Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણમંત્રીના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખુલ્લી મુકાઈ

યુવાનો પુસ્તક પ્રેમી બની સમાજને નવી રાહ ચીંધે: શિક્ષણમંત્રી ચુડાસમા

સૌરાષ્ટ્ર બુકફેરલિટરેચર ફેસ્ટીવલનું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ભવ્ય સમાપન

રાજકોટ ખાતે પાંચ દિવસીય પૂસ્તકમેળો તેમજ લિટરેચર ફેસ્ટીવલ સમાપન સમારોહમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ યુવાનોને પુસ્તકપ્રેમી બની જ્ઞાન અને સંસ્કારો થકી સમાજને નવી દિશા મળે તેવો અભિગમ અપનાવવા શીખ આપી હતી.  આ સાથે તેમને બાળકોને પબજી મોબાઇલ ગેમમાંથી બહાર નીકળી પુસ્તકમાં આવવા જણાવ્યું હતું.

Vlcsnap 2019 02 14 13H55M55S218

તેમણે કહયું હતું કે, પુસ્તક વગરનું ઘર અપૂર્ણ છે, દરેક ઘરમાં પુસ્તકો વંચાવા જોઇએ. મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ શિક્ષણમાં સંસ્કારનું સિંચન કરતાં પાઠયપુસ્તકો હોવા જોઇએ તેવો વિચાર રજૂ કર્યો હતો. તેમ જણાવી મંત્રી ચુડાસમાએ ગુજરાત સરકાર દ્વારા ભારતના ઇતિહાસ અને સંસ્કારિતાને પાઠય પુસ્તકમાં સમાવવામાં આવ્યાં હોવાનું જણાવ્યું હતું. અંતમાં મંત્રીએ આ પુસ્તકમેળાનું સમાપન નહીં પરંતુ શરૂઆત હોવાનું જણાવ્યું હતું.

Vlcsnap 2019 02 14 13H56M06S68

પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ પુસ્તકનું મહાત્મ્ય સમજાવતાં કહયું હતું કે, જેમ માનવ શરીરમાં હૃદય અને મગજ અભિન્ન અંગ છે તેમ દરેક ઘરમાં હૃદયરૂપી દેવાલય અને મગજરૂપી ગ્રંથાલય હોવું જોઇએ. પૂસ્તકો થકી જ આજ હું આ સ્થાન પર પહોંચ્યો હોવાનું જણાવી ભાઇજીએ જણાવ્યું હતું કે, પુસ્તક અને ગ્રંથો સફળતાનો માર્ગ તૈયાર કરે છે.

Vlcsnap 2019 02 14 13H55M38S47

 

પૂ.ભાઇજીએ સુંદર વિચાર રજૂ કરતાં કહયું હતું કે, આપણી સવાર દેવાલયથી શરૂ થઇ રાત્રિ પુસ્તક વાંચન સાથે પુર્ણ થવી જોઇએ. જેનાથી દિવસભરનો સમગ્ર થાક દૂર થાય છે અને આપણને રોગ મુકત રાખે છે. તેમણે આયોજકોને સરસ્વતીની આરાધના અવિરતપણે ચાલતી રહે તેવા આશીર્વાદ પાઠવ્યાં હતાં.  કાર્યક્રમના અંતે પુસ્તક મેળા દરમિયાન આયોજિત વિવિધ સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

Vlcsnap 2019 02 14 13H55M22S140

આ પ્રસંગે સાહિત્યકાર જોરાવરસિંહ જાદવ, ભીખુદાન ગઢવી, વસંતભાઇ ગઢવીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીમાં ગઈકાલે ૪ વાગ્યે શિક્ષણમંત્રીના હસ્તે સરદારની પ્રતિમાને ખુલ્લી મુકાઈ હતી અને આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિનકુમાર પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.