Abtak Media Google News

Table of Contents

ભારતનો જનાદેશ : યોજનાઓના લાભ લાભાર્થીઓને સીધા જ મળવા જોઇએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાનું ભારત એટલે કે હાલનું ‘નવું ભારત’ દરેક ભારતીયને કેટલુ નવું લાગશે?

ફરી ચૂંટાયેલી મોદી સરકારની આપણા દેશની સામાજિક, આર્થિક, નીતિ વિષયક બાબતે શી અસર પડશે?

વિવિધ યોજનાની કામગીરીના લક્ષ્યાંકો પૂરેપૂરા સિદ્ધ કરવા અને નવી યોજનાઓ  અંગેના આયોજનો કેવા રહેશે? 

૨૦૧૯ની લોકસભા સામાન્ય ચૂંટણીમાં ફરી ચૂંટાયેલી મોદી સરકારની દેશની સામાજિક, આર્થિક નીતિ વિષયક બાબતે પ્રતિકાત્મક અસર પડશે. બચતની ટેવ, સ્વચ્છતાની ટેવ, બેટી બચાવો જેવી સામાજિક માનસિકતા કેળવવા પ્રોત્સાહિત કરનારી કેન્દ્ર સરકારની કાર્યશૈલીને ભારતના નાગરિકોનું સમર્થન પ્રાપ્ત થયું છે જેથી નવા ભારતનું સપનું સાકાર કરવામાં દેશના દરેક વર્ગને યોજનાઓના લાભો સીધા મળતા થાય એ પ્રમાણેના આયોજનો સરકારે ૨૦૧૪થી જ આરંભી દીધા હતા.

વિવિધ યોજનાની કામગીરી નીચે આપેલી છે જે જોતા હવેના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર ગરીબ અને મઘ્યમ વર્ગને ઘ્યાનમાં રાખીને તેમને સાથે રાખીને દેશના વિકાસ તરફ આગળ વધશે. ખેડૂતો, વિદ્યાર્થીઓ, મહિલાઓ વગેરે માટે યોજનાઓના અમલીકરણમાં સરકારે ઘણું કાઠુ કાઢ્યું છે તો હવે મહિલા સશક્તિકરણ, ટ્રિપલ તલાક, મહિલાઓને અનામત, આર્થિક પછાત વર્ગને અનામત, સ્વાસ્થ્ય સેવાઓ, પેમેન્ટ માટે ડિજિટલ વ્યવહારોની ટેવ વગેરે મોદી સરકારના કાર્યકાળના મહત્વના જમા પાસા રહ્યા છે. ‘નયે ભારત’ની સિદ્ધિ મેળવવા આંતરીક બાબતોમાં મહત્વના સુધારા ઘણા અસરકારક રહેશે. નોટબંધી જેવા જોખમી પગલા લીધા બાદ કેન્દ્ર સરકાર જીએસટી જેવા હજુ ઘણા આર્થિક ફેરફારો લાવી શકે છે.

એકંદરે ભારતના નવનિર્માણનું કાર્ય એ ચપટી વગાડવાનું કામ નથી, જે બાબત સરકાર સારી રીતે જાણતી હોવા છતા કાશ્મીરને વિશેષાધિકારની કલમ હટાવવાની વાત ઉપાડે છે તે ખરેખર કાબિલેદાદ છે. આર્થિક અને સામાજીક સમાનતા એ સરકારનો પાયાનો ઉદ્દેશ રહેશે.

સોઇલ હેલ્થકાર્ડ વિતરણ

વિતરણ કરવામાં આવેલા એસએચસી

૧૯.૬૯ કરોડથી વધુ

૧.   ખેતરની માટીના નમૂના લઇ તેની ચકાસણી કરીને રીપોર્ટકાર્ડ ઇસ્યૂ કરવામાં આવે છે.

૨.  ખેડૂતોની આવક બમણી કરવાના હેતુસર ખેતરની માટીની ફળદ્રુપતા વધારવા માટે ખાતરની ફાળવણી                    સહિતના કાર્યોમાં નિર્ણયો લેવા કાર્ડ વિતરણ કરવામાં આવે છે.

જન ધન યોજના

લાભાર્થીઓની સંખ્યા

૩૫.૫૪ કરોડ થી વધુ

૧.   વિવિધ સહાય યોજનાના નાણા લાભાર્થીઓને સીધા તેમના બેંક ખાતામાં જમા આપી શકાય તે માટેની યોજનામાં        વિનામૂલ્યે ઝીરો બેલેન્સ બેંક ખાતા ખોલવામાં આવેલ છે.

૨.  જનધન ખાતાઓમાં ૯૮૪૩૮ કરોડ જેટલી રકમ જમા થઇ છે અને ૨૭.૭૧ કરોડ રુપે કાર્ડ ઇસ્યૂ કરવામાં આવ્યા           છે.

