Abtak Media Google News

૮૯ વર્ષનાં લત્તા મંગેશકર કહે છે: ઉંમર એ માત્ર એક આંકડો જ છે

આજે પણ પોતાની જાતને લતાતાઈ યંગ સમજે છે. હજુ ગઈકાલે ૨૮મીએ લતા મંગેશકરનો જન્મદિન હતો. એ તબકકે લતાજીએ આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે મારા માટે ઉંમર એ એક માત્ર આંકડો છે.

લતા મંગેશકરે આગળ જણાવ્યું હતુ કે, તમે ગાતા કેમ નથી?, તમે તમારી બહેનને કેમ મળતા નથી? નવી પેઢીમાં તમારા પ્રિય ગાયક કોણ છે? વિગેરે ‚ટિન સવાલોને બદલે હું કંઈક અલગ વિચા‚ છૂં હું. આવતીકાલ માટે હંમેશા આશાવાદી છું હું મારી જાતને આજે પણ યંગ સમજુ છું કેમકે મારા માટે ઉંમર એક આંકડો માત્ર છે.

લતા મંગેશકરે તાજેતરમાં તેમના જન્મદિવસ પહેલાના થોડા દિવસ પહેલા આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતુ કે હું આજના ગીતો ન ગાઈ શકું જો કે આમ કહેવા પાછળ તેમના હેતુ કે ભાવના યુવા પેઢીની સરાહના કરવાની હતી. તેઓ યુવા ટેલેન્ટને પ્રતિભાશાળી માને છે.

૮૯ વર્ષનાં લતા મંગેશકરે કહ્યું હતુ કે હું આજે પણ મને એક દમ યુવાન હોયતેવો અનુભવ ક‚ છું.

લતા મંગેશકરને જન્મદિવસે બોલીવૂડ ઉપરાંત દુનિયાભરમાં ચાહકો તરફથી શુભેચ્છા સંદેશ મળ્યા હતા અનિલ કપૂરે શુભેચ્છા આપતા લતાજીને ગોલ્ડન વોઈસ ગણાવ્યા હતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પણ ટિવટ કરી શુભેચ્છા પાઠવી હતી. આ સિવાય રિમા જૈન, રણબીર કપૂર, ફરહાન અખ્તર, અમિતાભ બચ્ચન, શબાના આઝમી, જાવેદ અખ્તર, કુણાલ કપૂર, વ‚ણ ધવન, યુનુસ પરવેઝ વિગેરે સેલેબ્રીટીએ લતાતાઈને જન્મ દિનની શુભેચ્છા પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.