અનેક પૂણ્ય કર્મોથી પણ પાપ નષ્ટ થતું નથી

“કર્મનો સિધ્ધાંત”

કર્મની ગતિ અતિ ગુહય, સારા કે ખરાબ પ્રત્યેક કાર્યનું ફળ ભોગવવાનું નિશ્ચિત

પરમાત્માએ ભગવદ્ગીતામાં કર્મ અને તેના ફળ વિશે સ્પષ્ટ પણે દર્શાવ્યુ છે. કર્મના સિધ્ધાંત મુજબ તેની ગતિ અતિ ગહન છે. આ સિધ્ધાંત સમાન અને વિપરીતના નિયમો અનુસાર કાર્ય કરે છે. અને મનુષ્ય દ્વારા કરવામાં આવેલા દરેક કર્મનું જ નહીં પરંતુ વિચારોનું ફળ પણ મળવાનું નિશ્ર્ચિત છે. તેથી જ કહેવાયુ છે કે ‘દુનિયામાં કોઇ વ્યક્તિથી કરવાની જરૂર નથી માત્ર આપણા દ્વારા કરવામાં આવેલા કર્મોથી જ ડરવાની જરૂર છે’

કર્મના સિધ્ધાંત વિશે અનેક જાણકારવિદ્દો, તજજ્ઞો, મોટીવેશનલ સ્પીકરો, મનોચિકિત્સકો, તેમજ અદયાત્મ જગત સાથે સંકળાયેલા ધર્મ પંડીતોએ પણ આ અંગે માર્ગદર્શન આપ્યુ છે.કર્મ અંગે એક લોક વાયકા એવી પણ છે કે પવિત્ર ગંગા નદી પાપ નાશિની છે. તેમાં જો કોઇ વ્યક્તિ ડૂબકી લગાવે તો તેના સઘળા પાપોનો નાશ થાય છે. મનુષ્ય બુધ્ધિજીવી પ્રાણી છે. તેથી આ અંગે કેટલાંક લોકોએ તર્ક પણ કર્યો છે કે, જો પાપનાશિની ગંગામાં માત્ર ડૂબકી લગાવી લેવાથી જ જો પાપોનો નાશ થતો હોય તો પછી, સમાજમાં દિન-પ્રતિદિન અત્યાચારો અને ગુનાહો કેમ વધતા જાય છે? અને જો આ વાથ યથાર્થ હોય તો ગંગા તટે હજારો-લાખો શ્રધ્ધાળુઓ દર વર્ષે ગંગાસ્થાન કરે છે, તો દિવસેને દિવસે થતી અત્યાચારની ઘટનાઓનું પ્રમાણ ઓછુ થવું જોઇએ ને? પરંતુ આ અંગેની હક્કિતતો એ છે કે પુરાણોમાં તથા ઋષિમુનિઓ દ્વારા એક વાતને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કે જેથી કળિયુગમાં લોકો પાણીનો દુર ઉપયોગ ન કરે. તેથી આ વાતને ધાર્મિકતા સાથે સાંકળીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ કર્મની ફિલસૂફી અને તેના દ્વારા મળતો ન્યાય દરેક માટે એક સરખો જ છે. અને આ વાતને ઉદાહરણ તરીકે જોઇએ તો ‘કોઇ વ્યક્તિ જન્મથી જ અંધ, અને અપંગ હોય છે. માનસિક અસ્થિર હોય છે, તો અહીં સવાલ થાય કે તેણે જન્મની સાથે જ એવું તે શું પાપ કર્યુ હશે. કે જન્મતાની સાથે આવી દયાજનક સ્થિતિ થઇ, આનું કારણ એ જ કે પુર્નજન્મે કરેલા પાપની ભરપાઇ કરવાના કારણે કાર્મિક એકાઉન્ટનો હિસાબ ચૂકતે કરવાનો સમય, સ્થળ, અને કાળ નિશ્ર્ચિત કરવામાં આવેલા હોય છે. એટલા માટે તેમ બને છે.