ખુલ્લામાં શૌચક્રિયામુક્ત ગામ

જાહેરમાં શૌચક્રિયામુક્ત ગામોની સંખ્યા

૫.૫૭ લાખ થી વધુ

૧.   સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગામડાઓને જાહેરમાં શૌચક્રિયામુક્ત બનાવવાનું હાથ ધરાયું.

૨.  કામગીરી અનુસંધાને દેશના ૧૬ રાજ્યો અને ૬૧૭ જીલ્લાઓ તેમજ ૨૯૦૦ શહેરો જાહેરમાં શૌચક્રિયામુક્ત બન્યા.

પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના

ગામોને કનેકટીવીટી માટે સડક નિર્માણ

૧.૫૩ લાખ  કિ.મી. થી વધુ

૧.  માર્ચ-ર૦૨૨ સુધીમાં ૨.૨૩ લાખ કિ.મી. જેટલા સડક નિર્માણ દ્વારા વસ્તી આધારે ગામોને કનેકટીવીટી પુરી               પાડવાનો લક્ષ્યાંક છે.

૨.  દૈનિક ૧૦૦ કિ.મી.ના ધોરણે બારમાસી સકડ નિર્માણની કામગીરી ચાલુ છે. 

મુદ્રા યોજના

નાની ધંધાકીય લોન

૨.૯૩ લાખ કરોડ થી વધુ

૧.  ૩૧-માર્ચ ૨૦૧૯ સુધીમાં ૩ લાખ કરોડ ‚પિયાનું ધિરાણ કરવાનો લક્ષ્યાંક હતો.

૨.  ૩ કેટેગરીમાં લોનની અરજી કરી શકાય છે.

૩.  ૭૦% જેટલી લોન પ્રથમવખતના અરજદારોને ફાળવવામાં આવી છે.

ઘરેઘરે શૌચાલય

ઘરે-ઘરે બનેલા શૌચાલયો

૯.૮૧ કરોડ થી વધુ

૧.   સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં દરેક ઘરે શૌચાલય બાંધવાના લક્ષ્યાંક સામે                ૯૮.૬%  શૌચાલય બન્યા.

૨.  મઘ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં ગ્રામ્ય પરિવારોનો ૧૦૦% સ્વચ્છતા કવરેજ પ્રાપ્ત થયો.

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના

યોજનાના લાભાર્થી નાગરિકો

૫.૮૦ કરોડ થી વધુ

૧.   ૧-જુન થી ૩૧-મેની વાર્ષિક અવધિ માટેની મૃત્યુ સામે રક્ષાકવચ સમાન વીમા યોજના

૨.  માર્ચ-૨૦૧૮ સુધીના સમયગાળા દરમિયાન ૧,૦૨,૮૪૯ વીમા કલેઇમ પાસ થયેલ છે.

 ૩.     ૧૮ થી ૫૦ વર્ષની વયના અરજી કરી શકે.

પ્રધાનમંત્રી આવાસ યોજના

ગ્રામ્ય અને શહેરોમાં અફોર્ડેબલ હાઉસીંગ

૧.૫૩ કરોડ થી વધુ

૧.  ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને ઘરનું ઘર મળી રહે તે માટે માર્ચ-ર૦૨૨ સુધીમાં ૨ કરોડ આવાસ બનાવવાનો          લક્ષ્યાંક છે.

૨. ત્રણ કેટેગરીમાં આવકમર્યાદા મુજબ કુટુંબોને જીવનધોરણ ઉંચું લાવવા આવાસની ફાળવણી કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના

એલપીજી કનેકશન રીલીઝ કરાયા

૭.૧૯ કરોડ થી વધુ

૧.   ઉજ્જવલા યોજનાના ગરીબી રેખા હેઠળના કુલ બીપીએલ લાભાર્થી પૈકી ૪ર ટકા લાભાર્થીઓ કેટેગરીમાં આવે છે.

૨.   ઇન્ડોર એર પોલ્યુશનથી થતા મૃત્યુદર  (વાર્ષિક ૧૦ લાખ)ને કાબુમાં લાવવાનો નિર્ણાયક પ્રયાસ

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

યોજનાના લાભાર્થી નાગરિકો

૧૫.૭૦ કરોડ થી વધુ

૧.   ૧-જુન થી ૩૧-મેની વાર્ષિક અવધિ માટેની આકસ્મિક મૃત્યુ અને ડિઝીબીલીટી સામે રક્ષાકવચ

 ૨.  મૃત્યુ વખતે રૂ.ર લાખ સુધીનું અને શારીરિક ડિઝીબીલીટી એક આંખ, હાથ કે પગ વખતે રૂ.૧ લાખ સુધીનું              વીમા કવચ

૩. વાર્ષિક રૂ.૧૨ના પ્રિમીયમ દર

ઉજાલા યોજના

વિતરણ કરાયેલા એલઇડીની સંખ્યા

૩૫.૦૩ કરોડ થી વધુ

૧. ૭૭ કરોડ એલઇડી લાઇટસ રિપ્લેસ કરી ૧૦૫૦૦ કરોડ કિલોવોટ-કલાકની ઉર્જા બચત તેમજ ૭.૯ કરોડ ટન કાર્બન        હવામાં ભળતો અટકાવી પર્યાવરણ સુરક્ષાનો નિર્ધાર.

