શકાય છે. જેમ આત્મવિશ્ર્વાસ મજબુત બને એમ આપણે જીતની નજીક વધુ પહોંચી શકીએ છીએ, આર્મીમેનની જીવનગાથા,  સ્પેશ્યલ ફોર્સીસની ‘આકરી’ ટ્રેનીંગ, કોર્પોરેટ જગત, પોતાની જાત પર અડગ વિશ્ર્વાસ, મુશ્કેલ ભર્યા સંજોગોમાં પોતાની જાતને કોશી હાર માનવી, જીતથી પાછી પાની કરવી અને આત્મબળના સહારે કઇ રીતે ફરી ઉભુ થઇ મિશાલ કાયમ કરવી વગેરે જેવા પરિબળો પર આ વેબસીરીઝ ઘણી શીખ અપાવે છે, પ્રોત્સાહનના ‘પડીકા’ રૂપ આ વેબસીરીઝને સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે.

વેબસીીરીઝમાં મેજર દીપેન્દ્રસિંઘ સેંેંગારનું જીવન એટલી અદભૂતથી અંકાયું છે કે તેને જોતા મેજર દીપેન્દ્રસિંઘના જીવનને ખુબ નજીકથી આપણે જોયુ,ં હોય, તેવો અનુભવ થાય, વિઝયુલ સ્ટોરીટેલર વિશાલ માંગલોરકરે આ વેબસીટીઝને ડાયરેકટ કરી છે. મેજર દીપેન્દ્ર સિંઘ અને તેમના પત્ની જયાસિંઘની જીવન ગાથાથી પ્રભાવિત થઇ આકાશ ચાવલા અને અરૂનવા જોય સેનગુપ્તાએ સ્ક્રીપ્ટ લખી છે દરેક એપિસોડના અંતે દીપેન્દ્ર સિંઘ અને જયા સિંઘ તેમના જીવનના અનુભવો વર્ણવે છે. જે તમને આ વેબસીરીઝની હકિકત તરફ વધુ નજીક દોરી જશે.

Img 20210127 Wa0025

જીત કી જીદમાં પાત્રોની વાત કરીએ તો, મેજર દીપેન્દ્ર સિંઘ સેંગારના રોલમાં મુખ્ય પાત્ર તરીકે અમીત સાધ જયારે તેમના પત્ની જયા સિંઘના રોલમાં અમરીતા પુરી છે. મહત્વના પાત્રમાં મેજર દીપેન્દ્ર સિંઘના કમાન્ડીંગ ઓફીસર રણજીત ચૌધરીના રોલમાં સુશાંત સિંૅઘ, દીપેન્દ્રસિંહના મિત્ર સુર્યા સેટીના રોલમાં અલી ગોની છે. અમીત સાધે જે રીતે દીપેન્દ્ર સિંઘના અવતારમાં એકટીંગ કરી છે તે લાજવાબ છે. તેમાં પણ ખાસ કરી સ્પેશ્યલ ફોર્સની ટ્રેનીંગ દરમિયાનનો તેમનો અભિનયે ચાહકોના દીલ જીતી લીધા છે. આઇસ સ્લેબ પર સુવડાવી ટ્રેનીંગ, પીઠ પર તેની સાઇઝ કરતાં બે ગણો ભાર ઊંચકી દોડવું વગેરે જેવી આકરી ટ્રેનીંગમાં અનોખો જુસ્સો બતાવી મેજર દીપેન્દ્રસિંઘના પાત્રમાં જ પોતે ઉતરી  ગયા હોય  તેમ લાગી આવે છે. વેબસીરીઝમાં ડાયરેકશન, ડાયલોગ, સ્ક્રીનપ્લે અને એકશનને પાંચ માંથી ૩.૫/૪ રેટીંગ મળ્યું છે. પ્રેક્ષકોના જણાવ્યા મુજબ આ વેબસીરીઝમાં અમિત સાઘની એકટીંગ ખુબ પસંદ કરાઇ રહી છે. કમાન્ડીંગ ઓફીસર રણજીત ચૌધરીની અડયલ, કડક સ્વભાવની સુશાંત સિંઘની એકટીંગ પણ ચર્ચાઇ રહી છે.