કર્મના સિધ્ધાંત અંગે એક માન્યતા એવી પણ છે, જેમ કે કોઇ વ્યક્તિ કઇ પણ ખોટું કાર્ય કરે, એટલે એ તેનુ પાપકર્મ, પોતે એ સભાનતા સાથે કરેલા કૃત્યની ભરપાઇ કરવા હજજારો રૂપિયાનું દાન અથવા કોઇ પુણ્ય કર્મ કરીને કરેલુ પાપકર્મ સરભર થઇ જશે, તેમ માનીને ચાલે છે. પણ કર્મના આ સિધ્ધાંતમાં પાપકાર્યનું ફળ દુ:ખ સમસ્યાથી અથવા બિમારીથી અને તેજ પ્રમાણે પુણ્યકાર્યનું ફળ પણ મળીને જ રહે છે. આપણી ઇચ્છા કે અનુકુળતા મુજબ તેમાં ઘટાડો કે વધારો થઇ શકે તેવું સંભવ નથી.

સારા કર્મની સુવાસ જળવાઇને તેનું ફળ વર્ષા પછી પણ અને કાં તો બીજા જન્મમાં પણ મળે જ છે.. તેનું આ સત્યઘટના મળે જ છે. તેનું આ સત્યઘટના પરથી સ્પષ્ટ થાય છે. કેરળના મલ્લાપુરમ નામના નાના એવા શહેરની વાસ્તવમાં બનેલી આ ઘટના છે. એક બહેન રેલવેની ભીડને ચીરતા ખૂબ ઉતાવળેથી પોતાના ઘરે જઇ રહ્યા હતા. એક ગરીબ ભીખારણને એક ઉપેક્ષિત નજરે જોઇ આગળ વધી જાય છે.અચાનક તેમના ડગ આગળ વધતા અટકી જાય છે. ધીમે રહી પોતાની નજર પાછળ ધુમાવીએ પેલી ભીખારણ પાસે જાય છે. ધ્યાનથી જોત તેમનો ચહેરો સહેજ પરિચિત લાગે છે. તેમનું નામ ખૂબ નમ્ર ભાવે પૂછતા એ ભીખારણ પોતાનું નામ જણાવે છે. એ સાંભળતાજ બહેન ધ્રુસકે રડવા લાગે છે. આ એજ એના પથ દર્શક મેથ્સના ટીચર જે તેના જેવા હજારો વિદ્યાર્થીઓના પે્રરણા દાયક વ્યક્તિ છે. એ જાણી તે બહેન ગમગીન થઇ જાય છે. તેમને પોતાનાી સાથે પોતાના ઘેર લઇ જઇ, સ્નાન અને નવા કપડાની વ્યવસ્થા કરી આપે છે ત્યાર બાદ તેમને પૂછતા દિલ દહેલાવી દે તેવી એક કથા સાંભળવા મળી, પતિના મૃતયુ પછી ૩ દિકરામાંથી એક પણ દીકરો રાખવા તૈયાર નથી. રહેવા માટેના માતા પિતાના ઘરેને વેંચી નાંખી તેના ૩ દિકરાતે રકમને સરખે ભાગે વહેંચી લઇને વિધવામાં ને રસ્તે રઝળતી કરી દીધી. કોઇ આધાર અને આવક ન રહેતા મેથ્સ ટીચર બાજુના શહેરમાં રેલ્વે સ્ટેશને ભીખ માંગી રહ્યા હતા. મેથ્સ ટીચરની આ આપવિતી સાંભળી તે વિદ્યાર્થીનીએ અન્ય વિદ્યાર્થીઓને ફોન કરી આ અંગે માહિતી આપી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના આદરણીય મેથ્સ ટીચર માટે ભેગા થવા લાગ્યા અને એક જ સપ્તાહમાં અભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ગુરુદક્ષિણાની લાજ સચવાય એમ લાખો રૂપિયા સાથે ઉમટી પડ્યા જોત જોતામાં એક સંપૂર્ણ વ્યવસ્થાવાળુ ઘર ખરીદી લેવામાં આવ્યું. એટલું જ નહીં છ માસ ચાલે તેટલું અનાજ અને દર મહિને એક નિશ્ર્ચિત રકમ પોતાના ગુરુજીને મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી તો આ છે કર્મની ગુહય ગતિ અને તેના દ્વારા મળવામાં આવતુ ફળ….

Loading...