૨. બજાર કિંમત કરતા ઓછી કિંમતે એલઇડી બલ્બ વિતરણ દ્વારા ગરીબોના ઘરોને રોશન કરી જીવનધોરણ                  સુધારવું.

સર્વ સેવા કેન્દ્ર

શરૂ કરવામાં આવેલા સર્વ સેવા કેન્દ્રો

૩.૧૮ લાખ થી વધુ

૧.   ટેકનોલોજીના ઉપયોગથી મહાત્વાકાંક્ષી ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામના ભાગ‚પે ગ્રામીણ લોકોનું જીવનધોરણ                 સુધારવાનો પ્રયાસ.

૨.  અનેકવિધ ઓનલાઇન વ્યવહારો માટેનું સિંગલ પોઇન્ટ મોડેલ બનાવવામાં આવે છે.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના

યોજના અંતર્ગત સંકળાયેલા ખેડૂતો

૧૪.૨૪ કરોડ થી વધુ

૧.   અલગ અલગ અવધિ માટે વાવણી કરાયેલા પાક મુજબ સેશનવાઇઝ ઓછા પ્રિમીયમ દરે ખેડૂતોને પૂર્ણ પાક              વીમાકવચ મળે છે.

૨.  કુદરતી આફતો સામે કોઇ ટેકનોલોજીકલ બિનશરતી સહાય સીધી ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે.

અટલ પેન્શન યોજના

લાભાર્થીઓની સંખ્યા

૧.૪૭ કરોડ થી વધુ

૧.  ઓછામાં ઓછા રૂ .૧ હજારથી માંડી રૂ.૫ હજાર સુધીનું માસિક પેન્શન કર્મચારીઓને તેમની નિવૃતિ વયમર્યાદા         બાદ ચૂકવવામાં આવે છે.

૨.   અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ, વેપારીઓ, વ્યક્તિગત સ્વ-રોજગારોને આ યોજનાનો લાભ મળે છે.

ડિજિલોકર સુવિધા

ઇસ્યૂ થયેલા ડોકયુમેન્ટસ

૩૫૦.૪૯ કરોડ થી વધુ

૧.   ડિજિટલ ઇન્ડિયાના અભિગમને વેગ આપવા માટે ઇ-ગર્વનન્સ‚પે સુવિધા ચાલુ કરવામાં આવી.

૨.  પેપરલેસ વર્કથી સમય અને શક્તિનો બચાવ થાય છે, નાગરિકોના વિવિધ દસ્તાવેજોનો સંગ્રહ અને ચકાસણી             થાય છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

નિ:શુલ્ક સારવારની સંખ્યા

૨૨.૪૫ લાખ થી વધુ

૧.   શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોના ૧૦.૭૪ કરોડ ગરીબ કુટુંબોના ૫૦ કરોડ સભ્યોને કુટુંબદીઠ રૂ.૫ લાખ સુધીની            વીમા સહાયનો લક્ષ્યાંક

૨.  નેગેટીવ લીસ્ટ સિવાયના લગભગ દરેક નાની હોસ્પિટલોને આવરી લેવાઇ છે. 

અટલ ટિંકરીંગ લેબ

પ્રોગ્રામમાં જોડાયેલી સ્કૂલોની સંખ્યા

૫૪૦૦ થી વધુ

૧.   દસ લાખ બાળકોમાં આધુનિક સમય મુજબ ઇનોવેશનના બીજનું વાવેતર કરવાનું લક્ષ્યાંક છે.

૨.  ગણિત, વિજ્ઞાન, એન્જીનિયરીંગ અને ટેકનોલોજી જેવા વિષયોના વિવિધ પાસાઓને આવરી લેતો ટેકનીકલ              પ્રોગ્રામ કે જે બાળકોના વિકાસમાં મદદરૂપ થશે.

ભારત નેટ

ઓપ્ટિકલ ફાઇબર દ્વારા જોડાયેલી ગ્રામપંચાયતો 

૧.૧૮ લાખ થી વધુ

૧.   ૨.૫૦ લાખ ગ્રામપંચાયતોને ૧૦૦ એમબીપીએસ સ્પીડની કનેકટીવીટી પૂરી પાડવાની નેમ.

૨.  ઇન્ટરનેટને લગતી તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે ૨,૫૪,૮૯૫ કિ.મી. સુધી ઓપ્ટિકલ ફાયબર કેબલ              બિછાવવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.