Abtak Media Google News

લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે હરિવંદના કોલેજના ટ્રસ્ટી મહેશ ચૌહાણ અને સર્વેશ્ર્વર ચૌહાણ દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે

આજના ટેકનોલોજીના યુગમાં જંગલો વચ્ચે ઘર આંગણાના પક્ષી ચકલી લુપ્ત થઈ જવાના આરે છે. ત્યારે આવનારી પેઢી ચકલીના દર્શન કરી શકે તે માટે ઘર આંગણાના પક્ષીઓના જતન માટેના પ્રયાસો અંગે હરિવંદના કોલેજ છેલ્લા ૭ વર્ષથી લોકજાગૃતિ ફેલાવવાના કાર્યો કરે છે. તેમાં પણ ખાસ છેલ્લા સાત વર્ષથી હરિવંદના કોલેજના કેમ્પસમાં ૨૦૦થી વધુ ચકલીઓના માળા રાખવામાં આવ્યા છે. હરિવંદના કોલેજના કેમ્પસ જોતા જ એમ થાય કે, દિવસ ઉગે ને ચકલીઓના કલરવથી ગુંજી ઉઠે કોલેજ.

5.Friday 1 4

દર વર્ષે ૨૦મી માર્ચ ‘વિશ્ર્વ ચકલી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્ર્વ ચકલી દિવસની ઉજવણીનો હેતુ આપણી આસપાસના પરિસરમાં રોજીદા જીવનમાં ચકલી જેવા માનવમીત્ર પક્ષીની ઘટતી જતી સંખ્યા અંગે જાગૃતિ કેળવવાનો છે. હરિવંદના કોલેજ દ્વારા અનેક જાગૃતિ ફેલાવતા કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. ત્યારે હરિવંદના કોલેજ કેમ્પસમાં છેલ્લા ૭ વર્ષથી ૨૦૦થી વધુ માટીના અને બોકસના ચકલીના માળાઓ રાખવામાં આવ્યા છે. તેમજ તેના માટે પાણીના કુંડાઓ પણ બનાવવામાં આવ્યા છે. જ્યાં ૩૦૦થી ૪૦૦ ચકલીઓ વસવાટ કરે છે. હરિવંદના કોલેજ દ્વારા ૨ વર્ષ પૂર્વે એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નવરાત્રીમાં લોકો ગરબાનું વિસર્જન કરતા હોય છે. પરંતુ હરિવંદના કોલેજ દ્વારા આ તમામ ગરબાઓ એકત્ર કરીને કોલેજના કેમ્પસમાં અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ વૃક્ષોમાં ચકલીના માળા સ્વરૂપે બનાવીને રાખવામાં આવ્યા હતા અને અલગ અલગ સ્થળો પર પણ માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Img 20200320 130225

સંસ્કૃતિમાંથી પ્રકૃતિ તરફ લઈ જવા તેમજ પર્યાવરણ અને પક્ષીઓના જતન કરવાના હેતુથી હરિવંદના કોલેજના ટ્રસ્ટી મહેશભાઈ ચૌહાણ અને સર્વેશ્ર્વરભાઈ ચૌહાણ દ્વારા ચકલીના માળાઓ તેમજ તેને સાચવવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.