આ ‘જીત કી જીદ’ વેબસીરીઝને ટુંકમાં વર્ણવું, તો તેને બે પાર્ટમાં વિભાજીત કરાઇ છે. પ્રથમ ભાગમાં દીપેન્દ્રસિંઘ અને તેમના મોટાભાઇ રજત સિંઘનું ભણતર, શરુઆતની કારકીર્દી વર્ણવાઇ છે. રજત સિંઘ ભણવામાં ખુબ  હોશિંયાર હોય છે અને આર્મીમાં જોડાવા ઇચ્છે છે.  પરંતુ ૧૯૮૭માં તેનું આતંકવાદી હુમલામાં નિધન થાય છે જેની સામે ભણવામાં ઠોઠ દિપ સિંંઘ ભાઇના મોતનો બદલો લેવા આર્મીમાં જોડાય છે. જયાંના સ્પેશ્યલ ફોર્સના કમાન્ડીંગ ઓફીસર રણજીત ચૌધરી પોતાના કડક સ્વભાવથી પરોક્ષ રીતે દીપ સિંઘને બદલો લેવા વધુ પ્રેરિત અને મજબૂત બનાવે છે. પરંતુ ૧૯૯૯ના કારગીલ વોરમાં દિપસિંઘ ગંભીર રીતે ઘાયલ થાય છે અને હમેંશને માટે વ્હીલ ચેરને આધારીત થઇ જાય છે. આ સમયગાળા બાદ તેઓ પોતાની જાતને ‘અપાહીજ’ ગણી નકામી ગણી આત્મહત્યાનો પ્રયાસ કરે છે. જેને તેમના પત્ની જયા સિંઘ રોકવાનો પ્રયાસ કરી આવા નકારાત્મક વિચારોમાંથી  બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. અને કમાન્ડીંગ ઓફીસર રણજીત ચૌધરી મદદે આવે છે. એક આર્મી જવાન કોર્પોરેટ જગતમાં પર્દાપણ કરે છે. સફળ આર્મી જવાન બાદ સફળ બિઝેનેશમેન બને છે. અપાહીજપણાને પણ દુર કરી પોતાના પગ પર ફરી ઉભા થાય છે અને પોતાની જીદને જીતમાં પરિણમે છે.

‘જીત કી જીદ’ના ડાયરેકટર વિશાલ મંગલોરકરે કેડબરી, વોડાફોન જેવી નયનરમ્ય એડવાર્ટાઇઝ તૈયાર કરેલી

Img 20210127 Wa0024

જીત કી જીદ…. વેબસીરીઝના ડાયરેકટર વિશાલ મંગલોરકર એક વિઝયુઅલ સ્ટોરી ટેલર છે. તેમણે વર્ષ ર૦૦૪માં પોતાનું પ્રોડકશન હાઉસ @infiniti filmsના નામથી શરૂ કરેલું, અહીંથી તેમની દિગ્દશર્ક તરીકેની કારકીર્દી શરૂ થયેલી. તેમણે કેડબરી, વોડાફોન, હિન્દુસ્તાન, યુનિલીવર લિમિટેડ, પ્રોકટોર અને ગેમ્બલ, એલજી, મોટોરોલા, કોકા-કોલા, પેપ્સી, ડેલ, લેનોવો, મેરીકો વગેરે જેવી ખ્યાતનામ એડવર્ટાઇઝ તૈયાર કરેલી છે. રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય સમારોહમાં તેમને આ માટે એવોર્ડ પ્રદાન થયેલા છે. સ્ક્રિપ્ટ મુજબ અગાઉ જ ફીલ્મ કે એડવર્ટાઇઝનું આભાસી ચિત્ર ઉભું કરવું તે જ ડાયરેકટરની કળા હોય છે. પોતાના પુષ્કળ અનુભવ અને ટેલેન્ટ દ્વારા તેમણે ઝી-૫ માટે ‘જીત કી જીદ’ વેબસીરીઝનું નિર્દેશન કર્યુ છે. મહિનાઓ સુધી મેજર દીપ સિંઘની જીવન ગાથાની આ સત્ય ઘટના પર આધારીત વેબસીરીઝ માટે ઊંડાણપૂર્વક સંશોધન અને અભ્યાસ કરાયા, આ વેબસીરીઝના પ્રોડયુસર બોની કપુર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.